Connect with us

Vadodara

વડોદરામાં સક્રિય મહારાષ્ટ્રની મહિલા ચોર ટોળકીનો પર્દાફાશ; 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 મહિલાઓ ઝડપાયા

Published

on

  • ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: સવારના સમયે બંધ કે ખુલ્લા મકાનોને ટાર્ગેટ કરતી મહારાષ્ટ્રની મહિલા ચોર ટોળકી ઝડપાઈ.
  • ગોલ્ડન બ્રીજ પાસે પડાવ: ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગોલ્ડન બ્રીજ નીચેથી અકીલાબેન પવાર અને લીલીબેન પવાર નામની મહિલાઓને દબોચી.
  • 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો: આરોપી મહિલાઓની પૂછપરછમાં કારેલીબાગ અને કપુરાઈ પોલીસ સ્ટેશનના કુલ 3 ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેક્ટ થયા.
  • કરોડોની ચોરીનો પર્દાફાશ: આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, ચાંદીના સિક્કા અને રોકડ મળી કુલ રૂ. 1,38,026 નો મુદ્દામાલ કબજે.

વડોદરા: વડોદરા શહેરને બાનમાં લેનાર મહારાષ્ટ્રની એક કુખ્યાત મહિલા ચોર ટોળકીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે. આ મહિલાઓ સવારના સમયે અલગ-અલગ ટોળકીમાં વહેંચાઈને શહેરના જે મકાનો ખુલ્લા હોય અથવા તાળા મારેલા ન હોય તેને ટાર્ગેટ કરતી હતી.

કેવી રીતે પકડાઈ ટોળકી?

ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમી મુજબ, આ ટોળકીએ ગોલ્ડન બ્રીજ નીચે પોતાનો પડાવ નાખ્યો હતો. પોલીસે મહિલા પોલીસને સાથે રાખી ગોલ્ડન બ્રીજ નીચે તપાસ કરતા અકીલાબેન જય દીપક પવાર અને લીલીબેન છોટુ દીપક પવાર નામની બે મહિલાઓ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. તેમની પાસે રહેલા થેલા તપાસતા તેમાંથી મોટી માત્રામાં મોબાઈલ ફોન, ચાંદીના સિક્કા અને રોકડ મળી આવી હતી.

🚨ગુનાઓની કબૂલાત:

સઘન પૂછપરછ દરમિયાન આરોપી મહિલાઓએ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી:

  • રાવપુરા ટાવર પાસેના પટણી મોહલ્લામાં રૂ. 49,950 ની ચોરી.
  • ડભોઈ રોડ નંદવિહાર ફ્લેટમાં રૂ. 9,500 ની ચોરી.
  • અમદાવાદી પોળમાં રૂ. 5.80 લાખની ચોરી.

👮આમ, કારેલીબાગ અને કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 3 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

આ મહિલાઓ ચોરી કરવા માટે પોતાની સાથે નાના બાળકોને પણ રાખતી હતી જેથી કોઈને શંકા ન જાય. ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીથી ચોર ટોળકીના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. હાલ તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

Continue Reading
Vadodara2 hours ago

વડોદરા: વાઘોડિયા રોડ પર લોહિયાળ ઝઘડો! ઝઘડો છોડાવવા ગયેલા કેટરિંગ સંચાલક યુવાનનો કાન કરડી ખાધો

Vadodara3 hours ago

વડોદરામાં સક્રિય મહારાષ્ટ્રની મહિલા ચોર ટોળકીનો પર્દાફાશ; 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 મહિલાઓ ઝડપાયા

Vadodara3 hours ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara4 hours ago

‘આપ’માં આંતરિક વિવાદનો વિસ્ફોટ: વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાની નકલી IB અધિકારી બની ધમકાવવાના કેસમાં ધરપકડ

Vadodara4 hours ago

IPL સટ્ટાબાજીનો પર્દાફાશ: માંજલપુર પોલીસે Esar247.com આઈડી સાથે એકને દબોચ્યો

Gujarat5 hours ago

કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યાનો કેસ: મૃતક વિધિ મેઘાનીના કેસમાં મોટો ખુલાસો, હત્યારાએ માથાના ભાગે ઘા મારી કરી હત્યા

Vadodara20 hours ago

વડોદરા: મકરપુરા પોલીસનો સપાટો! તરસાલીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 ઝડપાયા; 80 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

Vadodara1 day ago

કલર કોન્ટ્રાક્ટર પર અત્યાચાર: બાકી કામના વિવાદમાં ફિલ્મી ઢબે અપહરણ; પોલીસે આરોપીઓને દબોચી કાયદાનું ભાન કરાવ્યું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 hours ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara1 day ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia1 week ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli2 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra4 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara4 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Trending