Connect with us

Vadodara

“દારૂની બોટલ અને પોલીસની વર્ધી”: નશામાં ચૂર પોલીસકર્મીએ રિક્ષા અને એક્ટિવાને ઉડાવ્યા, લોકોમાં રોષ

Published

on

નશામાં ધૂત પોલીસકર્મીનો કહેર: પ્રતાપનગર બ્રિજ પાસે બેફામ કાર હંકારી સર્જ્યો અકસ્માત.

  • કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક: કારમાંથી મળી આવી દેશી દારૂની બોટલ.
  • નિર્દોષો લોહીલુહાણ: tvs એક્સેસ સવાર મહિલા અને રિક્ષાચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત.
  • ​લોકોનો ભારે રોષ: વડોદરા પોલીસની છબી ખરડાઈ, મકરપુરા પોલીસે કરી અટકાયત.

વડોદરામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર પોલીસ તંત્રને શર્મસાર કરી દીધું છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતી આ ઘટના ખુદ એક પોલીસકર્મીએ જ અંજામ આપી છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં નશામાં ધૂત એક પોલીસકર્મીએ રસ્તા પર મોતનું તાંડવ ખેલ્યું હતું.

ઘટનાની વિગત એવી છે કે, આજે શહેરના વ્યસ્ત ગણાતા મકરપુરા રોડ પર પ્રતાપનગર બ્રિજ પાસે બરોડા ડેરી નજીક એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ફૂલ સ્પીડમાં આવી રહેલી આ કારે જોતજોતામાં એક TVS એક્સેસ સવાર મહિલા અને રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલા રોડ પર ફંગોળાઈ હતી. આટલેથી ન અટકતા આ બેફામ કારે રોડ સાઈડમાં ઉભેલી અન્ય એક ગાડીને પણ અડફેટે લીધી હતી.

🧐લોકોના આક્ષેપો અને સ્થળ પરની સ્થિતિ

સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ જ્યારે કાર ચાલકને બહાર કાઢવામાં આવ્યો ત્યારે લોકોના હોશ ઉડી ગયા હતા. કાર ચલાવનાર શખ્સ પોલીસ વર્ધીમાં હતો અને તે નશામાં સંપૂર્ણપણે ધૂત હતો. ચોંકાવનારી વાત તો એ છે કે તપાસ દરમિયાન પોલીસકર્મીની કારમાંથી દેશી દારૂની બોટલ પણ મળી આવી હતી. જે પોલીસ પર રાજ્યમાં દારૂબંધી કરાવવાની જવાબદારી છે, તે જ પોલીસ દારૂ પીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

🚑ઈજાગ્રસ્તોની સ્થિતિ

આ અકસ્માતમાં મહિલા અને રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

🚨પોલીસ કાર્યવાહી

આજરોજ મકરપુરા હજીરા પાસે ગોકુલનગર સોસાયટી નજીક કાર નંબર GJ-18-BJ-1496 ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. મકરપુરા પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

📍મુખ્ય મુદ્દાઓ:

✓આરોપીની અટકાયત: પકડાયેલ આરોપી રાજેશભાઈ ધનજીભાઈ પાંડવ (રહે. અરવલ્લી) એસ.આર.પી. ગ્રુપ-૧૨ ગાંધીનગરના કર્મચારી છે અને હાલ વડોદરા ખાતે SDRF ની તાલીમમાં હતા.
✓નશાની હાલત: અકસ્માત સમયે આરોપી દારૂ પીધેલી હાલતમાં હતો અને કારમાંથી દેશી દારૂની બોટલ પણ મળી આવી છે.
✓કાયદેસરની કાર્યવાહી: આરોપી વિરુદ્ધ બી.એન.એસ. (BNS) ની કલમો, મોટર વ્હીકલ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ મુજબ બે અલગ-અલગ ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

✍️નોંધાયેલ ગુનાની વિગતો:

👉મકરપુરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૪૨/૨૦૨૬ (BNS કલમ ૧૨૫(એ), ૨૮૧, ૩૨૪(૫) તથા MV એક્ટ અને પ્રોહી એક્ટ મુજબ)
👉મકરપુરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૪૩/૨૦૨૬ (પ્રોહી એક્ટ કલમ ૬૫એએ મુજબ)

🫵વડોદરામાં બનેલી આ ઘટના બાદ હવે જનતા સવાલ પૂછી રહી છે કે, જો કાયદાના રક્ષકો જ આ રીતે નશામાં ચૂર થઈને રસ્તા પર નીકળશે, તો સામાન્ય જનતાની સુરક્ષા કોના ભરોસે? શું આ પોલીસકર્મી સામે કડક દાખલો બેસાડવામાં આવશે?

Continue Reading
Vadodara17 hours ago

દબાણોએ લીધો માસૂમનો ભોગ? કંપનીઓના દબાણથી ચાલવાનો રસ્તો બંધ થતા યુવતી કાંસમાં ખાબક્યાની આશંકા

Vadodara2 days ago

વડોદરામાં નવરાત્રીના માહોલ વચ્ચે તસ્કરો બેફામ: કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકાનને બનાવ્યું નિશાન

Vadodara2 days ago

વડોદરા : આર્મીમાં ફરજ બજાવ્યા વિના જ બન્યા ‘Ex-Army’: નકલી સેવા નિવૃત્તિ પુસ્તિકા અને પેન્શન કાર્ડ સાથે 2 આરોપીની ઝડપાયા

Vadodara2 days ago

જીલ્લા ભાજપના નેતાના પુત્ર આણી મંડળીએ આવાસ અપાવવાના નામે ગરીબો પાસેથી 63.55 લાખ પડાવ્યા

Vadodara3 days ago

આજવા સરોવરની સપાટી ઘટીને 208.64 ફૂટે પહોંચી: દિવાળી બાદ વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ

Savli4 days ago

મંજુસર પોલીસે બિશ્નોઈ ગેંગનો 79 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો, નેટવર્ક ચલાવવા અંતરરાષ્ટ્રીય નંબરના ઉપયોગનું રહસ્ય ખુલ્યું

Vadodara5 days ago

આવાસ યોજનામાં મકાન લેતા પહેલાં સાવધાન! બનાવટી પહોંચો આપી રૂ. 17.75 લાખ પચાવી પાડનાર સામે પોલીસ ફરિયાદ

Vadodara5 days ago

વડોદરામાં સળિયા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ: પોલીસે દરોડો પાડી રંગેહાથ 50.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat3 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat3 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending