Connect with us

Vadodara

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Published

on

  • બે મોટી રેડ: PCB દ્વારા શહેરના હરણી અને જે.પી. રોડ વિસ્તારમાં બે સફળ ઓપરેશન.
  • મુદ્દામાલની જપ્તી: કુલ 9 લાખથી વધુની કિંમતનો દારૂ અને વાહનો કબજે કરવામાં આવ્યા.
  • આરોપીઓની ધરપકડ: અલગ-અલગ કેસમાં કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા.
  • વોન્ટેડ આરોપી: દારૂ સપ્લાય કરનારા રાજસ્થાનના આરોપીઓની શોધખોળ શરૂ.
https://www.instagram.com/reel/DahsYuZtPqh/?igsh=YXZkZ2I4MXBrZGxp

વડોદરા: વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમારના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે PCB દ્વારા આક્રમક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે PCB ની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાતમીના આધારે સફળ દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે.

રેડ -1: ગોલ્ડન ટોલ નાકા પાસે આઇસર ટેમ્પોમાંથી દારૂનો જથ્થો

PCB ના અ.હે.કો. કાળુભાઈ અને મુકેશભાઈને મળેલી બાતમી મુજબ, એક આઇસર ટેમ્પો (GJ-07-TU-2129) માં હાલોલ તરફથી વિદેશી દારૂનો જથ્થો વડોદરા આવી રહ્યો છે. આ બાતમીને પગલે ટીમે ગોલ્ડન ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટેમ્પોને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન ટેમ્પોમાંથી 576 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ, ટેમ્પો અને મોબાઈલ સહિત કુલ 7,84,776/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઉદેપુરના રાજુભાઈ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હરણી પોલીસ મથકે આ અંગે ગુનો નોંધાયો છે.

રેડ – 2: ઓલ્ડ પાદરા રોડ પર દારૂના સંગ્રહસ્થાનનો પર્દાફાશ

બીજી સફળ રેડમાં, PCB ના પો.સ.ઈ. વાય.વી. પટેલ અને તેમની ટીમે ઓલ્ડ પાદરા રોડ પરની પુણીમા રેસીડન્સી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. બાતમી મળી હતી કે, મહેશ મયજીભાઈ પરમાર નામના શખ્સે તેના એપાટેમેન્ટ સામેની ખુલ્લી જગ્યામાં બનેલી ઓરડી પાસે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. પોલીસે રેડ દરમિયાન 337 નંગ વિદેશી દારૂની બોટલ અને ટીન સાથે મહેશ પરમારની ધરપકડ કરી છે. આ કેસમાં કુલ 1,19,061/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી જે.પી. રોડ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

🚨આ બંને સફળ કાર્યવાહી બાદ શહેરભરમાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. PCB દ્વારા હવે આ સમગ્ર ચેઈન ક્યાં સુધી જોડાયેલી છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

Vadodara11 minutes ago

વહીવટી તંત્રની ઘોર બેદરકારી: પાંચ દિવસથી ખુલ્લો ભુવો, મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તંત્ર?

Vadodara30 minutes ago

મકરપુરામાં કમનસીબ અકસ્માત: બાંધકામ સાઇટ પરથી 28 વર્ષીય શ્રમિક પટકાતા ગંભીર હાલતમાં

International1 hour ago

દરિયાઈ સુરક્ષા પર મોટો ખતરો: કતારથી દહેજ આવતા LNG ટેન્કર પર હોર્મુઝના અખાતમાં ડ્રોન હુમલો

Vadodara3 hours ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara5 hours ago

સંગઠનના “ઝીરો એફર્ટસ” સાથે સાવલી APMCમાં ધારાસભ્યની ઈચ્છા પ્રમાણે હોદ્દાની ફેરબદલી થઇ!

Vadodara6 hours ago

કળિયુગી તસ્કરોએ ભોલેનાથના મંદિરને પણ નિશાન બનાવી દાનપાત્ર માંથી રોકડ રકમ ઉપાડી ગયા

Vadodara1 day ago

ગેસ લીકેજથી ઓફિસમાં વિસ્ફોટ: એસી (AC) ગેસની જ્વલનશીલતા અને અગરબત્તીના સ્પાર્કથી કાચના ફુરચેફુરચા ઉડ્યા

Vadodara1 day ago

વડોદરાના આંબેડકર નગર વિસ્તારમાં દારૂનું વેચાણ કરનાર આરોપીની અટકાયત, જયેશ શર્મા નામનો શખ્સ વોન્ટેડ જાહેર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 hours ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara2 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli4 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara6 days ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara1 week ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 week ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara2 weeks ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara2 weeks ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Trending