વડોદરા: વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમારના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે PCB દ્વારા આક્રમક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે PCB ની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાતમીના આધારે સફળ દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે.
રેડ -1: ગોલ્ડન ટોલ નાકા પાસે આઇસર ટેમ્પોમાંથી દારૂનો જથ્થો
PCB ના અ.હે.કો. કાળુભાઈ અને મુકેશભાઈને મળેલી બાતમી મુજબ, એક આઇસર ટેમ્પો (GJ-07-TU-2129) માં હાલોલ તરફથી વિદેશી દારૂનો જથ્થો વડોદરા આવી રહ્યો છે. આ બાતમીને પગલે ટીમે ગોલ્ડન ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટેમ્પોને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન ટેમ્પોમાંથી 576 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ, ટેમ્પો અને મોબાઈલ સહિત કુલ7,84,776/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઉદેપુરના રાજુભાઈ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હરણી પોલીસ મથકે આ અંગે ગુનો નોંધાયો છે.
રેડ – 2: ઓલ્ડ પાદરા રોડ પર દારૂના સંગ્રહસ્થાનનો પર્દાફાશ
બીજી સફળ રેડમાં, PCB ના પો.સ.ઈ. વાય.વી. પટેલ અને તેમની ટીમે ઓલ્ડ પાદરા રોડ પરની પુણીમા રેસીડન્સી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. બાતમી મળી હતી કે, મહેશ મયજીભાઈ પરમાર નામના શખ્સે તેના એપાટેમેન્ટ સામેની ખુલ્લી જગ્યામાં બનેલી ઓરડી પાસે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. પોલીસે રેડ દરમિયાન 337 નંગ વિદેશી દારૂની બોટલ અને ટીન સાથે મહેશ પરમારની ધરપકડ કરી છે. આ કેસમાં કુલ 1,19,061/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી જે.પી. રોડ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
🚨આ બંને સફળ કાર્યવાહી બાદ શહેરભરમાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. PCB દ્વારા હવે આ સમગ્ર ચેઈન ક્યાં સુધી જોડાયેલી છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.