Connect with us

Karjan-Shinor

કરજણ-આમોદ રોડ પર ગોઝારો અકસ્માત : એક મહિલાનું મોત, ચાર ઇજાગ્રસ્ત, યુવતીની હાલત ગંભીર

Published

on

વડોદરા જિલ્લામાં આજે કરજણ-આમોદ રોડ ઉપર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં આમોદના યુવાનો અને મહિલાઓ એક ઈકો કારમાં ડભોઇ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન કરજણ નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર રોડ સાઈડથી ઊતરી ગઈ અને ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો કારના આગળના ભાગનો ચક્કાચુર થયો હતો. કારમાં સવાર પાંચ લોકો માંથી એક મહિલાનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી. ખાસ કરીને એક યુવતીને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક વડોદરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

આ બનાવની જાણ થતાં જ નજીકના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. કરજણ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક મહિલાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારના ચાલકે ઝડપ વધુ હોવાને કારણે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર નિયંત્રણ બહાર જઈ ઝાડમાં ઘુસી ગઈ હતી.

કરજણ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અકસ્માતની સચોટ હકીકત જાણવા માટે તપાસ ચાલી રહી છે. હાલની સ્થિતિએ, દુર્ઘટનાની આ ઘટનાએ ફરી એક વખત ઝડપી વાહન ચલાવવાના જોખમ પર સવાલ ઉઠાવ્યા છે. સ્થાનિક લોકોએ પણ ગંભીર દુઃખ વ્યક્ત કરતા વાહન ચાલકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.

National30 minutes ago

સોશિયલ મીડિયાથી રસ્તા પર! ‘કોકરોચ જનતા પાર્ટી’ના અભિજીત દીપકેનું દિલ્હીમાં આંદોલનનું એલાન; 6 જૂને એરપોર્ટ પર સમર્થકોને મળવા આહવાન

Vadodara52 minutes ago

વડોદરા શિક્ષણ તંત્રની અનોખી પહેલ; નિવૃત્ત થયેલા 105 શિક્ષકોને નિવૃત્તિના દિવસે જ મળ્યા પેન્શનના દસ્તાવેજો

Vadodara2 hours ago

વડોદરા: માણેજામાં જુગારધામ પર પોલીસનો સપાટો; 1.01 લાખના મુદ્દામાલ સાથે 8 જુગારીઓ ઝડપાયા

Waghodia3 hours ago

વડોદરા: વાઘોડિયામાં પોલીસ રેઈડમાં 2.68 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો; એક બુટલેગરની ધરપકડ

Vadodara3 hours ago

વડોદરા: 5 કરોડનો નવો રોડ ખોદી નખાતા વિવાદ; મદ્રાસ ભવનના સંચાલકો સામે પાલિકાની લાલ આંખ

Vadodara4 hours ago

વડોદરા: એટીએમમાં પતરાની પટ્ટી લગાવી પૈસાની ચોરી! સ્ટેટ બેંકના એટીએમમાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ

Vadodara5 hours ago

વડોદરા: કમાટીબાગમાં સ્વચ્છતા માટે કડક નિયમો; પ્રવાસીઓ પાસેથી પાન-મસાલા જમા લેવાયા, પાણીની બોટલ માટે મંજૂરી

Karjan-Shinor1 day ago

પોલીસનો પીછો, ચાલક ફરાર: 8,250 દારૂની બોટલો સાથે કુલ રૂ. 25.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 days ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia1 week ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli2 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara4 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra4 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara4 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Trending