Connect with us

Vadodara

સત્તાપક્ષના નેતાઓની હાજરીમાં સ્થાનિકોએ ઘરોમાં પાણી નહીં ભરાવવાની બાંહેધારી માંગી

Published

on

  • આખી રાત બાળકોને લઇને બેસી રહેવું પડે છે. ચોમાસુ આવી રહ્યું છે, એટલે જ અમે ઉતાવળી કરી રહ્યા છે – પીડિત સ્થાનિક
  • કારેલીબાગમાં કાર્યક્રમ બાદ સ્થાનિકોએ નેતાઓ જોડે જવાબ માંગ્યો
  • પાણી ભરાઇ જવાની સમસ્યા આ વખતે નહીં સર્જાય તેવા સવાલો પુછતા કોર્પોરેટરે વીડિયો બતાવ્યો
  • 500 ઘરોમાં પાણી ભરાઇ જવાથી નુકશાન વેઠવું પડતું હોવાનું સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું
  • લોકોના ઘરમાં પાણી ના ભરાય તે માટેના જ આ આયોજન કરાયું હોવાનું શાસક પક્ષના નેતાઓ જણાવ્યું

આજે વડોદરા ના કારેલીબાગ વિસ્તારના આનંદ નગર પાસે જળશક્તિ અભિયાન અંતર્ગત સ્પોન્જ પોન્ડનું ઉદ્ધાટન અને હોમ કંમ્પોસ્ટ કીટ નું વિતરણ કાર્ય રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોની સહિતના કોર્પોરેટરો તથા અગ્રણીઓ હાજર હતા. કાર્યક્રમ પતી ગયા બાદ સ્થાનિકો દ્વારા BJP કોર્પોરેટરો સમક્ષ આ વખતે ઘરોમાં પાણી નહીં આવે તેવી બાંહેધારી માંગવામાં આવી હતી. જેની સામે નેતાઓ કોઇ નક્કર જવાબ આપી શક્યા ન્હતા. નોંધનીય છે કે, આનંદ નગર નીચાણવાળું હોવાથી પાણી ભરાઇ જવાની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત છે. જેના કારણે તેમને વર્ષો વર્ષ નુકશાન પણ થઇ રહ્યું છે.

સ્થાનિકે મીડિયા સમક્ષ બળાપો ઠાલવતા કહ્યું કે, અમારી સોસાયટીમાં 500 થી વધુ મકાનો આવેલા છે. ચૂંટણી આવે છે ત્યારે બધાય આવે છે. પાણી ભરાય ત્યારે કોઇ આવતું નથી. લાઇન ચોકઅપ છે, પાણી જવાનો કોઇ રસ્તો નથી. અમે રજુઆત કરીએ ત્યારે કોઇ આવતું નથી. હમણાં કાર્યક્રમ છે, એટલે બધા આવ્યા છે. વર્ષ 2019 માં ફૂલ પાણી ભરાયું હતું, મીડિયાની મદદથી અમને સહાય મળી હતી. અમારી માંગણી છે કે, અમે કોઇ પક્ષનો વિરોધ નથી, અમને માત્ર બાંહેધારી આપવામાં આવે કે, આ વખતે અમારે ત્યાં પાણી નહીં આવે.

સ્થાનિક મહિલાએ ઉમેર્યું કે, અમારે ત્યાં પાણી આવે ત્યારે કોઇ જોવા આવતું નથી. આગળની લાઇન ચોકઅપ છે, પરમ દિવસે રાત્રે અઢી વાગ્યા સુધી અમે પરેશાન થયા હતા. આગળ પાણી જતું જ નથી. તેઓ કરી આપે તો સારૂ, આખી રાત બાળકોને લઇને બેસી રહેવું પડે છે. ચોમાસુ આવી રહ્યું છે, એટલે જ અમે ઉતાવળી કરી રહ્યા છે. પાણીમાં અમારૂ અનાજ પણ બદલાય છે. અમારી પર ઘણું વર્તે છે.

ભાજપના કોર્પોરેટર બંદીશ શાહે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ ભાઇના આરોપો સામે મારી પાસે વીડિયો છે. રાત્રે એક વાગ્યે મેં આ વીડિયો લીધો છે. મેં જાતે આવીને કામ કર્યું છે, આ પ્રયાસો તેમની માટે જ કરી રહ્યા છીએ. સાથે બે ચેમ્બર પણ બનાવી છે. આ વખતે મહદઅંશે પાણી નહીં ભરાય તેવો પ્રયાસ કર્યો છે. તેઓ કહે છે, કોઇ નથી આવતું, પરંતુ મેં રાત્રે એક વાગ્યે આવીને કામ કરાવ્યું છે. તેઓ આરોપ લગાવી રહ્યા છે, તેમને તકલીફ પડે છે, અને અમે પ્રયત્નો કરીએ છીએ બંને હકીકત છે. સુખદ સમાધાન માટે અમે લાઇન મંજુર કરાવી છે, લાઇન નવી પણ નાંખી છે, હાલની લાઇનને અમે સાફ પણ કરાવીશું.

પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલે કહ્યું કે, વર્ષો જુની લાઇનના કેપેસીટી ઓછી છે, જેથી પાણી જવામાં મોડું થાય છે. તેમની માટે જ અમે આ સ્પોન્જ પોન્ડ બનાવ્યો છે. આ કામગીરીનું પરિણામ આવતા પહેલા તેમને દહેશત છે, બીક છે, વરસાદનો ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે. આ વિસ્તાર નિચાણવાળો છે, સુરજ તળાવ પર આનંદ નગર બન્યું છે. પાણી વધુ જમીનમાં ઉતરે તે રીતનું કામ કર્યું છે. આગળ પણ રેઇન વોટર હાર્વેસ્ટીંગના પોઇન્ટ તૈયાર કર્યા છે. વરસાદી ચેનલના કામનું ટેન્ડર છ વખત કરવામાં આવ્યું હતું. કોઇએ ભર્યું નથી. ફરી એક વખત તે પ્રક્રિયા હાથ ઘરવામાં આવનાર છે.

Continue Reading
Gujarat5 hours ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Gujarat13 hours ago

વડોદરાની યુવતીને મુંબઈની હોટલમાં બોલાવી ડ્રગ્સ અને દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ, 5 સામે ગુનો દાખલ

Vadodara14 hours ago

વડોદરામાં APK ફાઈલ દ્વારા સાયબર ઠગાઈનો નવો પેંતરો: PM આવાસ યોજનાના નામે ફોન હેક કરવાની કોશિશ નિષ્ફળ

Vadodara1 day ago

જીલ્લા ભાજપ સંગઠનની ભેદી ચૂપકીદી વચ્ચે બરોડા ડેરીમાં ભાજપના જ ડિરેક્ટર વિપક્ષની ભૂમિકામાં આવ્યા!

Savli2 days ago

સાવલીના પોઇચા (રા) ખાતે આવેલી એવિડ કંપનીમાં ગંભીર અકસ્માત: ક્રેનમાંથી પ્લાયવુડની પ્લેટ પડતા શ્રમિકનું કરુણ મોત

Vadodara3 days ago

વડોદરામાં રખડતા શ્વાનના ત્રાસ સામે તંત્રની સક્રિયતા: વર્લ્ડ રેબિસ ડે અગાઉ શ્વાનોના રસીકરણની વિશેષ ઝુંબેશ

Vadodara4 days ago

નાગરિકોનો આક્રોશ – “દુનિયાને શિખવાડતા પહેલા પોતે અનુસરો”: વેરો વસૂલતું તંત્ર પોતાની આસપાસ સફાઈ રાખવામાં કેમ નિષ્ફળ?

Vadodara5 days ago

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રહસ્યમય મો*ત: સોમાતળાવ વિસ્તારમાંથી ઉત્તરપ્રદેશના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃ*તદેહ મળ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat5 hours ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Trending