- ઇલેક્શન પીટીશનમાં કાયદાનો બાધ નડતો હોય તેમજ તે કાયદાના પ્રસ્થાપિત ધોરણો વિરૂદ્ધની હોવાની હકીકતોને કોર્ટે ધ્યાને રાખી
વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી ઐતિહાસીક મતોથી ચૂંટાઇને આવ્યા છે. ચૂંટણી દરમિયાન તેમણે રજુ કરેલા સોગંદનામાની ખરાઇ કરીને તેને મંજૂર કરવામાં આવ્યું હતું. બાદમાં એક પ્રતિસ્પર્ધિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વિવિધ મુદ્દાઓને લઇને ડો. હેમાંગ જોષી વિરૂદ્ધ એક પીટીશન ફાઇલ કરવામાં આવી હતી. જેની સુનવણી દરમિયાન આજે આ પીટીશનને ગુજરાત હાઇકોર્ટે નામંજુર કરી છે. જેને કારણે ડો. હેમાંગ જોષીને મોટી રાહત થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
લોકસભાની ચૂંટણી દરમિયાન ડો. હેમાંગ જોષી દ્વારા ભરવામાં આવેલું નામાંકન સંબંધિત કોઇ તકરાર સામે આવી ન્હતી. અને ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ મંજુર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડો. હેમાંગ જોષી ઐતિહાસીક મતોથી ચૂંટાઇને આવ્યા છે. જો કે, તે બાદ તેમના એક પ્રતિસ્પર્ધિ ઉમેદવાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ડો. હેમાંગ જોષી વિરૂદ્ધ એક પીટીશન ફાઇલ કરવામાં આવી હતી. જેમાં ડો. શબ્દનો ઉપયોગ ના કરી શકાય, ઇવીએમ મશીન, વોટનો રેશીયો વગેરે બાબતે ધી રીપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ – 1951 હેઠળ પીટીશન ફાઇલ કરાઇ હતી.
આ મામલે ચાર થી પાંચ મુદતો દરમિયાન સુનવણી કરાઇ હતી. દરમિયાન આજે 12, ડિસે.ના રોજ ગુજરાત હાઇકોર્ટે આ પીટીશન નામંજુર કરી છે. ઇલેક્શન પીટીશનમાં કાયદાનો બાધ નડતો હોય તેમજ ઇલેક્શન પીટીશન કાયદાના પ્રસ્થાપિત ધોરણો વિરૂદ્ધની હોવાની હકીકતોનો ગુજરાત હાઇકોર્ટે ધ્યાને રાખીને ડો. હેમાંગ જોષી વિરૂદ્ધ જુદા જુદા આરોપો કરતી પીટીશન રદ્દ કરી છે. જેને લઇને ડો. હેમાંગ જોષી માટે આજે રાહતના સમાચાર આવ્યા છે.