Connect with us

Vadodara

વડોદરા કોર્પોરેશનમાં ‘ક્રિકેટ કીટ’ મુદ્દે ખેલાયો જંગ: મેયર અને ડેપ્યુટી મેયર સામસામે

Published

on

વડોદરા મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને ખર્ચના વિવાદો તો અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ આ વખતે વિવાદ ક્રિકેટના મેદાન સુધી પહોંચ્યો છે. ભાવનગરમાં યોજાનારી મેચ પહેલા ખેલાડીઓની કીટ ખરીદવા બાબતે મેયર અને ડેપ્યુટી મેયર વચ્ચે એવી તે ભાંજગડ થઈ કે છેક શહેર ભાજપ પ્રમુખે દખલગીરી કરવી પડી. જુઓ આ ખાસ અહેવાલ.

વડોદરા કોર્પોરેશનની ચૂંટાયેલી અને વહીવટી પાંખની ટીમ ક્રિકેટ રમવા માટે ભાવનગર પહોંચી છે. અંદાજે 40 જેટલા ખેલાડીઓ અને મેનેજરની આ ટીમ માટે ક્રિકેટ કીટની ખરીદીનો મામલો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વિવાદ ત્યારે સર્જાયો જ્યારે ડેપ્યુટી મેયરે મેયરના સૂચનને અવગણીને પોતાની મનસ્વી રીતે કીટની સામગ્રી વધારી દીધી.

🧐 મુખ્ય મુદ્દાઓ જે વિવાદનું કારણ બન્યા:

  • મેયરનું સૂચન: દરેક ખેલાડીને 2 જોડી યુનિફોર્મ અને 1 જોડી શૂઝ આપવા.
  • ડેપ્યુટી મેયરનો ‘અતિ ઉત્સાહ’: મેયરના હોદ્દાની ગરિમા જાળવ્યા વગર 3 જોડી યુનિફોર્મ, 2 જોડી શૂઝ અને સ્પોર્ટ્સ બેગ આપવાનું નક્કી કરી નાખ્યું.
  • ખર્ચનો અંદાજ: આ મનસ્વી નિર્ણયને કારણે કોર્પોરેશનની તિજોરી પર લાખો રૂપિયાનો વધારાનો બોજ પડવાની શક્યતા હતી.

આ મામલે વિવાદ વકરતા આખરે મામલો શહેર ભાજપ પ્રમુખ સુધી પહોંચ્યો હતો. શહેર પ્રમુખની મધ્યસ્થી બાદ અંતે મેયરના મૂળ સૂચન મુજબ જ કીટ આપવાનું નક્કી કરાયું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મહિલા મેયર હોવા છતાં ડેપ્યુટી મેયર અને અન્ય મહિલા કોર્પોરેટરો દ્વારા હોદ્દાની મર્યાદા ન જાળવવાના કિસ્સા પ્રદેશ કક્ષાએ પહોંચી ચૂક્યા છે.
ગયા વર્ષનો ખર્ચ એક નજર (ગ્રાફિક્સ પ્લેટ):
કોર્પોરેશનમાં રમત-ગમતના નામે થતો ખર્ચ હંમેશા વિવાદમાં રહ્યો છે.

ગયા વર્ષના આંકડા જોઈએ તો:

  • કુલ ખર્ચ: ₹15.28 લાખ (પ્રેક્ટિસ, નાસ્તો અને કીટ)
  • ચા-નાસ્તો (6 દિવસ): ₹84,250
  • જમવાનો ખર્ચ (5 દિવસ): ₹53,200
  • સ્પોર્ટ્સ કીટ (BS સ્પોર્ટ્સ): ₹12.44 લાખ

🫵એક તરફ જ્યારે વડોદરાના નાગરિકો પ્રાથમિક સુવિધાઓ અને ટેક્સના નાણાંના સદુપયોગની આશા રાખે છે, ત્યારે સત્તાધારી પક્ષના પદાધિકારીઓ વચ્ચે ‘કોણ વધુ ખર્ચ કરે’ તેવી હોડ જામી હોય તેમ લાગી રહ્યું છે. મેયરની સૂચનાને બાજુ પર મૂકી ખેલાડીઓને ખુશ કરવાનો ડેપ્યુટી મેયરનો આ પ્રયાસ ભાજપના આંતરિક જૂથવાદને પણ સપાટી પર લાવી રહ્યો છે.

Continue Reading
Gujarat3 hours ago

ગુજરાત : ₹1.21 કરોડની નકલી દવાઓ ઝડપાઈ; વડોદરા-અમદાવાદમાં તંત્રના દરોડાથી ફફડાટ

Vadodara4 hours ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara4 hours ago

વડોદરા : કાળઝાળ ગરમી વચ્ચે ગભરામણ થતા વૃદ્ધનું મોત; પુત્રએ CPR આપ્યું પણ પિતાનો જીવ ન બચી શક્યો

Vadodara5 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Savli6 hours ago

સાવલીના પરથમપુરા ગામમાં હાહાકાર: ગેસ વિસ્ફોટમાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી; પોલીસ ઘટનાસ્થળે

Vadodara6 hours ago

વડોદરા: પાણીગેટમાં બંધ મકાનનું તાળું તોડનાર તસ્કર ઝડપાયો; પોલીસે ₹1.68 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

Vadodara7 hours ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Savli22 hours ago

ગરીબોના અનાજ પર કોની તરાપ? સાવલીના રાણીયા ગામમાં 8 મહિનાથી રાશન ગાયબ; દુકાનદારની દાદાગીરીથી ગ્રામજનોમાં રોષ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 hours ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara5 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara7 hours ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Vadodara3 days ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara5 days ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Vadodara1 week ago

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Gujarat2 weeks ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara3 weeks ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Trending