Connect with us

National

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત : વડોદરાના બે યુવકો સહિત પાંચના કરુણ મોત

Published

on

મધ્યપ્રદેશના રતલામ નજીક, ભીમપુરા ગામ પાસે માહી નદીના પુલ પરથી એક કાર નદીમાં પડી ગઈ.

  • કારમાં કુલ પાંચ લોકો હતાં, જેમમાંથી બે વડોદરાના અને ત્રણ મુંબઈના છે.
  • ડ્રાઇવરનો ઝોકું આવી જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રેલિંગ તોડી કાર નદીમાં ખાબકી.
  • મૃતકોના નામ: ખાલીસ ચૌધરી (વડોદરા), અબ્દુલ ગુલામ (વડોદરા), દુર્ગેશ પ્રસાદ (ડ્રાઈવર, મુંબઈ), દાનિશ ચૌધરી (મુંબઇ, 15), ગુલામ રસૂલ (મુંબઇ, 70).

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આજે સવાર મધ્યપ્રદેશના રતલામ નજીક અકસ્માતની દહેશતજનક ઘટના બની. ભીમપુરા ગામ પાસે માહી નદીના પુલ પરથી એક કાર બેફામ થઈ નદીમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર પાંચેય લોકોના મોત થયા છે, જેમાં વડોદરાના બે યુવકોનો પણ સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કાર મુંબઈ તરફ જઈ રહી હતી. વહેલી સવારે કાર પુલ પરથી પસાર થતી વખતે ડ્રાઇવરને અચાનક ઝોકું આવી જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યું અને કાર રેલિંગ તોડીને સીધી નદીમાં ખાબકી ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર તમામ લોકોએ ઘટનાસ્થળે જ પ્રાણ ગુમાવ્યા.મૃતકોની ઓળખ ખાલીસ ચૌધરી અને અબ્દુલ ગુલામ (બન્ને વડોદરા), દુર્ગેશ પ્રસાદ (ડ્રાઈવર, 35, મુંબઈ), દાનિશ ચૌધરી (15, મુંબઈ) અને ગુલામ રસૂલ (70, મુંબઈ) તરીકે થઈ છે.

આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી. તમામ મૃતદેહોને નદીમાંથી બહાર કાઢી રતલામ મેડિકલ કોલેજ મોકલાયા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ પાંચેયના મોતથી વડોદરા અને મુંબઈના પરિવારોમાં શોકની છાયા છવાઈ ગઈ છે.

Vadodara22 minutes ago

અભાવમાં પણ પ્રભાવ: વડોદરાના મધ્યમવર્ગીય પરિવારોના સંતાનોએ સીએ ફાઈનલમાં ગાડ્યું નિશાન.

Karjan-Shinor56 minutes ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Padra1 hour ago

સહકારી ક્ષેત્રના ‘ચાણક્ય’ની જીત: 5 ધારાસભ્યોનું જોર પડ્યું નબળું, દીનુ મામા ફરી મેદાન મારી ગયા.

Vadodara2 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

National23 hours ago

જમ્મુ-કાશ્મીર: પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી; ભારતીય સેનાના જવાનોનું તાબડતોબ ફાયરિંગ

Vadodara23 hours ago

વડોદરાના ગોત્રીમાં બિલ્ડરનું પાપ છાપરે ચઢીને પોકાર્યું; ‘તક્ષશિલા-2’ ના 80 પરિવારો ન્યાય માટે પોલીસને શરણે!

Vadodara24 hours ago

ન્યૂઝીલેન્ડ જવાના સપના રોળાયા; ભરૂચના યુવક સાથે ₹21 લાખની છેતરપિંડી

Vadodara1 day ago

વડોદરાની વોર્ડ વિઝાર્ડ કંપનીમાં ₹28.47 કરોડનું કૌભાંડ; નાસતા ફરતા CEO ડો. સંતોષ ગઢવીની અમદાવાદથી ધરપકડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor56 minutes ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara2 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli6 days ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara2 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending