Connect with us

Vadodara

ઈકો-ફ્રેન્ડલી ઈન્દિરાનગર કોયલી પ્રાથમિક શાળાને ‘સક્ષમ શાળા’ પુરસ્કાર એનાયત કરાયો

Published

on

શાળાનું સ્વચ્છતા તથા પર્યાવરણ સંવર્ધન ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા કક્ષાએ સન્માનિત કરાઈ

  • શાળાને તાલુકા કક્ષાએ ‘સક્ષમ શાળા’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
  • શાળા ના આચાર્ય કહ્યું“અમે ‘એક બાળક, એક છોડ’નો ખ્યાલ શરૂ કર્યો છે.
  • જ્યારે ખાનગી શાળાઓના બાળકો પણ અહીં પ્રવેશ લઈ રહ્યા છે.

વડોદરાની ઈકો-ફ્રેન્ડલી ઈન્દિરાનગર કોયલી સરકારી પ્રાથમિક શાળાને તાલુકા કક્ષાએ ‘સક્ષમ શાળા’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ શાળાએ સ્વચ્છતા, હરિયાળી, પાણી વ્યવસ્થાપન, સ્વચ્છતા, આરોગ્ય, સલામતી, ઊર્જા, અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના અનેક માપદંડોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

૧૯૮૫માં સ્થાપિત આ શાળા ધોરણ ૮ સુધીના ૩૨૯ વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે, જેમાંથી મોટાભાગના આર્થિક રીતે નબળા વર્ગના છે. શાળાના આચાર્ય રાકેશ પટેલે ૨૦૧૪માં આ શાળાની જવાબદારી સંભાળી અને તેને બાળ-મૈત્રીપૂર્ણ તેમજ પ્રકૃતિમય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

શાળામાં બાળકોને માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ ટકાઉ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણનું શિક્ષણ પણ આપવામાં આવે છે. આ અંગે શાળાના આચાર્ય રાકેશ પટેલે જણાવ્યું કે, “અમે ‘એક બાળક, એક છોડ’નો ખ્યાલ શરૂ કર્યો છે અને વિદ્યાર્થીઓને તેમના જન્મદિવસ પર છોડનું વિતરણ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. અમે તેમને જીવનમાં વૃક્ષોના મહત્વ વિશે સમજાવીએ છીએ.

આ સાથે આ શાળામાં અનેક અનોખી અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ સુવિધાઓ છે, જેમાં વર્મીકમ્પોસ્ટિંગ, વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા, વીજળીનો વપરાશ ઘટાડવા માટે ૩.૫ KV નો સોલાર પેનલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ઓર્ગેનિક ખેતી, પ્લાસ્ટિક-મુક્ત કેમ્પસ સહિત અનેક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.

આ શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, લાઈબ્રેરી, અને સ્વચ્છ પાણી માટે RO સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ પણ છે. અહીંના વિદ્યાર્થીઓ માટે ડ્રોપઆઉટ રેટ શૂન્ય છે, અને ખાનગી શાળાઓના બાળકો પણ અહીં પ્રવેશ લઈ રહ્યા છે.

આ શાળા સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપે છે. આ અંગે આચાર્યશ્રીએ જણાવ્યું કે, “અમે વિદ્યાર્થીઓને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહિત કરીએ છીએ. જન્મદિવસ પર વિદ્યાર્થીઓ સાબુ ભેટ તરીકે લાવે છે, જેનો ઉપયોગ હાથ ધોવા માટે થાય છે.

અહીં, ‘રામ હાટ’ નામની એક અનોખી વ્યવસ્થા છે જ્યાં વિદ્યાર્થીઓ સ્ટેશનરી ખરીદી શકે છે, અને ‘ખોયા પાયા’ સ્ટેન્ડ પણ છે. પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે કરુણા કેળવવા વિદ્યાર્થીઓ દ્વારા પક્ષીઘર અને પાણીના વાસણો પણ મૂકવામાં આવ્યા છે.

ક્લાયમેટ એક્શન અને રાજ્ય સ્તરે સન્માન
ઈન્દિરાનગર કોયલી પ્રાથમિક શાળાને “સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ” દ્વારા ક્લાયમેટ ચેન્જ પ્રવૃત્તિઓ માટે રાજ્ય સ્તરે પણ સન્માનિત કરવામાં આવી છે. HCL ફાઉન્ડેશન અને CEE દ્વારા શરૂ કરાયેલા “જનરેશન ફોર ક્લાયમેટ એક્શન (GenCAN)” કાર્યક્રમમાં ભાગ લઈને, શાળાના વિદ્યાર્થીઓએ તેમના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો.

આ શાળા માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સામાજિક જવાબદારીના પાઠ પણ શીખવે છે, જે તેને અન્ય સરકારી શાળાઓથી અલગ પાડે છે.

Vadodara1 hour ago

વડોદરા: માણેજામાં જુગારધામ પર પોલીસનો સપાટો; 1.01 લાખના મુદ્દામાલ સાથે 8 જુગારીઓ ઝડપાયા

Waghodia2 hours ago

વડોદરા: વાઘોડિયામાં પોલીસ રેઈડમાં 2.68 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો; એક બુટલેગરની ધરપકડ

Vadodara2 hours ago

વડોદરા: 5 કરોડનો નવો રોડ ખોદી નખાતા વિવાદ; મદ્રાસ ભવનના સંચાલકો સામે પાલિકાની લાલ આંખ

Vadodara3 hours ago

વડોદરા: એટીએમમાં પતરાની પટ્ટી લગાવી પૈસાની ચોરી! સ્ટેટ બેંકના એટીએમમાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ

Vadodara4 hours ago

વડોદરા: કમાટીબાગમાં સ્વચ્છતા માટે કડક નિયમો; પ્રવાસીઓ પાસેથી પાન-મસાલા જમા લેવાયા, પાણીની બોટલ માટે મંજૂરી

Karjan-Shinor1 day ago

પોલીસનો પીછો, ચાલક ફરાર: 8,250 દારૂની બોટલો સાથે કુલ રૂ. 25.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Vadodara1 day ago

વડોદરા: ડભોઈ રોડ પર પાણી માટે ‘માટલા ફોડ’ વિરોધ! શાંતિનગરના રહીશોની તંત્ર સામે લાલ આંખ; 8 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા

Vadodara2 days ago

વડોદરા: વાઘોડિયા રોડ પર લોહિયાળ ઝઘડો! ઝઘડો છોડાવવા ગયેલા કેટરિંગ સંચાલક યુવાનનો કાન કરડી ખાધો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 days ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia1 week ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli2 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara4 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra4 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara4 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Trending