Connect with us

Vadodara

શું પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલે જય રણછોડે પોલીસ ફરિયાદનો સ્ટંટ કર્યો?,ઘરે આવેલા વ્યક્તિઓની ઓળખ થઇ

Published

on

  • ગેરસમજ કે સ્ટંટ? અજાણ્યા શખ્સો ગણાવી પોલીસમાં અરજી કરનાર કલ્પેશ પટેલના ઘરે આવેલા વ્યક્તિઓની ઓળખ થઈ.
  • ભાજપનું જ કનેક્શન: સીસીટીવીમાં દેખાતા શખ્સોમાં વાઘોડિયા તાલુકા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ પર્વ કાપડિયા સામેલ.
  • પોતે જ બોલાવ્યા હતા: પર્વ કાપડિયાનો દાવો – “કલ્પેશ પટેલે જ અમને મળવા માટે બોલાવ્યા હતા.”
  • રાજકીય ગરમાવો: પોતાના જ પક્ષના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ આપતા કલ્પેશ પટેલની સુરક્ષા અને ડર અંગે અનેક સવાલો.

વડોદરા: વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગઈકાલે વોર્ડ નંબર ૧૮ના પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલ (જય રણછોડ) ના ઘરે અજાણ્યા શખ્સો ઘૂસ્યા હોવાની જે ફરિયાદ થઈ હતી, તેમાં આજે મોટો અને આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. જેમને ‘શંકાસ્પદ’ અને ‘અજાણ્યા’ ગણાવીને પોલીસમાં અરજી કરવામાં આવી હતી, તેઓ વાસ્તવમાં ભાજપના જ હોદ્દેદારો હોવાનું સામે આવ્યું છે.

શું છે સમગ્ર મામલો?

ગઈકાલે કલ્પેશ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ સાથે લેખિત રજૂઆત કરી હતી કે, ત્રણ અજાણ્યા શખ્સોએ તેમના ઘરની રેકી કરી છે અને તેમનો પરિવાર સુરક્ષિત નથી. જોકે, પોલીસ તપાસ અને ઓળખ વિધિ દરમિયાન સામે આવ્યું છે કે સીસીટીવીમાં દેખાતી ત્રણ વ્યક્તિઓ પૈકી એક વાઘોડિયા તાલુકા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ પર્વ કાપડિયા છે.

🧐આરોપી નહીં, મહેમાન?

પર્વ કાપડિયાએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, કલ્પેશ પટેલ દ્વારા જ તેઓને મળવા માટે બોલાવવામાં આવ્યા હતા અને તેઓ કોઈ અજાણ્યા શખ્સો નથી. આ ખુલાસા બાદ હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જો કલ્પેશ પટેલે જ આ લોકોને બોલાવ્યા હતા, તો પછી તેમણે પોલીસમાં ‘અજાણ્યા શખ્સો’ ગણાવીને ફરિયાદ કેમ કરી? શું આ માત્ર એક ગેરસમજ હતી કે પછી જાણી જોઈને કરવામાં આવેલો કોઈ ‘પબ્લિસિટી સ્ટંટ’?

🗣️ચર્ચાનો વિષય:

ભાજપના જ નેતાઓ અને કાર્યકરો એકબીજાને મળવા જાય અને તેમાં પોલીસ સુધી વાત પહોંચે તેવી સ્થિતિ કેમ નિર્માણ પામી તે હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. શું કલ્પેશ પટેલને કોઈ અન્ય વ્યક્તિનો ડર સતાવી રહ્યો છે કે જેના કારણે તેમણે પોતાના જ પક્ષના સાથીઓ સામે પોલીસ ફરિયાદની નોબત આવી? આ સમગ્ર ઘટનાક્રમ બાદ માંજલપુર પોલીસ પણ હવે અરજીની સત્યતા તપાસી રહી છે.

🫵જોકે ભાજપના જ કોઈ વ્યક્તિ મળવા આવે અને કલ્પેશ પટેલે પોલીસ પાસે દોડી જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ કેમ થયું તે એક પ્રશ્ન છે. શું કલ્પેશ પટેલને અન્ય કોઈ વ્યક્તિ ડર છે? એ તપાસનો વિષય છે.આ અંગે કલ્પેશ પટેલનો ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છતાંય તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

Continue Reading
Gujarat7 minutes ago

મિડલ ઈસ્ટ યુદ્ધની સીધી અસર: ગુજરાતના 5500થી વધુ કન્ટેનરો ખાડીના બંદરો પર અટવાયા, નિકાસકારોને અબજોનું નુકસાન

Vadodara24 minutes ago

શું પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલે જય રણછોડે પોલીસ ફરિયાદનો સ્ટંટ કર્યો?,ઘરે આવેલા વ્યક્તિઓની ઓળખ થઇ

International1 hour ago

ન્યૂયોર્ક એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના: રનવે પર એર કેનેડાનું પ્લેન ફાયર ફાઈટર ટ્રક સાથે અથડાયું, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

Vadodara14 hours ago

દુબઈથી ચાલતા ઓનલાઇન જુગારના રેકેટનો વડોદરા તાલુકા પોલીસે કર્યો પર્દાફાશ, 16 મોબાઈલ સાથે 5 શખ્સો જેલ ભેગા

Vadodara15 hours ago

વડોદરા: તબીબને હનીટ્રેપમાં ફસાવી ₹6.10 લાખ પડાવનાર ટોળકી હજુ પણ ફરાર,પોલીસની તપાસ તેજ

Vadodara1 day ago

વડોદરા: કરચિયા રેલવે યાર્ડમાં ફરજ દરમિયાન કર્મચારીને જોરદાર કરંટ લાગ્યો, ગૌતમ સોલંકીની હાલત અતિ નાજુક

International2 days ago

વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈઝરાયેલનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો, ભયંકર તબાહી

Savli2 days ago

સાવલી: મોટાપુરા ગામે ખેતરમાં પાણીની નેટમાં ફસાયો મગર, “લાઇફ વિથ વાઇલ્ડલાઇફ” ટીમે કર્યું સફળ રેસ્ક્યુ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara4 days ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Vadodara5 days ago

વડોદરા: ‘કાગળ પર સ્ટોક પૂરતો, પણ બજારમાં અછત’, ગેસ માટે વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ મજબૂર

Vadodara7 days ago

વડોદરાના નાગરવાડામાં ટ્રિપલ અકસ્માત: નશામાં ધૂત રિક્ષા ચાલકે પિતા-પુત્રને ઉડાવ્યા.

Vadodara1 week ago

ગલીએ-ગલીએ ‘નવા ડોન’નો ઉદય: મકરપુરા અને બરોડા ડેરી પાસે મારામારીના દ્રશ્યોથી ભયનો માહોલ.

Vadodara1 week ago

વડોદરામાં ખાખી પર હુમલો: કારેલીબાગમાં ઝઘડો શાંત કરાવવા ગયેલી પોલીસ પર હિંસક હુમલો.

Vadodara1 week ago

વડોદરામાં ઘરકંકાસે લીધો પત્નીનો જીવ! બરાનપુરામાં પતિએ જ કરી પત્નીની ઘાતકી હત્યા.

Vadodara1 week ago

તેરી ભારત સરકાર કી…**** ભારત સરકાર લખેલી કારના ચાલકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો

Trending