Connect with us

Vadodara

વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીનું મોત: ખટંબા ડ્રેનેજ કાંડના આરોપી જયેશ પંડ્યાનું ગભરામણ બાદ નિધન,પરિવારજનોમાં આક્રોશ

Published

on

  • ઘટના: જેલમાં અંડરટ્રાયલ આરોપી જયેશ પંડ્યાનું ગભરામણથી મોત.
  • આરોપ:વરણામા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 105 (માનવવધ) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
  • દુર્ઘટનાની વિગત: નવેમ્બર 2022 માં ખટંબામાં ડ્રેનેજ સફાઈ દરમિયાન ગેસની અસરથી બે શ્રમિકોના મોત થયા હતા.
  • તપાસ: સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ પોલીસ આકસ્મિક મોતનો ગુનો નોંધી જેલમાં થયેલા મોતના કારણો તપાસશે.

વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના એક આરોપીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. હરણી રોડના રહેવાસી 63 વર્ષીય જયેશભાઈ પંડ્યા, જેઓ ખટંબા ખાતે બે શ્રમિકોના મોત મામલે જેલમાં હતા, તેમનું આજે ગભરામણ થયા બાદ સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ જેલ અને પોલીસ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

ગત 2 માર્ચના રોજ વરણામા પોલીસે જયેશભાઈ પંડ્યાની ધરપકડ કરી હતી અને 5 માર્ચથી તેઓ જેલમાં હતા. આજે સવારે રૂટિન ચેકઅપ બાદ અચાનક તબિયત બગડતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે જયેશભાઈને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલો ખટંબા ખાતે બનેલી એક દુર્ઘટના સાથે જોડાયેલો છે. વુડા (VUDA) ના ડ્રેનેજ પ્રોજેક્ટમાં પેટા કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના કોઈ પણ સાધનો વિના બે કામદારો – અક્ષય ભાભોર અને વિપુલ માંગરોલિયાને ગટરમાં ઉતારવામાં આવ્યા હતા. ગેસ ગળતરને કારણે ગૂંગળામણ થતા બંને આશાસ્પદ યુવાનોના કરૂણ મોત નીપજ્યા હતા.

(કોન્ટ્રાક્ટરોની બેદરકારીની કુંડળી)

  • મુખ્ય કોન્ટ્રાક્ટર: જયંતિ સુપર કન્સ્ટ્રક્શન (મહેસાણા) – શરતોનો ભંગ કરી પેટા કોન્ટ્રાક્ટ આપ્યો.
  • ​પેટા કોન્ટ્રાક્ટર: ગ્રીસ્વા ઇન્ફ્રા પ્રોજેક્ટ (અમદાવાદ) – સાધનો વિના કામદારોને મોતના મુખમાં ધકેલ્યા.
  • ​ગંભીર ક્ષતિ: માસ્ક, ઓક્સિજન સિલિન્ડર કે સેફ્ટી ગિયર વિના જ કામદારોને ગટરમાં ઉતારાયા હતા.

🧐એક તરફ શ્રમિકોના મોતે તંત્રની બેદરકારી ખુલ્લી પાડી હતી, ત્યારે હવે જેલમાં આરોપીના મોતે નવા સવાલો ઉભા કર્યા છે. શું જેલ પ્રશાસન દ્વારા તેમને સમયસર સારવાર મળી હતી? કે પછી આ મોતના તાર ક્યાંક અન્યત્ર જોડાયેલા છે? તે તો તપાસ બાદ જ બહાર આવશે.

    Continue Reading
    Vadodara8 hours ago

    વડોદરા: પ્રોહિબિશન અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 5 કુખ્યાત આરોપીઓ પાસા (PASA) હેઠળ જેલ હવાલે

    Savli9 hours ago

    વડોદરા: સાવલી પંથકમાંથી ગેરકાયદે યુરિયા ખાતરના જથ્થા સાથે એક ઝડપાયો, ચાર સામે ગુનો નોંધાયો

    Vadodara13 hours ago

    કાઉન્સિલર સાથે મારામારીનો આખરે ભાંડો ફૂટ્યો, માસ્ક મેન તરીકે પ્રચલિત શ્રેય પટેલે વિડીયો વાયરલ નહિ કરવા 50 લાખની ખંડણી માંગી

    Vadodara1 day ago

    વડોદરામાં વકરતી ટ્રાફિક અને દબાણની સમસ્યા ઉકેલવામાં VMC અને ટ્રાફિક પોલીસ નિષ્ફળ; 5 મહિના વીત્યા છતાં પાલિકાના આદેશો માત્ર કાગળ પર

    Vadodara1 day ago

    વડોદરામાં યુસુફ પઠાણ જમીન વિવાદ વચ્ચે નવો વળાંક: કલેક્ટર કચેરી સામે પીએમ મોદી અને હીરાબાના મ્યુઝિયમ માટે બેનર લાગ્યા

    Editor's Exclusive1 day ago

    છોટાઉદેપુર ભાજપે નવું ઉદાહરણ સેટ કર્યુ, એક વ્યક્તિને એકથી વધુ હોદ્દા સહીત પત્નીને પણ મેન્ડેટ અપાવ્યું

    Vadodara2 days ago

    કેનેડાથી પરત ફરેલા પુત્ર, આયુર્વેદિક ડોક્ટર પુત્રી અને માતાએ ટૂંકાવ્યું જીવન: આપઘાતનું ચોક્કસ કારણ અકબંધ

    Savli3 days ago

    સાવલી: આનંદીના મુવાડા ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતા કાચા રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા

    Vadodara2 years ago

    સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

    Vadodara2 years ago

    મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

    International2 years ago

    California Legislature Celebrates BAPS’ Golden Year in America

    Tech1 year ago

    ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

    Vadodara2 years ago

    માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

    City3 years ago

    ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

    Tech Fact1 year ago

    હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

    Tech1 year ago

    AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

    Gujarat1 month ago

    અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

    Gujarat1 month ago

    આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

    Vadodara2 months ago

    રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

    Chhotaudaipur2 months ago

    TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

    Vadodara2 months ago

    હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

    Vadodara3 months ago

    વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

    Vadodara3 months ago

    મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

    Chhotaudaipur3 months ago

    નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

    Trending