Connect with us

Dabhoi

વડોદરા ગ્રામ્ય પોલીસને મોટી સફળતા: ડભોઈ અને જરોદની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, ૨ રીઢા આરોપીઓ ઝડપાયા

Published

on

વડોદરા: જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા પોલીસ અધીક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા આપવામાં આવેલી “ઓપરેશન પરાક્રમ”ની સૂચના હેઠળ ડભોઈ પોલીસે મોટી સફળતા મેળવી છે.

શું હતો સમગ્ર મામલો?

ગઈ તારીખ ૨૪/૦૨/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના થુવાવી ગામે આવેલ લેક સીટીમાં અજાણ્યા ઇસમોએ અંદાજે ₹૩,૨૮,૦૦૦/- ની કિંમતના કોપર વાયરો અને પ્લમ્બિંગના સામાનની ચોરી કરી હતી. આ ગુનાની તપાસ માટે ડભોઈ પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી.

🚨પોલીસે કેવી રીતે ઓપરેશન પાર પાડ્યું?

તપાસ દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બાતમી મળી હતી કે અગાઉ ચોરીમાં પકડાયેલ મિલન ઉર્ફે રાહુલ રાઠવા તેના સાથીદાર સાથે શંકાસ્પદ સામાન લઈ સ્પલેન્ડર મોટરસાયકલ (GJ-17-CF-2015) પર બોડેલીથી ડભોઈ તરફ આવી રહ્યો છે. પોલીસે તરસાણા ફાટક પાસે વોચ ગોઠવી બંને ઇસમોને ઝડપી પાડ્યા હતા.

🧐ઝડપાયેલા આરોપીઓની વિગત

૧. મિલનભાઈ ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠવા: રહે. હાલોલ (મૂળ રહે. કવાંટ, છોટાઉદેપુર). આ આરોપી સામે અગાઉ ૧૯ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

૨. હેમંતભાઈ ઉર્ફે બટકો વચમનભાઈ પવાર: રહે. હાલોલ (મૂળ રહે. અજમેર, રાજસ્થાન). આ આરોપી સામે અગાઉ ૧૧ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

👉કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ કિંમત ₹૧,૯૮,૩૦૫/-)

  • ​આર.આર. કેબલના કોપર વાયરો અને ટેલિફોન વાયરો.
  • ​પ્લમ્બિંગનો સામાન (મેરોપોલ અને ડ્રાયવર્ટર).
  • એક સ્પલેન્ડર મોટરસાયકલ (GJ-17-CF-2015).
  • ​૨ મોબાઈલ ફોન.

✍️અન્ય ગુનાની કબૂલાત

પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન તેઓએ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારના કોટંબી ગામે આવેલ સાંઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ સાથે જ પોલીસે ડભોઈ અને જરોદ એમ બે પોલીસ સ્ટેશનના વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Continue Reading
Padra2 hours ago

પોલીસની માનવીય સંવેદના: પાદરા પોલીસે ટેક્નોલોજી અને AIની મદદથી મુક-બધિર બાળકને પરિવાર સાથે મિલાવ્યો

Madhya Gujarat4 hours ago

પાવાગઢમાં કુદરતી આફતનો કાળો કેર: ડુંગર પરથી પથ્થરો ગબડતા 2 યાત્રિકોના મોત, તંત્ર દોડતું થયું

Vadodara6 hours ago

વડોદરામાં પાણીનો પ્રોજેક્ટ વિવાદમાં: રૂટ બદલવા પાછળનું ગણિત શું? આશિષ જોષીએ દરખાસ્ત નામંજૂર કરવા કરી માંગ

Vadodara20 hours ago

ગાંધીનગર ગૃહ વિસ્તારમાં ડ્રેનેજ કામગીરીનો કકળાટ: 6 મહિનાથી વેઠતા રહીશોને હવે ગંદકી અને પાણીની સમસ્યા

Vadodara21 hours ago

શિક્ષકોનો અવાજ: TET મુક્તિની માંગ સાથે વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે શિક્ષકોનું ધરણા પ્રદર્શન

Vadodara22 hours ago

વારસિયામાં લોહિયાળ ખેલ: જૂની અદાવતમાં રોહિત શર્મા નામના યુવકને ત્રણ શખ્સોએ ઘેરીને લોહીલુહાણ કરી આરોપીઓ ફરાર

Vadodara23 hours ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara23 hours ago

નેશનલ હાઈવે-48 પર અકસ્માતનો સિલસિલો: ટ્રકની ટક્કરથી બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara23 hours ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara1 day ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara6 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara7 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara1 week ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Trending