Connect with us

Vadodara

શહેર PCB શાખાએ કારેલીબાગ, વાડી અને માંજલપુરમાં દરોડો પાડીને ત્રણ બુટલેગરોને ઝડપી પાડ્યા

Published

on

વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં શહેર પીસીબી શાખાની ટીમે દરોડો પાડીને વિદેશી શરાબના વેચાણ કરતા ત્રણ બુટલેગરોને ઝડપી પાડીને લાખોનો મુદ્દામાલ કબજે લીધો છે.

શહેરમાં ઠેર ઠેર પોલીસ વિભાગના નાક નીચે બુટલેગરો શક્રિય હોય છે. વિદેશી શરાબનો જથ્થો લાવીને શરાબીઓને ડીલીવરી કરતા બુટલેગરો સ્થાનિક પોલીસને ગાંઠતા નથી જેને કારણે અંતે પીસીબી શાખાએ દરોડા પાડીને બુટલેગરોને ઝડપી પાડવા પડે છે. પીસીબી શાખાએ આજે શહેરના કારેલીબાગ ,વાડી અને માંજલપુર એમ ત્રણ સ્થળે દરોડો પાડીને વિદેશી શરાબનું વેચાણ કરતી મહિલાઓ સહીત બુટલેગરને ઝડપી પાડ્યા છે.

27 ગુન્હા નોંધાયા હોવા છતાંય મહિલા વિદેશી શરાબનું વેચાણ કરતી હતી.
પ્રથમ કેસમાં પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે,કારેલીબાગ પોલીસ મથક હદ વિસ્તારમાં નાગરવાડા ચતુરભાઈની ચાલી પાસે લક્ષ્મીબેન સંજયભાઈ માળી દ્વારા વિદેશી શરાબનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે દરોડો પાડતા તેઓના મકાન માંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. કારેલીબાગ પોલીસ મથકમાં અત્યાર સુધી 27 વખત પ્રોહીબીશનના ગુન્હા નોંધાયા હોવા છતાય મહિલા દ્વારા વિદેશી શરાબનું વેચાણ કરવામાં આવતું હતું. પીસીબીએ સ્થળ પરથી ત્રણ હજારની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડીને મહિલા બુટલેગરની ધરપકડ કરીને પતિ સંજય સુરેશ માળીને વોન્ટેડ જાહેર કર્યો છે.

વાડી શનિદેવ મંદિર નજીક ચાલતો હતો શરાબનો વેપલો, વેચાણ માટે કમર્ચારીને નોકરીએ રાખ્યો
બીજા કેસમાં પીસીબી શાખાના જવાન વિજયરાવ તેમજ સિદ્ધરાજસિંહને બાતમી મળી હતી કે, વાડી શનિદેવ મંદિર પાસેના શાંતિકુંજ એપાર્ટમેન્ટમાં રહેતો  રાહુલ જોષી તેના મકાનમાં વિદેશી શરાબનો જથ્થો લાવીને મુકેલો છે. અને તેનો માણસ યશકુમાર રાજેશભાઈ મિસ્ત્રી શરાબનું છૂટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા અલગ અલગ મકાનોમાં મુકેલો વિદેશી શરાબનો જથ્થો હાથ લાગ્યો હતો. જયારે બુટલેગર રાહુલ જોષીને વોન્ટેડ જાહેર કરીને તેના કર્મચારી યશ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી હતી.

ખુલ્લા મેદાનમાં થેલો લઈને શરાબનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ
ત્રીજા કેસમાં પીસીબી શાખાની એક ટીમને બાતમી મળી હતી કે માંજલપુર પોલીસ મથકની હદમાં આવેલા વિશ્વામિત્રી ગણેશ નગર પાસે જ્યોત્સનાબેન ઠાકોર દ્વારા વિદેશી શરાબનો વેપલો કરવામાં આવી રહ્યો છે. અને હાલ તેઓ બે મીણીયા થેલામાં શરાબનો જથ્થો ભરીને પારસી પીસ્તાની દીવાલ પાસે વેચાણ કરી રહ્યા છે. જે બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી જ્યોત્સનાબેન ઠાકોર મળી આવ્યા હતા. પીસીબીની ટીમે તેઓ પાસેથી 42 નંગ શરાબની બોટલો કબજે લીધી હતી. જયારે તેઓના પતિ અશોકભાઈ ઠાકોરને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

Vadodara13 hours ago

ATM સાવધાન!: પતરાની પટ્ટી લગાવી પૈસા ચોરતી UPની ગેંગ ઝડપાઈ; વડોદરા પોલીસે કર્યો પર્દાફાશ

National16 hours ago

શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ: સોશિયલ મીડિયા સ્ટાર અભિજીત દીપકેનું મોટું એલાન; દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની તૈયારી

Vadodara16 hours ago

વડોદરા શિક્ષણ તંત્રની અનોખી પહેલ; નિવૃત્ત થયેલા 105 શિક્ષકોને નિવૃત્તિના દિવસે જ મળ્યા પેન્શનના દસ્તાવેજો

Vadodara17 hours ago

વડોદરા: માણેજામાં જુગારધામ પર પોલીસનો સપાટો; 1.01 લાખના મુદ્દામાલ સાથે 8 જુગારીઓ ઝડપાયા

Waghodia18 hours ago

વડોદરા: વાઘોડિયામાં પોલીસ રેઈડમાં 2.68 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો; એક બુટલેગરની ધરપકડ

Vadodara19 hours ago

વડોદરા: 5 કરોડનો નવો રોડ ખોદી નખાતા વિવાદ; મદ્રાસ ભવનના સંચાલકો સામે પાલિકાની લાલ આંખ

Vadodara19 hours ago

વડોદરા: એટીએમમાં પતરાની પટ્ટી લગાવી પૈસાની ચોરી! સ્ટેટ બેંકના એટીએમમાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ

Vadodara20 hours ago

વડોદરા: કમાટીબાગમાં સ્વચ્છતા માટે કડક નિયમો; પ્રવાસીઓ પાસેથી પાન-મસાલા જમા લેવાયા, પાણીની બોટલ માટે મંજૂરી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara4 days ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia1 week ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli2 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara4 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra4 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara4 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Trending