વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં શહેર પીસીબી શાખાની ટીમે દરોડો પાડીને વિદેશી શરાબના વેચાણ કરતા ત્રણ બુટલેગરોને ઝડપી પાડીને લાખોનો મુદ્દામાલ કબજે લીધો છે.
શહેરમાં ઠેર ઠેર પોલીસ વિભાગના નાક નીચે બુટલેગરો શક્રિય હોય છે. વિદેશી શરાબનો જથ્થો લાવીને શરાબીઓને ડીલીવરી કરતા બુટલેગરો સ્થાનિક પોલીસને ગાંઠતા નથી જેને કારણે અંતે પીસીબી શાખાએ દરોડા પાડીને બુટલેગરોને ઝડપી પાડવા પડે છે. પીસીબી શાખાએ આજે શહેરના કારેલીબાગ ,વાડી અને માંજલપુર એમ ત્રણ સ્થળે દરોડો પાડીને વિદેશી શરાબનું વેચાણ કરતી મહિલાઓ સહીત બુટલેગરને ઝડપી પાડ્યા છે.
Advertisement
27 ગુન્હા નોંધાયા હોવા છતાંય મહિલા વિદેશી શરાબનું વેચાણ કરતી હતી. પ્રથમ કેસમાં પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે,કારેલીબાગ પોલીસ મથક હદ વિસ્તારમાં નાગરવાડા ચતુરભાઈની ચાલી પાસે લક્ષ્મીબેન સંજયભાઈ માળી દ્વારા વિદેશી શરાબનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે દરોડો પાડતા તેઓના મકાન માંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. કારેલીબાગ પોલીસ મથકમાં અત્યાર સુધી 27 વખત પ્રોહીબીશનના ગુન્હા નોંધાયા હોવા છતાય મહિલા દ્વારા વિદેશી શરાબનું વેચાણ કરવામાં આવતું હતું. પીસીબીએ સ્થળ પરથી ત્રણ હજારની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડીને મહિલા બુટલેગરની ધરપકડ કરીને પતિ સંજય સુરેશ માળીને વોન્ટેડ જાહેર કર્યો છે.
વાડી શનિદેવ મંદિર નજીક ચાલતો હતો શરાબનો વેપલો, વેચાણ માટે કમર્ચારીને નોકરીએ રાખ્યો બીજા કેસમાં પીસીબી શાખાના જવાન વિજયરાવ તેમજ સિદ્ધરાજસિંહને બાતમી મળી હતી કે, વાડી શનિદેવ મંદિર પાસેના શાંતિકુંજ એપાર્ટમેન્ટમાં રહેતો રાહુલ જોષી તેના મકાનમાં વિદેશી શરાબનો જથ્થો લાવીને મુકેલો છે. અને તેનો માણસ યશકુમાર રાજેશભાઈ મિસ્ત્રી શરાબનું છૂટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા અલગ અલગ મકાનોમાં મુકેલો વિદેશી શરાબનો જથ્થો હાથ લાગ્યો હતો. જયારે બુટલેગર રાહુલ જોષીને વોન્ટેડ જાહેર કરીને તેના કર્મચારી યશ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી હતી.
ખુલ્લા મેદાનમાં થેલો લઈને શરાબનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ ત્રીજા કેસમાં પીસીબી શાખાની એક ટીમને બાતમી મળી હતી કે માંજલપુર પોલીસ મથકની હદમાં આવેલા વિશ્વામિત્રી ગણેશ નગર પાસે જ્યોત્સનાબેન ઠાકોર દ્વારા વિદેશી શરાબનો વેપલો કરવામાં આવી રહ્યો છે. અને હાલ તેઓ બે મીણીયા થેલામાં શરાબનો જથ્થો ભરીને પારસી પીસ્તાની દીવાલ પાસે વેચાણ કરી રહ્યા છે. જે બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી જ્યોત્સનાબેન ઠાકોર મળી આવ્યા હતા. પીસીબીની ટીમે તેઓ પાસેથી 42 નંગ શરાબની બોટલો કબજે લીધી હતી. જયારે તેઓના પતિ અશોકભાઈ ઠાકોરને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.