Connect with us

Vadodara

તરસાલીમાં સાઇકલ ફેરવવા જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે લોહીયાળ જંગ: મકરપુરા પોલીસે 6 આરોપીઓને દબોચ્યા

Published

on

વડોદરા: શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે સાઇકલ ચલાવવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સમાં સામસામે થયેલી પથ્થરમારો અને મારામારીની ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને પક્ષના કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.

શું હતી સમગ્ર ઘટના?

​ગઈકાલ તા. 10 ફેબ્રુઆરીના રોજ રાત્રે આશરે 11:30 વાગ્યાના સુમારે તરસાલી શાકમાર્કેટ સામે આવેલા દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સમાં એક કિશોર ઝડપથી સાઇકલ લઈને પસાર થઈ રહ્યો હતો. આ બાબતે પાડોશીએ ઠપકો આપતા મામલો ગરમાયો હતો. સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી અને બંને પક્ષના લોકો સામસામે આવી જઈ મારામારી પર ઉતરી આવ્યા હતા.

🚨પોલીસની તાત્કાલિક કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, એડિશનલ પોલીસ કમિશનર ડો. લીના પાટીલ અને DCP ઝોન-3 અભિષેક ગુપ્તાના માર્ગદર્શન હેઠળ મકરપુરા પી.આઈ. એ.એમ. ગોહેલ અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ સંડોવાયેલા શખ્સોને પકડી પાડ્યા હતા.

🧐ધરપકડ કરાયેલા આરોપીઓની વિગત

પક્ષ-1 (ફરિયાદી: ધવલકુમાર પરમાર)

  1. ​અનવર ઉર્ફે અબુબકર હુસેન દિવાન
  2. ​જુનેદ કાઠીયાવાડી સુલેમાન પઠાન

પક્ષ-2 (ફરિયાદી: જુનેદહુસેન દિવાન)

  1. ​ધવલભાઈ રવિભાઈ પરમાર
  2. ​ધ્રુવ ઉર્ફે ભયુ રવિભાઈ પરમાર
  3. ​ભુપેન્દ્રભાઈ ઉર્ફે પપ્પુ રતનસિંહ રાજપૂત
  4. ​ગૌરાંગભાઈ શાંતિલાલ પરમાર

👉વર્તમાન સ્થિતિ

​મકરપુરા પોલીસે બંને પક્ષે ગુનો નોંધી ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે.

Continue Reading
Vadodara3 hours ago

કપુરાઈ પોલીસનો સપાટો: ગોરવામાંથી મોપેડ ચોરીને વેચવા નીકળેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

Vadodara10 hours ago

વડોદરામાં નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે લાખોની છેતરપિંડી: રોકાણના નામે રૂ. 22.81 લાખ પડાવી લેનાર ઠગ સામે ગુનો દાખલ

Vadodara11 hours ago

ગુજરાતમાં દારૂની રેલમછેલ: દમણથી વડોદરા સુધી ‘પાયલોટિંગ’ સાથે પહોંચેલ દારૂનો જથ્થો SMC ના હાથે ઝડપાયો

Vadodara12 hours ago

વડોદરા પાલિકામાં સંગઠનનું વર્ચસ્વ ખતમ: ભાજપ કાર્યાલયે યોજાતી ‘સંકલન બેઠક’ની વર્ષો જૂની પરંપરા બંધ

Vadodara1 day ago

વડોદરા: સીસીટીવી ફૂટેજથી ખૂલી પોલ, તેલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે રીઢા ગુનેગાર ઝડપાયા

Vadodara1 day ago

આજવા સરોવરના તળિયા દેખાયા: સપાટી 206 ફૂટથી નીચે જતાં પાલિકાએ રાજ્ય સરકાર પાસે માંગી સહાય

Vadodara1 day ago

આજવા સરોવર ખાતે પાલિકાની પ્રાર્થના: મેઘરાજા મહેર કરે અને વડોદરાને પાણીની તંગી ન નડે તે માટે સત્યનારાયણ કથાનું આયોજન

Vadodara2 days ago

બેન્કિંગ ફ્રોડમાં વડોદરા પોલીસની સફળતા: મહારાષ્ટ્રના ખાપોલીથી ડીસીબીના વોન્ટેડ આરોપીની ધરપકડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara5 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara6 days ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara1 week ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia4 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli1 month ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Trending