Connect with us

Vadodara

​વડોદરામાં ભાજપ આક્રમક: રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન.

Published

on

દિલ્હીમાં હોબાળો, વડોદરામાં રોષ: AI સમિટમાં કોંગ્રેસના દેખાવ સામે ભાજપનું પૂતળા દહન.

  • દિલ્હીના ભારત મંડપમમાં AI સમિટમાં હોબાળો: યુથ કોંગ્રેસના કાર્યકરોએ શર્ટ ઉતારી કર્યો વિરોધ.
  • સાંસદ ડો. હેમાંગ જોષીના પ્રહાર: “કોંગ્રેસ વિશ્વ મંચ પર ભારતની છબી ખરાબ કરવાનો કરી રહી છે પ્રયાસ.”
  • આંતરરાષ્ટ્રીય સમિટમાં વિરોધ પ્રદર્શનને ભાજપે ગણાવ્યું દેશવિરોધી કૃત્ય.

રાજધાની દિલ્હીમાં ચાલી રહેલી પ્રતિષ્ઠિત ‘ઈન્ડિયા AI સમિટ-2026’ આજે રાજકીય અખાડો બની ગઈ છે. ભારત મંડપમ ખાતે યોજાયેલા આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ સુરક્ષા કોર્ડન તોડીને વિરોધ પ્રદર્શન કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.

કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં શર્ટ ઉતારીને અર્ધનગ્ન હાલતમાં પ્રદર્શન કર્યું હતું અને વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાને પગલે ભાજપ હવે રાષ્ટ્રીય સ્તરે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે.

આ ઘટનાના પડઘા વડોદરામાં પણ તેજ ગતિએ પડ્યા છે. વડોદરા જિલ્લા અને મહાનગર ભાજપ દ્વારા આજે શહેરના વિવિધ જગ્યા પર એકત્ર થઈને ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ વિરોધી નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

વડોદરા જિલ્લા ભાજપ દ્વારા એકત્ર થઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું.  AI સમિટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓના દેખાવને વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ વખોડ્યું. કહ્યું “કોંગ્રેસ વિશ્વ મંચ પર ભારતની છબી ખરાબ કરવાનો કરી રહી છે પ્રયાસ.”

જ્યારે દેશ ટેકનોલોજી અને આર્થિક ક્ષેત્રે વિશ્વની આગેવાની કરી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ આવા હીન કૃત્યો દ્વારા ભારતની વૈશ્વિક છબીને નુકસાન પહોંચાડી રહી છે. આંતરરાષ્ટ્રીય સમિટમાં અસભ્ય રીતે દેખાવો કરવા તે દેશની પ્રગતિ રોકવાનો અને 140 કરોડ ભારતીયોને શરમાવવાનો પ્રયાસ છે.

ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ હવે ‘એન્ટી-ઈન્ડિયા’ એજન્ડા પર કામ કરી રહી છે. હાલમાં વડોદરામાં ઠેર-ઠેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનો થયા.

Continue Reading
Vadodara10 hours ago

વડોદરા પોલીસ એક્શન મોડમાં: પદમલામાં હિંસા કરનારા વધુ 5 આરોપીઓ ઝડપાયા, કુલ 29 પોલીસ સકંજામાં

Madhya Gujarat11 hours ago

વેક્યૂમ પેકેટમાં છુપાવેલો નશો! અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમની મોટી કાર્યવાહી, ₹2 કરોડનો માલ જપ્ત

Vadodara11 hours ago

વડોદરા: ગોત્રીના રુદ્ર રાજ ડુપ્લેક્સમાં ભીષણ આગ; વડીવાડી ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી હોનારત ટળી, ઘરવખરી બળીને ખાખ

National12 hours ago

મોટું એલર્ટ: આકાશમાંથી ત્રાટકશે આફત? IMDએ જાહેર કરી ભયાનક વાદળોની તસવીર, મુસાફરી ટાળવા સલાહ

Vadodara13 hours ago

છાણી પોલીસે ગુમ થયેલા કિશોરને હાલોલથી શોધી કાઢ્યો; માતા-પિતાના ઠપકાથી ભાગ્યો હતો કિશોર

Gujarat14 hours ago

ગરીબ રિક્ષા ચાલકો પર ગુજરાત સરકારનો ‘દંડ’ પ્રહાર: 10 વર્ષ જૂની રિક્ષાઓ પર તોતિંગ રકમ વસૂલવા સામે વિરોધ

Vadodara14 hours ago

વડોદરાઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગર્ડર લોન્ચિંગ શરૂ; અકોટા-દાંડિયા બજાર બ્રિજ અવરજવર માટે બંધ

Vadodara15 hours ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara15 hours ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara5 days ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara7 days ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara1 week ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi1 week ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara1 week ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi1 week ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara1 week ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Trending