Connect with us

Vadodara

વડોદરામાં દેહવ્યાપારનું મોટું રેકેટ ઝડપાયુ, AHTU એ 11 યુવતીઓને છોડાવી, 2 આરોપીની ધરપકડ

Published

on

વડોદરામાં દેહવ્યાપારનું મોટું રેકેટ ઝડપાયુ, AHTU એ 11 યુવતીઓને છોડાવી, 2 આરોપીની ધરપકડ કરવામાં આવી માસ્ટર માઇન્ડ મહિલાએ દેહવેપાર ચલાવવા ગુપ્ત ભોંયરું બનાવ્યું ને ત્યાંથી ભાગી ગઈ, ઘરમાં ગુપ્ત માર્ગ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ.


વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલ સનરાઇઝ ટાવરમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો વડોદરા શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ પર્દાફાશ કર્યો છે અને 11 યુવતીઓને રેસ્ક્યુ કરી છે. બે આરોપીની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.


એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના યુવરાજસિંહે
કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને મળેલી ગુપ્ત બાતમી મુજબ, ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઇ શાહ (રહે. ફ્લેટ નં. 204-205, સનરાઇઝ ટાવર) આર્થિક લાલચ આપીને પરપ્રાંતીય જરૂરિયાતમંદ યુવતીઓને વડોદરા બોલાવીને પોતાના ફ્લેટમાં રાખતી હતી અને ઇચ્છુક ગ્રાહકો સાથે 1200થી 1500 રૂપિયા રોકડા રૂપિયાની લેવડ-દેવડ કરી અનૈતિક દેહવ્યાપાર કરાવતી હતી.

દેહવેપાર ચાલતો હોવાની બાતમી મળતા ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ AHTU ટીમે રેડનું આયોજન કર્યું હતું. રેડ દરમિયાન ફ્લેટમાંથી 11 યુવતીઓને છોડાવવામાં આવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે, મુખ્ય આરોપી ચંદ્રિકા ઉર્ફે રીટા ધરપકડ ટાળવા ગુપ્ત રસ્તાઓનો ઉપયોગ કરતી હતી. ગ્રાહકને ફ્લેટમાં પ્રવેશ આપીને સોદો પતાવ્યા બાદ મુખ્ય દરવાજો તાળું મરાવી દેતી હતી અને પોતે ગુપ્ત માર્ગે ભાગી જતી હતી.

પોલીસે તાળું તોડીને અંદર પ્રવેશ કરતાં આશ્ચર્યજનક રીતે ફ્લેટના સ્લેબમાં કાપો કરીને લોખંડની સીડી બેસાડવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું, ઘરમાં રાખવામાં આવેલા સોફાની નીચે ભોયરું બનાવવામાં આવ્યું હતું, જેનાથી મકાનમાંથી નીચેના માળે આવેલ દુકાનમાં અવરજવર થઈ શકે. આ ઉપરાંત બાજુના ફ્લેટમાં ઇન્ટરલોક કરીને ગુપ્ત ભોંયરું જેવી જગ્યા બનાવવામાં આવી હતી. આ ભોંયરું પ્રથમ માળે આવેલા શોપિંગ સેન્ટર્સ, ટ્યુશન ક્લાસીસ અને નીચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATM પાસે ખુલતું હતું.

ફરાર આરોપીઓનો પહેલાં પણ દેહવ્યાપાર અને માનવ તસ્કરી સંબંધિત ગુનાઓમાં ઇતિહાસ છે, જેમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ તેમજ POCSO એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે. રેડમાંથી રોકડા રૂ. 4100, બે મોબાઇલ ફોન, નિરોધકો, એપલ લેપટોપ, વિવિધ નામના 11 લાઇટબિલ સહિત કુલ રૂ. 44,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ સી એચ આસુન્દ્રાએ જણાવ્યું હતું કે, બાતમીને આધારે રેડ કરીને અમે 2 આરોપીની ધરપકડ કરી છે. આ સમયે 10 પશ્ચિમ બંગાળ અને 1 દાર્જિલિંગની યુવતીઓ પણ મળી આવી હતી. આ મામલે કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને વધુ તપાસ શરૂ કરી છે.

પકડાયેલા આરોપીઓ:
 
1. સરોજકુમાર લક્ષ્મીપદા માલ (હાલ રાજ, વડોદરા, મૂળ રહે. પશ્ચિમ બંગાળ) 
2. જીગરકુમાર રાજુભાઈ માછી (હાલ રહે, કિશનવાડી, વડોદરા, મૂળ રહે. રાજપીપળા)

ફરાર આરોપીઓ:

1. ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઇ શાહ (રહે. ફ્લેટ નંબર – 204, 205, સનરાઈઝ ટાવર, વાઘોડિયા રોડ વડોદરા)
2. સ્મિતકુમાર સતીષકુમાર દરજી (રહે. હાલોલ, પંચમહાલ)

Continue Reading
Dabhoi3 hours ago

ડભોઇના વેગા નજીક સિમેન્ટ મિક્ષર ટ્રક પલટી; ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

Vadodara3 hours ago

ટિકિટ વહેંચણીમાં ‘ખેલ’ પાડ્યો? શહેર બીજેપી પ્રમુખને કહ્યા ‘ચોર અને જૂઠ્ઠા’, ટિકિટ વહેંચણીમાં ગંભીર આક્ષેપો

Vadodara4 hours ago

વડોદરામાં ઠગોનો આતંક; માત્ર 30 દિવસમાં 22 કરોડની છેતરપિંડી, 22 ફરિયાદોથી પોલીસ બેડામાં દોડધામ

Vadodara5 hours ago

ચૂંટણી પહેલા ચેતવણી: “સમજી-વિચારીને વોટ આપજો”; બાપોદમાં ટેમ્પો રસ્તામાં ગરકાવ થતા તંત્રની પોલ ખુલી

Karjan-Shinor6 hours ago

કરજણના બોડકા ગામમાં કિશોરની કરપીણ હત્યા; ડોગ સ્ક્વોડ અને FSL દ્વારા હત્યારાનું પગેરું શોધવા તજવીજ

Waghodia7 hours ago

રાજકીય તાપમાન હાઈ! વાઘોડિયામાં ધાક-ધમકીના આક્ષેપો વચ્ચે ભાજપનો કેસરીયો લહેરાયો; કોંગ્રેસનો ભારે વિરોધ

Vadodara8 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: 23 ગુનામાં સંડોવાયેલો રીઢો વાહનચોર ખાલીદ ગાજીયાવાલા ઝડપાયો

Vadodara9 hours ago

“રિપીટ નહીં, યુવા ચહેરા લાવો”: વોર્ડ-10 માં ભાજપ સામે પોસ્ટર વોર તેજ; નીતિન ડોંગા સામે કાર્યકરોનો આક્રોશ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 days ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli5 days ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara1 week ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara1 week ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara1 week ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara1 week ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat1 week ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara2 weeks ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Trending