Connect with us

Vadodara

વડોદરા જિલ્લાના 99 શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

Published

on

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, વડોદરા દ્વારા આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં વડોદરા જિલ્લાની બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ માટે નવનિયુક્ત ૯૯ શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ. આર. પાંડેની અધ્યક્ષતામાં યોજાયો હતો. શ્રી પાંડેએ તમામ નવનિયુક્ત શિક્ષણ સહાયકોનું હાર્દિક સ્વાગત કરતા તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સંચાલક મંડળના પ્રમુખ શ્રી આર. સી. પટેલે પણ આ પ્રસંગે આશીર્વચન આપતાં તમામને અભિનંદન પાઠવ્યા હતા.

નિમણૂક પામેલા ૯૯ શિક્ષણ સહાયકોમાં વિવિધ વિષયોના શિક્ષકોનો સમાવેશ થાય છે, જે શાળાકીય શિક્ષણને વધુ મજબૂત બનાવશે. વિષયવાર વિગતો પર નજર કરીએ તો, કોમ્પ્યુટર વિષયના ૧, અંગ્રેજીના ૧૯, ગુજરાતીના ૧૧, હિંદી વિષયના ચાર, ગણિત/વિજ્ઞાનના ૪૨, સંસ્કૃતના ૨, સામાજિક વિજ્ઞાનના ૧૯ અને યોગ વિષયના એક શિક્ષણ સહાયકનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં શિક્ષણ સંઘના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિમણૂક પામનાર તમામ ઉમેદવારોના ચહેરા પર ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, અને સૌએ ગુજરાત સરકાર તેમજ સંબંધિત વિભાગો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ નિમણૂકોથી વડોદરા જિલ્લાના શિક્ષણ સ્તરમાં વધુ સુધારો થશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થશે.

Continue Reading
Vadodara6 hours ago

અકોટા પોલીસે અકોટા ગાર્ડન પાસેથી લાખોની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો

Vadodara11 hours ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Vadodara12 hours ago

વરસાદી પાણીના છાંટા ઉડવા બાબતે લોહિયાળ ઝઘડો: વડદલા રોડ પર બોલેરો ચાલક પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો

Vadodara1 day ago

કારેલીબાગના વિઝા કન્સલટન્ટે ફેરવ્યું ફુલેકું: કેનેડાની વર્ક પરમિટના નામે 18 યુવકો પાસેથી રૂ. 2.31 કરોડ પડાવી ઠગાઈ

Karjan-Shinor1 day ago

કરોડોના ખર્ચે બનેલો NH-48 નો ઓવરબ્રિજ ઉદ્ઘાટન પહેલાં જ વિવાદમાં: બ્રિજ પર ખાડા પડતા નિર્માણકાર્ય સામે ગંભીર સવાલો

Vadodara1 day ago

વડોદરામાં ખાડાનું સામ્રાજ્ય યથાવત: હરિનગર બ્રિજ, રેસકોર્સ રોડ અને વૃંદાવન ચાર રસ્તા પર મસમોટા ખાડા પડતા વાહનચાલકો મુશ્કેલીમાં

Vadodara2 days ago

વડોદરામાં ઝડપથી આકાર લઈ રહ્યું છે બુલેટ ટ્રેન સ્ટેશન: મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ કામગીરી પૂરજોશમાં

Vadodara2 days ago

સ્માર્ટ સિટી વડોદરાના દાવાઓની રોજ ની ચર્ચા અનેક વિસ્તારોમાં ડહોળું અને ગંદુ પાણી આવતા નાગરિકો ભારે પરેશાન

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara11 hours ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur5 days ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara7 days ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara3 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara3 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor3 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Trending