Connect with us

Vadodara

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Published

on

  • 7 ઓગસ્ટે હાઇકોર્ટમાં કેસ ચાલુ હોવા છતાંય સૂચિત જમીન પર વોર્ડ ઓફિસ બાંધવાની મંજૂરી આપવામાં આવી હતી
  • પ્લોટ વેલીડેશનના વિવાદ વચ્ચે ટેન્ડર પ્રક્રિયા કરીને તેજ સ્થળે વોર્ડ ઓફિસ બનાવવામાં કોણે રસ હતો?
  • હાઇકોર્ટના આંકરા વલણ દરમિયાન 24 તારીખની સુનવણી પહેલા પાલિકાએ કરેલી પ્રક્રિયા પરત ખેંચવી પડી
https://www.instagram.com/reel/DcTfBSQNfjF/?igsi=N2RyeGZvdDJycmo2

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત 7 ઓગસ્ટે સ્થાયી સમિતિની બેઠકમાં પૂર્વ વિસ્તારમાં વોર્ડ 16ની કચેરી બનાવવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં ઇજારદારમાં આવેલા ભાવ પત્રકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ સ્થાયી સમિતિના સભ્યોએ આગળના નિર્ણયો માટેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપી દીધી હતી. મહત્વની વાત એ છે કે, આ જમીન પર હાઇકોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં પણ પાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરીને બોર્ડ કચેરી બાંધવાનું નિર્ણય કરવામાં આવતા હાઈકોર્ટમાં પાલિકાના પ્રતિનિધિ વકીલને વારંવાર માફી માંગવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જો કે સમગ્ર પ્રકરણમાં વિવાદિત જમીન પર વોર્ડ ઓફિસ બાંધવા માટે એક નેતાનો અંગત રસ હોવાના પત્રો પણ સામે આવ્યા છે.

વહીવટી વોર્ડ નંબર 16ની કચેરી બનાવવા માટે દંતેશ્વરના રેવન્યુ સર્વે નંબર 352ની મનન પાર્ક સામેની જગ્યા માટે હાઇકોર્ટમાં જમીન માલિક અરજદાર દ્વારા કેસ ચાલી રહ્યો હતો. ટીપીના ફાઇનલ પ્લોટમાં વેલીડેશન દરમિયાન નિયત જમીનમાં 40% કપાત બાદ પૂરતી જગ્યા નહિ મળવાને કારણે અરજદારે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ જમીન લાંબા સમયથી પાલિકા તેમજ અરજદાર વચ્ચે વિવાદનું કેન્દ્ર બની રહી હતી. તેમ છતાં આ જમીન પર વોર્ડ ઓફિસ બનાવવા માટે પાલિકાએ ખાસ દરખાસ્ત રજૂ કરી હતી. આ દરખાસ્તમાં વોર્ડ ઓફિસ બનાવવાની મંજૂરી સહિત ઇજારદારને કામ આપવા સુધીની તૈયારીઓ પાલિકાએ કરી દીધી હતી.

જોકે બીજી તરફ પાલિકાના વકીલ હાઇકોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ બાહેધરી આપતા હતા કે, આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવશે નહીં. ગત 7 ઓગસ્ટે સ્થાયી સમિતિની બેઠકમાં વોર્ડ ઓફિસના બાંધકામનો દરખાસ્ત મંજૂર થતાં વિવાદ ફરી હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં પાલિકાના વકીલે કોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગીને ઠરાવ નંબર 63ને રદ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.જેની આગામી સુનાવણી 24 ઓગસ્ટના રોજ યોજાનાર હતી

આ દરમિયાન આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ગત 7 ઓગસ્ટે પાલિકાએ મંજૂર કરેલી દરખાસ્તમાં ઠરાવ નંબર 63ને રદ કરવા સર્વ સંમતિથી આ કામને મંજુર કર્યું છે. જોકે મહત્વની વાત એ છે કે, જમીન પર અગાઉથી વિવાદ હોવા છતાં પણ આજ જમીન પર વોર્ડ ઓફિસ બાંધવા માટે કોને અંગત રસ હતો તે વિવાદમાં બહાર આવ્યું છે.

રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લનો ભલામણ પત્ર વિવાદ બાદ સામે આવ્યા છે. જે પત્રમાં વોર્ડ નંબર 16ની કચેરી બાંધવા માટે તેઓની ભલામણ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. વિસ્તારના જન પ્રતિનિધિ હોય વોર્ડ કચેરી માટે ભલામણ કરે, તે સ્વાભાવિક છે. પરંતુ જે જમીન અગાઉથી વિવાદિત અને પ્લોટ મામલે લીટીગેશન ચાલુ હોય, તે જમીન પર વોર્ડ ઓફિસ બાંધવાની સ્પષ્ટ ભલામણ અનેક તર્ક વીતર્ક ઊભા કરે છે. ધારાસભ્ય દ્વારા વોર્ડ ઓફિસની માંગણી કરવીએ વ્યાજબી તો છે, પરંતુ એક નિયત જમીન માટે જ પત્ર લખીને તે જ સ્થળે વોર્ડ ઓફિસ બનાવવાની માંગણી વિવાદ શરૂ થવાનું કારણ બન્યું છે.

આ જમીન પર વોર્ડ ઓફિસની માંગણી કરવાને કારણે પાલિકાએ પ્રક્રિયા તો હાથ ધરી પરંતુ અંતે પાલિકાને જ નામદાર હાઇકોર્ટ સમક્ષ માફી માંગવાનો વારો આવ્યો હોય ત્યારે આ જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં રાજકીય માથાઓની આંતરિક લડાઈને કારણે પાલિકાને આર્થિક નુકસાનની સાથે નામદાર હાઇકોર્ટનો ઠપકો સાંભળવાનો વારો આવ્યો છે.

Continue Reading
Vadodara2 hours ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

National6 hours ago

દિલ્હી પેલેટ ગન કેસમાં FIRની માંગ સાથે રાહુલ ગાંધીનું પોલીસ સ્ટેશન બહાર ધરણાં-ભાજપ નો પલટવાર ‘રાજકીય સ્ટંટ’

Gujarat11 hours ago

ગુજરાત પોલીસ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યભરના 414 પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશ જારી

Vadodara1 day ago

વડોદરા PCB ની રેડ: હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીમાં ચાલતા કુખ્યાત જુગારધામનો પર્દાફાશ

Vadodara2 days ago

વડોદરામાં ડર અને અંધશ્રદ્ધાનો ખૌફનાક અંત: તાંત્રિક વિધિની ધમકીઓ અને ત્રાસથી કંટાળી યુવતીએ ઝેર પી જીવનલીલા સંકેલી લીધી

Vadodara3 days ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara5 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur6 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 hours ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 week ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Trending