Connect with us

Vadodara

નેતાઓ સાથે નિકટતા ધરાવતા યુવકે ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું,નોંધાઈ પોલીસ ફરિયાદ

Published

on

  • ઘટના બાદ પીડિતાના મેડિકલ તપાસ કરવાની સાથે એફએસએલ દ્વારા જરૂરી નમુના લેવાની કાર્યવાહી પણ કરવામાં આવી

વડોદરામાં નેતાઓ સાથે નિકટતા ધરાવતા યુવકે પરિણીતાના ઘરમાં ઘૂસીને પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના નંદેસરી પોલીસ મથકમાં નોંધાવવા પામી છે. જેને લઇને ખળભળાટ મચી જવા પામ્યો છે. દુષ્કર્મ કેસમાં આરોપી વાઘોડિયા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા અન્ય નેતાઓના નિકટનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ પીએ રાજેશ ગોહિલ સામે પણ અગાઉ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ ચુકી છે.

આ મામલે નંદેસરી પોલીસ મથકમાં પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગતરાત્રે પરિણીતા તેના ઘરમાં નિંદ્રાધીન હતા. દરમિયાન આકાશ ભગવાનભાઇ ગોહિલ (રહે. કૃષ્ણનગર, અનગઢ ગામ, વડોદરા) એ પીડિતાના ઘરે આવીને તેમની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. અને બાદમાં ધમકી આપી હતી કે, આ વાતની જાણ કોઇને કરીશ તો જાનથી મારી નાંખીશ. અને ત્યાંથી નાસી છુટ્યો હતો.

આખરે મામલે પરિણીતાએ નંદેસરી પોલીસ મથકમાં આકાશ ભગવાનભાઇ ગોહિલ (રહે. કૃષ્ણનગર, અનગઢ ગામ, વડોદરા) સામે ફરિયાદ નોંધાવી છે. ઘટના બાદ પીડિતાના મેડિકલ તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. તો આ મામલે એફએસએલ દ્વારા જરૂરી નમુના લેવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આકાશ ભગવાનભાઇ ગોહિલ, વાઘોડિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા અન્ય નેતાઓ સાથે નિકટતા ધરાવે છે. ખાસ કરીને ચૂંટણી સમયે તે નેતાઓની આસપાસમાં જ રહેતો હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ પીએ રાજેશ ગોહિલ સામે મે – 2024 માં પરિણીતા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યાર બાદ આજે તેમની સાથે નિકટતા ધરાવતા યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Continue Reading
Vadodara11 minutes ago

આજવારોડ કમલાનગર તળાવ પાસે 61 વર્ષના નિવૃત્ત વડીલના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી ગઠીયા ફરાર

Farm Fact23 hours ago

પ્રાકૃતિક ખેતી સમયની તાતી જરૂરિયાત: જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત જમીનને બનાવશે વધુ સમૃદ્ધ

Gujarat1 day ago

ગુજરાતમાં રક્તદાનના મહાદાનની દુર્દશા: બ્લડ બેંકોની બેદરકારીથી 85,000 યુનિટથી વધુ લોહીનો નાશ

Vadodara1 day ago

વડોદરાના ગોત્રી મુક્તિધામ પાસે અરેરાટી: કચરાપેટીમાંથી અડધી બળેલી હાલતમાં રહસ્યમય મૃતદેહ મળી આવ્યો

Padra1 day ago

પાદરાની એલેમ્બિક કંપનીમાં કરૂણાંતિકા: એન્જિનિયર યુવાને કંપનીમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Vadodara2 days ago

અકોટા પોલીસે અકોટા ગાર્ડન પાસેથી લાખોની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો

Vadodara2 days ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Vadodara2 days ago

વરસાદી પાણીના છાંટા ઉડવા બાબતે લોહિયાળ ઝઘડો: વડદલા રોડ પર બોલેરો ચાલક પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur7 days ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 week ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara3 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara3 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor3 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Trending