Connect with us

Vadodara

સમા-સાવલી રોડ પરની પિત્ઝા શોપ આગની લપેટમાં આવી

Published

on

  • પિત્ઝા શોપના ઉપરના ભાગે મહિલાઓની હોસ્પિટલ આવેલી છે. અને નીચેના ભાગે મોટી ફરસાણ શોપ આવેલી છે.

વડોદરાના સમા-સાવલી રોડ પર આવેલા સિદ્ધાર્થ એનેક્સ બિલ્ડીંગના બીજા માળે આવેલા TRIGNO PIZZA માં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેને પગલે ચાર જેટલા ફાયર ફાયટરોએ સ્થળ પર ઘસી જઇને આગ પર કાબુ મેળવ્યો છે. આગ સમયે કોમ્પલેક્ષની ફાયર સિસ્સમ બંધ હાલતમાં હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. પિત્ઝા શોપની ઉપર મહિલાઓની હોસ્પિટલ અને નીચેના ભાગે ફરસાણની શોપ હતી. આ ઘટનામાં પિત્ઝા શોપનો ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા આગનું કારણ શોધવા સહિતની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

વડોદરામાં જાહેર કોમ્પલેક્ષમાં લોકોની સુરક્ષા સામે ગંભીર બેદરકારી સામે આવી છે. વડોદરાના સમા સાવલી રોડ પર આવેલા સિદ્ધાર્થ એનેક્સ કોમ્પલેક્ષના બીજા માળે TRIGNO PIZZA આવેલું છે. જેમાં આજે સવારે ભીષણ આગની ઘટના સામે આવી છે. આ આગમાં એક તરફથી આખુ પિત્ઝા શોપ આગની લપટોમાં આવી ગયેલું જોવા મળ્યું હતું. જેને પગલે સવાર-સવારમાં વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. ઘટના અંગે જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કરી દીધું હતું.

ચાર જેટલા ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. આ પિત્ઝા શોપના ઉપરના ભાગે મહિલાઓની હોસ્પિટલ આવેલી છે. અને નીચેના ભાગે મોટી ફરસાણ શોપ આવેલી છે. આગને પગલે બંને જગ્યાના સંચાલકો પણ ચિંતામાં મુકાયા હતા. જો કે, સમયસર આગ કાબુમાં આવી જતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના સમયે કોમ્પલેક્ષની ફાયર સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઇ હતી. ફાયર જવાનોએ બંબામાંથી પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં કરી હતી. ઘટના બાદ લોકમાંગ ઉઠવા પામી છે કે, આ પ્રકારની બેદરકારી દાખવતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે. માત્ર નોટીસ પાઠવીને તંત્ર કાર્યવાહી કર્યાનો સંતોષ ના માણે અને નક્કર પગલાં લે તેવી માંગ ઉઠી છે.

Continue Reading
Vadodara6 hours ago

વડોદરા: કારેલીબાગમાં ‘રજવાડી ચા’ પાસે ચાલતા જુગારધામ પર LCBનો દરોડો; આંક-ફરકનો જુગાર રમાડતા 4 શખ્સો ઝડપાયા

Vadodara7 hours ago

વડોદરા: પારુલ યુનિવર્સિટીના 21 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત; વાઘોડિયા ચોકડી પાસે એપાર્ટમેન્ટના 6 માળેથી ઝંપલાવ્યું

Gujarat8 hours ago

શિક્ષણ બોર્ડની જાહેરાત: GUJCET પરીક્ષાના તમામ સેટની આન્સર-કી gseb.org પર ઉપલબ્ધ, જાણો કેવી રીતે જોવી

Vadodara8 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ બ્રેકિંગ: ‘બાવા’ ગેંગનો પર્દાફાશ; અટલાદરામાં વૃદ્ધના ઘરેણાં લૂંટનાર કાર સાથે ઝડપાયો

Business8 hours ago

હવે મોબાઈલ નંબરની જેમ બેંક એકાઉન્ટ પણ થશે ‘પોર્ટ’; RBIની નવી યોજનાથી ગ્રાહકોને મળશે મોટી આઝાદી

Vadodara9 hours ago

સુરેન્દ્રનગરના ફાઇનાન્સ કંપનીને ₹13 લાખનો ચૂનો લગાવનાર આરોપી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં

Vadodara10 hours ago

વડોદરાઃ ગોત્રી હોસ્પિટલ પાસે ટ્રાફિકનો રોગચાળો! રિક્ષા ચાલકોની ખેંચાતાણીમાં દર્દીઓ હેરાન-પરેશાન

Vadodara10 hours ago

“યુદ્ધ વિદેશમાં, આફત વડોદરામાં! કોમર્શિયલ ગેસના કાપથી રેસ્ટોરન્ટોને તાળા મારવાની નોબત.”

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara1 day ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara5 days ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara1 week ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara1 week ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi1 week ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara1 week ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi1 week ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara1 week ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Trending