Connect with us

Vadodara

ખોદેલા ખાડાએ એક યુવાનનો ભોગ લીધો, રીક્ષા પલ્ટી જતા રીક્ષા ચાલકનું મોત

Published

on

વડોદરાને ખાડોદરાનું બીરુદ્દ આપનાર પાલિકાના સત્તાધીશોના પાપે આ વર્ષે ચોમાસામાં ખાડાને કારણે નાગરિકોએ જીવ ગુમાવવાની શરૂઆત કરી દીધી છે. શહેરના સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી વૃંદાવન ચાર રસ્તા તરફ જવાના માર્ગ પર પડેલા ખાડામાં રીક્ષા પલ્ટી ખાઈ જતા રિક્ષાચાલક યુવકનું મોત નીપજ્યું છે. પરિવારમાં એક નો એક કમાનાર મોભી ગુમાવતા પરિવારજનોમાં આંક્રદ છવાઈ ગયો છે.

https://www.instagram.com/reel/DLUFPoIIi0i/?igsh=MXB4aHVkMXJhZ281ag==

ચોમાસા પહેલા પ્રિ મોન્સુન કામગીરીના નામે જાહેર રાસ્તા પર ખોદાયેલા ખાડાઓ સમયસર પૂરી દેવાની જવાબદારી પાલિકા તંત્રની છે. ખોદેલા ખાડાઓમાં કોઈનો જીવ ન જાય તેની સંપૂર્ણ તકેદારી પાલિકાએ રાખવાની હોય છે. જોકે પાલિકા તંત્ર પોતાની જવાબદારીઓ પૂરી કરવામાં ખરું ઉતરતું નથી. જેના કારણે નાગરીકોને વેઠવાનો વારો આવે છે.

શહેરના બાપોદ નુર્મના મકાનમાં રહેતા 38 વર્ષીય અનિલભાઈ ઠાકોરભાઈ વસવા રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું પેટ ભરતા હતા. આજે સવારે ૪ વાગ્યાના સુમારે રીક્ષા ચલાવીને તેઓ પોતાના ઘર તરફ જતા હતા તે દરમિયાન સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી વૃંદાવન ચાર રસ્તાના ભાગે રસ્તા કિનારે પાણીની લાઈનના ખોદેલા ખાડામાં રીક્ષા પલ્ટી ખાઈ જતા તેઓ સ્થળ પર ગંભીર રીતે ઘવાયા હતા. તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવાતા હાજર તબીબોએ તેમણે મૃત જાહેર કર્યા હતા. ઘરમાં એકના એક કમાનાર વ્યક્તિએ પાલિકાના ખોદેલા ખાડાના પાપે જીવ ગુમાવતા પરિવારજનોએ પાલિકા તંત્ર વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો.

હાલ તો ચોમાસાની હજી શરૂઆત છે. જ્યાં શહેરની આવી હાલત થઇ છે. નાગીર્કોએ પાલિકાના ખોદેલા ખાડાને કારણે જીવ ગુમાવવો પડે છે. જયારે આવનાર દિવસમાં શહેરની હાલત વધુ બત્તર થાય તો નવાઈ નહિ!

Continue Reading
Vadodara5 hours ago

વડોદરા જિલ્લા પંચાયતમાં ‘મહિલા રાજ’: વિવિધ સમિતિઓમાં મહિલાઓની બોલબાલા, 8 માંથી 4 સમિતિઓમાં મહિલાઓનું નેતૃત્વ

Gujarat6 hours ago

આતંકી ષડયંત્રનો પર્દાફાશ: ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી પ્રતિબંધિત સંગઠનના 8 સ્લીપર સેલ ઝડપાયા

Vadodara7 hours ago

ઝડપનો ‘જીવલેણ’ ક્રેઝ: છેલ્લા 6 મહિનામાં 86 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા, પોલીસે લાદ્યો દંડનો ધોકો

Vadodara8 hours ago

ફતેપુરામાં વીજ થાંભલામાં શોર્ટ સર્કિટ થતાં આગના તણખા ઝર્યા, સ્થાનિકોમાં ફફડાટ

Vadodara1 day ago

વડોદરા કોર્પોરેશનમાં ‘સ્વૈચ્છિક નિવૃત્તિ’નો દૌર: મહત્વના હોદ્દા પર બેઠેલા અધિકારીઓની રાજીનામા માટે દોટ

Vadodara1 day ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara1 day ago

સાવધાન! ટ્રાફિક ચલાણના નામે સાયબર ગઠીયાઓનો નવો ખેલ: અજાણી લિંક પર ક્લિક કરતા પહેલા 10 વાર વિચારજો

Vadodara1 day ago

ચોમાસાની શરૂઆતમાં જ જર્જરિત મકાનો બન્યા યમદૂત: વાડીમાં છત ધરાશાયી થતાં બે લોકો ઈજાગ્રસ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara3 days ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara3 days ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara6 days ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara7 days ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara1 week ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara2 weeks ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara2 weeks ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Trending