Connect with us

Vadodara

ભાયલી વિસ્તારના ફ્લેટમાં 8 વર્ષીય પુત્રી તેમજ પિતાએ દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

Published

on

વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા ફ્લેટ્સમાં ભાડેથી રહેતા પિતા-પુત્રીએ જીવન ટુંકાવ્યું હોવાની કમકમાટીભરી ઘટના સપાટી પર આવવા પામી છે. ઘટનાનો પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ વડોદરા તાલુકા પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવીને વધું કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના પાછળનું કોઇ ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી.

સમગ્ર મમાલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, વડોદરાના ભાયલી વિસ્તારમાં ધી ફ્લોરન્સ નામના ફ્લેટ્સ આવેલા છે. આ ફ્લેટમાં ચિરાગભાઇ બ્રમ્હાણી તેમની પુત્રી બે માસથી ભાડે રહેતા રહેતા હતા. ચિરાગભાઇ બ્રમ્હાણી આઇટી કંપનીમાં કામ કરતા હોવાનું હાલ તબક્કે સપાટી પર આવવા પામ્યું છે.  ચિરાગભાઇ અને તેમની 8 વર્ષની પુત્રીએ જીવન ટુંકાવ્યું હોવાની કમકમાટીભરી ઘટના આજે સવારે સામે આવી છે.

Advertisement

ઘટનાની જાણ થતા જ તાત્કાલીક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી છે. અને મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. ભાયલી વિસ્તારમાં આવેલા ફ્લેટ્સમાં રહેતા પિતા-પુત્રીએ શંકાસ્પદ દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. જો કે, જીવનનું અંતિમ પગલું ભરવા પાછળનું કોઇ નક્કર કારણ હાલ તબક્કે જાણી શકાયું નથી. પ્રાથમિક સુત્રોએ ઉમેર્યું કે, મૃતકે અંતિમ પગલું ભરતા પહેલા એક વીડિયો બનાવ્યો છે. હવે આ મામલે વધુ સ્પષ્ટતા પોલીસ તપાસ બાદ જ સામે આવશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

ઘટનાની જાણ થતા જ સોસાયટીના રહીશો એકત્ર થઇ ગયા હતા. પ્રાથમિક સુત્રોએ ઉમેર્યું કે, આ પગલાં અંગે જાણ થતા સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. પરંતુ તેમને બચાવી શકાયા ન્હતા. ઘટનાની જાણ થતા નજીકમાં રહેતા મૃતકોના પરિજનો પણ તાત્કાલીક દોડી આવ્યા હતા. અને હાલ પોલીસ દ્વારા આ મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકે જણાવ્યું કે, અમને કહ્યું કે, બુટની અંદર ચાવી છે. ચાવી ખોલીને અમે જોયું તો બેડ પર સુઇ ગયા હતા. અમને અંદાજો લાગ્યો કે, તેમનું મૃત્યુ થઇ ગયું છે. એટલે અમે તાત્કાલીક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સે આવીને તપાસ કરતા ત્રણ-ચાર કલાક પહેલા મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

Advertisement
Vadodara3 days ago

ગોવાથી ભરાયેલો 20 લાખનો દારૂનો જથ્થો ભાવનગર પહોંચે તે પહેલા જ ખેલ પડી ગયો

Vadodara4 days ago

વરસાદી માહોલમાં પોતાના પગરખાં પહેરતા પહેલા ચેક કરજો,કોઈ તમારી રાહ જોઇને તો નથી બેઠું ને!

Vadodara4 days ago

તળાવો ક્યાં ગયા ! શહેર ભ્રષ્ટાચારનો સૌથી મોટો અખાડો બની ગયું: જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજ

Vadodara5 days ago

સત્તાપક્ષના ફરિયાદીને સારું લગાડવા ક્રાઇમ બ્રાન્ચે કરી નિર્દેશની અવગણના?, હાઇકોર્ટે નોટિસ મોકલી

Karjan-Shinor6 days ago

લાજવાની બદલે ગાજ્યો રોમિયો: હોટલમાં પરિણીતાની છેડતી કરી મહિલાના પતિ-દિયરને મારી નાંખવાની ધમકી

Vadodara7 days ago

No Garba This Year: Wardwizard Foundation Focuses on Vadodara Flood Relief.

Vadodara7 days ago

પૂરની સ્થિતિમાં નેતાઓના ખરાબ અનુભવ બાદ, માનવંતા મતદારોએ નેતાઓની પ્રવેશબંધી ફરમાવી

Savli1 week ago

સાવલી: શિવમ પેટ્રોકેમ કંપનીના ઝેરી ગેસથી પોલ્ટ્રી ફાર્મની મરઘીઓ મૃત્યુ પામી હોવાનો આક્ષેપ

Vadodara4 weeks ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara4 weeks ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara4 weeks ago

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

Vadodara1 month ago

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા

Vadodara2 months ago

વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ સવારને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી

Savli2 months ago

સાવલી નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળાની દહેશત!

Vadodara2 months ago

“કોઇ પણ આંગણવાડીને મદરેસા નહી બનવા દઇએ” – દર્ભાવતી MLA શૈલેષ સોટ્ટા

Savli3 months ago

સાવલી : “વેઠ” ને કારણે નગરજનો કેટલું વેઠશે? ઠેરઠેર ખાડાઓ અને ખુલ્લી ડ્રેનેજ જીવલેણ સાબિત થશે!

Trending