વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા ફ્લેટ્સમાં ભાડેથી રહેતા પિતા-પુત્રીએ જીવન ટુંકાવ્યું હોવાની કમકમાટીભરી ઘટના સપાટી પર આવવા પામી છે. ઘટનાનો પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ વડોદરા તાલુકા પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવીને વધું કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના પાછળનું કોઇ ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી.
સમગ્ર મમાલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, વડોદરાના ભાયલી વિસ્તારમાં ધી ફ્લોરન્સ નામના ફ્લેટ્સ આવેલા છે. આ ફ્લેટમાં ચિરાગભાઇ બ્રમ્હાણી તેમની પુત્રી બે માસથી ભાડે રહેતા રહેતા હતા. ચિરાગભાઇ બ્રમ્હાણી આઇટી કંપનીમાં કામ કરતા હોવાનું હાલ તબક્કે સપાટી પર આવવા પામ્યું છે. ચિરાગભાઇ અને તેમની 8 વર્ષની પુત્રીએ જીવન ટુંકાવ્યું હોવાની કમકમાટીભરી ઘટના આજે સવારે સામે આવી છે.
Advertisement
ઘટનાની જાણ થતા જ તાત્કાલીક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી છે. અને મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. ભાયલી વિસ્તારમાં આવેલા ફ્લેટ્સમાં રહેતા પિતા-પુત્રીએ શંકાસ્પદ દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. જો કે, જીવનનું અંતિમ પગલું ભરવા પાછળનું કોઇ નક્કર કારણ હાલ તબક્કે જાણી શકાયું નથી. પ્રાથમિક સુત્રોએ ઉમેર્યું કે, મૃતકે અંતિમ પગલું ભરતા પહેલા એક વીડિયો બનાવ્યો છે. હવે આ મામલે વધુ સ્પષ્ટતા પોલીસ તપાસ બાદ જ સામે આવશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
ઘટનાની જાણ થતા જ સોસાયટીના રહીશો એકત્ર થઇ ગયા હતા. પ્રાથમિક સુત્રોએ ઉમેર્યું કે, આ પગલાં અંગે જાણ થતા સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. પરંતુ તેમને બચાવી શકાયા ન્હતા. ઘટનાની જાણ થતા નજીકમાં રહેતા મૃતકોના પરિજનો પણ તાત્કાલીક દોડી આવ્યા હતા. અને હાલ પોલીસ દ્વારા આ મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકે જણાવ્યું કે, અમને કહ્યું કે, બુટની અંદર ચાવી છે. ચાવી ખોલીને અમે જોયું તો બેડ પર સુઇ ગયા હતા. અમને અંદાજો લાગ્યો કે, તેમનું મૃત્યુ થઇ ગયું છે. એટલે અમે તાત્કાલીક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સે આવીને તપાસ કરતા ત્રણ-ચાર કલાક પહેલા મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી.