Connect with us

Vadodara

5 ગેમઝોનને મંજુરી મળી, વેકેશનમાં સારી કમાણીની આશા

Published

on

  • નવી પોલીસી અનુસાર, નિયમોનું ચુસ્ત પાલન કરીને આ મંજુરી આપવામાં આવી છે. અને સમયાંતરે તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે



રાજકટ ગેમઝોન દુર્ઘટના બાદ વડોદરા  સહિત રાજ્યભરના ગેમઝોન બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા ગેમઝોનને લઇને નવી પોલીસી બનાવવામાં આવી હતી. અને તેને નોટીફાય કરીને અમલમાં મુકવામાં આવી હતી. આ પોલીસી વડોદરા માં લાગુ થયા બાદ વિવિધ ગેમઝોનના સંચાલકો દ્વારા શરૂ કરવા માટે અરજી આપવામાં આવી હતી. જે પૈકી પાંચ ગેમઝોનને મંજુરી આપવામાં આવી હોવાનું શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે. નવી પોલીસી અનુસાર, નિયમોનું ચુસ્ત પાલન કરીને આ મંજુરી આપવામાં આવી છે. અને સમયાંતરે તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવનાર હોવાનું કમિશનરએ મીડિયાને જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, હાલ શાળાઓમાં દિવાળી વેકેશન હોવાથી ગેમઝોન સંચાલકો સારી કમાણીની આશા રાખી રહ્યા છે.


વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર એ મીડિયાને જણાવ્યું કે, રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ સુરક્ષાના કારણોસર શહેરના ગેમઝોનને બંધ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં ગુજરાત સરકાર દ્વારા ગેમઝોનને ધ્યાને રાખીને નવી પોલીસીને નોટીફાય કરીને અમલમાં મુકવામાં આવી છે. તે મુજબ દરેક શહેર-જિલ્લામાં રાઇડ્સ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્સન કમિટીની રચના કરવાનું રહે છે. વડોદરા પોલીસ કમિશનરના તાબા હેઠળના અધિકારીના અધ્યક્ષસ્થાને વિવિધ સંસ્થાઓને સાંકળતી સમિતીની રચના કરવામાં આવી છે. જેમાં પોલીસ ઉપરાંત એક્ઝીક્યુટીવ વિભાગ (યાંત્રિક વિભાગ, વડોદરા શહેર) , એક્ઝીક્યુટીવ વિભાગ (માર્ગ મકાન વિભાગ), આરોગ્ય વિભાગના પ્રતિનિધિ, ફાયર સેફ્ટી અધિકારી, ઇલેક્ટ્રીકલ ઇન્સ્પેક્ટર, વડોદરા શહેરના કાર્યરત MSU ના એન્જિનીયરીંગના બે વિભાગના HOD (મિકેનીકલ અને એન્જિનીયરીંગ વિભાગ) ને મેમ્બર તરીકે ઉમેરવામાં આવ્યા છે.


વધુમાં તેમણે જણાવ્યું કે, તે પછી જે અરજીઓ મળેલ છે, તેના આધારે સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટી દ્વારા નિયમાનુસાર, એનઓસી, જોઇન્સ ઇન્સ્પેક્શન, સ્થળ મુલાકાત સમયે ધ્યાને આવેલા છીંડા દુર કરાવ્યા પછી અમને અહેવાલ મળ્યો છે. પોલીસ કમિશનર વડોદરા લાયસન્સીંગ ઓથોરીટી તરીકે હોવાથી 5 ગેમઝોને હાલ મંજુરી આપવામાં આવી છે. સમગ્ર કાર્યવાહીમાં ફાયર-ઇલેક્ટ્રીકલ સેફ્ટી, બિલ્ડીંગની મંજુરીઓ, સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓ, ટ્રાફીકની પરિસ્થીતી અંગેની વ્યવસ્થાને ધ્યાને લીધી છે. સમયાંતરે તેઓનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવશે.

Continue Reading
Vadodara13 hours ago

વડોદરામાં રામાપીરના નેજા યાત્રા દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં સારવાર અર્થે ખસેડાયેલા યુવાનો પૈકી એકની જિંદગી હોમાઈ

Vadodara2 days ago

વડોદરામાં નામચીન જમીન દલાલ સુનિલ મહિડાની ધરપકડ: લઘુમતી કોમની યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ

Savli4 days ago

સાવલી-શેરપુરા રોડ પર ગોદામપુરા બસ સ્ટેન્ડ પાસે ઊભેલા બાઇક સવારને ઇકો ચાલકે અડફેટે મહિલાનું મૃ*ત્યુ

Gujarat4 days ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat5 days ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Gujarat5 days ago

વડોદરાની યુવતીને મુંબઈની હોટલમાં બોલાવી ડ્રગ્સ અને દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ, 5 સામે ગુનો દાખલ

Vadodara5 days ago

વડોદરામાં APK ફાઈલ દ્વારા સાયબર ઠગાઈનો નવો પેંતરો: PM આવાસ યોજનાના નામે ફોન હેક કરવાની કોશિશ નિષ્ફળ

Vadodara6 days ago

જીલ્લા ભાજપ સંગઠનની ભેદી ચૂપકીદી વચ્ચે બરોડા ડેરીમાં ભાજપના જ ડિરેક્ટર વિપક્ષની ભૂમિકામાં આવ્યા!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat4 days ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat5 days ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara3 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending