Connect with us

Vadodara

વડોદરામાં પ્રથમ સાર્વાજનિક ગણેશજીની સ્થાપનાને 125 વર્ષ પૂર્ણ, દબદબાભેર શ્રીજી બિરાજ્યા

Published

on

વડોદરામાં આ સ્થાન એવું છે, જ્યાં છત્રપતિ શિવાજીનું ભારતનું સૌ પ્રથમ મંદિર આવેલું છે. આ સ્થાન સ્ટેટથી લઇને આજ સુધી મહત્વ રહ્યું છે – સાંસદ

  • વડોદરામાં સાર્વાજનિક ગણેશોત્સ્વની પ્રથમ ઉજવણીએ સવા સો વર્ષ પાર કર્યા
  • વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી ઐતિહાસિક જગ્યાએ સ્થાપનામાં જોડાયા.
  • વડોદરામાં અનેક છુપી વિરાસતો આવેલી છે.

શહેરનું પ્રથમ સાર્વાજનિક ગણેશ મંડળ, જુમ્માદાદા વ્યાયામ મંદિર  વર્ષ 125 માં વર્ષમાં પ્રવેશ્યું છે. વિતેલા સવા સો વર્ષથી અહિંયા ગણેશોત્સવ  પર શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. લોકમાન્ય તિલક અને સર સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી જુમ્માદાદા દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રથા આજે સવા સો વર્ષ બાદ પણ અકબંધ છે. આજે આ ઐતિહાસિક ગણેશજીના સ્થાપનાના કાર્યક્રમમાં શહેરના સાંસદ ડો. હેમાંગ જોષી જોડાયા હતા. અને તેમણે ભવ્ય ઇતિહાસની વિગતવાર માહિતી આપી હતી.

જુમ્માદાદા વ્યાયામ શાળાના અગ્રણીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, અમે વિવિધ કલ્ચરલ કાર્યક્રમો કરીએ છીએ. 1901 માં જુમ્માદાદા ઇન્ચાર્જ હતા. તેઓ મુસ્લિમ હતા, છતાં તેમણે લોકોને અને રાષ્ટ્રને જોડવાની ભાવનાથી સાર્વાજનિક ગણેશોત્સવની શરૂઆત કરી હતી. તેનું વિસ્તરીકરણ આખા રાજ્યમાં જુમ્મા દાદાએ કર્યું હતું. તેની માટે લોકમાન્ય તિલક પોતે અહિંયા આવ્યા હતા. તેઓ સયાજીરાવ અને જુમ્માદાદાને મળ્યા હતા, વાત કરી હતી. તે દિવસથી વિવિધ કાર્યક્રમો ચાલુ થયા છે, જે અમે આજે પણ ચાલુ રાખ્યો છે. અમારી સંસ્થા પહેલા શિર્કેના વાડામાં ચાલતી હતી. ત્યાં શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી 1920 થી એક જ જગ્યાએ થઇ રહ્યું છે. આ સાર્વાજનિક ગણેશોત્સવનું 125 મું વર્ષ ચાલી રહ્યું છે.

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે બરોડા સ્ટેટ કહેવાતું હતું ત્યારે 1901 થી ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. જુમ્માદાદા વ્યાયામ શાળામાં પ્રોફેસર માણેકરાવજીએ બાલ ગંગાધર તિલક અને મહારાજા સયાજીરાવના સહયોગથી સાર્વાજનિક ગણેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. 1901 બાદ આજે 125 માં વર્ષે ઐતિહાસિક ગણેશોત્સવનો ભાગ બનવા માટે, મને આમંત્રણ મળ્યું હતું.

આજે ગણેશ સ્થાપનાના પુજનમાં ભાગ લઇને તમામને મળ્યો અને ગણેશજીની આરાધની કરી છે. વડાપ્રધાન મોદી વિકાસ અને વિરાસતની વાત કરતા હોય ત્યારે આ સ્થાન એવું છે, જ્યાં છત્રપતિ શિવાજીનું ભારતનું સૌ પ્રથમ મંદિર આવેલું છે. આ સ્થાનનું બરોડા સ્ટેટથી લઇને આજના વડોદરામાં ખુબ મહત્વ રહ્યું છે.

Vadodara39 minutes ago

વડોદરા: વોર્ડ-6 માં ચૂંટણી પહેલા ‘જવાબ દો’ ના નારા; સુમેરુ ડુપ્લેક્સના રહીશોએ સાત પડતર માંગણીઓ સાથે કર્યો ચૂંટણી બહિષ્કાર

Vadodara15 hours ago

વડોદરા: કારેલીબાગમાં દુકાન બહાર બેસી આંક-ફરકનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

National15 hours ago

મજબૂરીનો ફાયદો ઉઠાવતું મોતનું સોદાગરોનું નેટવર્ક; કેન્સરની ‘મેજિક ડ્રગ’ કિટ્રુડાના નામે નકલી દવાનું મોટું કૌભાંડ

Vadodara21 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચે 17 ગુનાઓમાં સંડોવાયેલા રીઢા વાહનચોર ‘દેવા’ને દબોચ્યો

Vadodara21 hours ago

સુરત જેવી દુર્ઘટના ટળી? વડોદરામાં હાઈટેન્શન રોડ પર કોમ્પ્લેક્ષમાં આગ લાગતા અફરાતફરી.

Vadodara22 hours ago

વડોદરા SRP પરેડ ગ્રાઉન્ડ પર દુર્ઘટના: તિલકવાડાના 29 વર્ષીય જવાન દિનેશ બારિયાનું નિધન

Vadodara22 hours ago

વડોદરા: ONGC સાઇટ પરથી મળી આવી નવજાત બાળકી, સારવાર માટે SSG ખસેડાઈ

Vadodara1 day ago

વડોદરા : વોર્ડ-10 માં ભાજપ સામે બગાવતના સૂર; ઉમેદવાર અવની સ્ટેમ્પવાળા વિરુદ્ધ ‘પોસ્ટર વોર’ શરૂ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli3 days ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara6 days ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara7 days ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara1 week ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara1 week ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat1 week ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara2 weeks ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Trending