Connect with us

Gujarat

અમરેલીમા શિયાળબેટની બે બોટ દરિયામાં ગુમ,માછીમારોની શોધખોળ શરૂ કરાઈ

Published

on

ગુજરાતના દરિયાકાંઠે માછીમારોની મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક આવેલા શિયાળબેટની બે બોટ દરિયામાં લાપતા થઈ ગઈ છે.આ બંને બોટમાં કુલ 16 માછીમારો સવાર હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટના બાદ સ્થાનિક બોટ એસોસિએશને તાત્કાલિક કોસ્ટ ગાર્ડને જાણ કરી છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

દરિયામાં ગુમ થયેલી બોટના નામ ‘લક્ષ્મી પ્રસાદ’ અને ‘ધનવંતરી’ છે. દરેક બોટમાં આઠ-આઠ માછીમારો સવાર હતા. આ બોટનો સંપર્ક તૂટી જતાં માછીમાર પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

માછીમારોની સલામતીને લઈને ગંભીર સવાલો દરિયાઈ સુરક્ષા પર

આ ઘટના એક દિવસ પહેલાં બનેલી બીજી એક દુર્ઘટના બાદ સામે આવી છે. થોડા દિવસો પહેલાં જાફરાબાદની બે અને રાજપરા ગામની એક બોટ દરિયામાં જળ સમાધિ લઈ ગઈ હતી. તે ઘટનામાં સવાર 11 માછીમારો હજુ પણ લાપતા છે. જાફરાબાદની બે બોટ અને ગીર સોમનાથના રાજપરાની એક બોટમાં 28 માછીમારો હતા. જેમાંથી 17 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે 11 માછીમારોનો હજુ આજે પણ કોઈ પત્તો લાગ્યો નહોતો. આ ઉપરાઉપરી બનેલી ઘટનાઓએ દરિયાઈ સુરક્ષા અને માછીમારોની સલામતીને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.

જાફરાબાદની બોટો ડૂબ્યાની જાણ થતાં જ અમરેલી જિલ્લા કલેક્ટર , ધારાસભ્ય અને અધિકારીઓએ માછીમારોના આગેવાનો સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. લાપતા માછીમારોની શોધખોળ માટે કોસ્ટ ગાર્ડ દ્વારા બે એરક્રાફ્ટ અને અન્ય જહાજોની મદદ લેવામાં આવી હતી. જોકે, દરિયામાં ભારે કરંટ અને વરસાદના કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. હવામાન સ્વચ્છ થતાં પોરબંદર અને દમણથી વધુ ચાર એરક્રાફ્ટ પણ બચાવ કામગીરીમાં જોડાશે.

બોટ એસોસિએશનના પ્રમુખ દ્વારા કોસ્ટ ગાર્ડને જાણ કરવામાં આવતા, તાત્કાલિક ધોરણે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વાવાઝોડા જેવી પરિસ્થિતિ ન હોવા છતાં, અચાનક બોટોનો સંપર્ક તૂટી જવાથી અનેક પ્રશ્નો ઊભા થયા છે. તંત્ર દ્વારા લાપતા થયેલા માછીમારોને સહીસલામત શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે

Continue Reading
Vadodara7 hours ago

વડોદરા: નવરચના યુનિવર્સિટીમાં ‘અતિથિ’ બનીને આવી શાહુડી! 5 માળે શાહુડીને જોઈને વિદ્યાર્થીઓ અને સ્ટાફ ચોંકી ગયા

Gujarat10 hours ago

લગ્નની ખુશીઓ ખોવાઈ: કેરીનો રસ અને પનીરનું શાક બન્યું ઝેર સમાન; 400 લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર

Vadodara14 hours ago

વડોદરા: માંજલપુર પોલીસનો સપાટો; ટ્રેન અને સોસાયટીમાંથી મોબાઈલ ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

Vadodara23 hours ago

વૈકલ્પિક માર્ગ પર ધૂળની ડમરીઓ: ખખડધજ રસ્તા પરથી વાહનચાલકોની મજબૂરી, તંત્રની કામગીરી પર સવાલ

Vadodara1 day ago

વોર્ડ-10 માં રાજકીય ‘હાઈ-વોલ્ટેજ’ ડ્રામા: નીતિન દોંગા સામે ‘માસ્ક મેન’ નું ષડયંત્ર કે જનતાનો આક્રોશ?

Vadodara1 day ago

વડોદરા: સયાજીગંજ પોલીસનો સપાટો; ફોન પર વાત કરતા રાહદારીનો આઈફોન-13 લૂંટનાર 2 આરોપીઓ ઝડપાયા

Savli1 day ago

સાવલી ચૂંટણી અપડેટ: કર્મચારીઓએ બેલેટ પેપરથી કર્યું મતદાન; લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગીદારી

Vadodara1 day ago

વડોદરા: ડભોઈ રોડ પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો; કારમાં દારૂની હેરાફેરી કરતા 2 શખ્સો પોલીસના સકંજામાં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat2 days ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara1 week ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli1 week ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara2 weeks ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara2 weeks ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara2 weeks ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara2 weeks ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat2 weeks ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Trending