Connect with us

Gujarat

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Published

on

બોલો, ‘શરાબ-શબાબ’ની પાર્ટી માટે આયોજકો દ્વારા ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા. આ પાસ પર પાર્ટીમાં ‘અનલિમિટેડ દારૂ’ પી શકાશે, તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો

  • ઝેફાયર ફાર્મહાઉસમાં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટીનો ભાંડો ફૂટ્યો, 15થી વધુ અટકાયતમાં
  • જેમાં આઠ પુરુષો અને છ મહિલાઓનો સમાવેશ થયો છે.
  • હાઇપ્રોફાઇલ પાર્ટીઓ શહેરી વિસ્તારોમાં વારંવાર બેનકાબ થતી હોવા છતાં બંધાતી નથી.

અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા સેફાયર ફાર્મહાઉસમાં શુક્રવારે મોડી રાત્રે ચાલતી રેવ પાર્ટી પર બોપલ પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે 15થી વધુ લોકોને સ્થળેથી રંગેહાથ પકડ્યા હતા, જેમાં આઠ પુરુષો અને છ મહિલાઓનો સમાવેશ થયો છે. 

https://www.instagram.com/reel/DQOhNd5DAZb/?igsh=Zm9jc2ozNHpnbTQw

પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, હુક્કાનો સામાન તેમજ અન્ય મનોરંજનની વસ્તુઓ જપ્ત કરી છે. મૂળ બાતમી મળ્યા બાદ બોપલ પોલીસે ગોપનીય રીતે નજર રાખી અને પછી દરોડો પાડી હતો. આ કિસ્સાએ ફરી એક વાર ગુજરાતમાં દારૂબંધી ના અમલ સંદર્ભે પ્રશ્નો ઉભા કર્યા છે, કારણ કે આવી હાઇપ્રોફાઇલ પાર્ટીઓ શહેરી વિસ્તારોમાં વારંવાર બેનકાબ થતી હોવા છતાં બંધાતી નથી.

પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો. પોલીસે દારૂના નશામાં ચૂર 15થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આશ્ચર્યજનક રીતે આ પાર્ટીમાં 2 ભારતીયો સહિત 15 જેટલા NRI અને વિદેશી નાગરિકો મોજ માણતા ઝડપાયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા લોકોમાં નાઇજિરીયન, આફ્રિકન, મોઝામ્બિકા અને કેન્યાના નાગરિકો પણ સામેલ હતા.

બોપલ પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દારૂની પાર્ટી ચાલતી હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો. અમે દારૂ, હુક્કા અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે. આ મામલે ગુજરાત પ્રોહિબિશન ઍક્ટ હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો ખુલી છે. આ ‘શરાબ-શબાબ’ની પાર્ટી માટે આયોજકો દ્વારા ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા. આ પાસ પર પાર્ટીમાં ‘અનલિમિટેડ દારૂ’ પી શકાશે, તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ પાર્ટીનું આયોજન કેટલા મોટા પાયે કરવામાં આવ્યું હતું. બોપલ પોલીસે હાલ તમામ 15 લોકોની અટકાયત કરી, ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પાર્ટી કોઈપણ જાતની મંજૂરી વગર યોજવામાં આવી હતી અને આ મેળાવડા માટે ફાર્મહાઉસ ભાડે રાખવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ કેવી રીતે મંગાવવામાં આવ્યો અને કાર્યક્રમ માટે કોણે મંજૂરી આપી હતી તે અંગે આયોજકોની પૂછપરછ કરવામાં આવી રહી છે

આ પાર્ટીના મુખ્ય આયોજકો કોણ હતા, ફાર્મહાઉસ કોની માલિકીનું છે અને આટલો મોટો દારૂનો જથ્થો ગુજરાતમાં ક્યાંથી આવ્યો, તે દિશામાં પોલીસે વધુ પૂછપરછ શરુ કરી છે.

Vadodara2 hours ago

વડોદરામાં આચારસંહિતાનો અંત,બજેટ 2026-27ના કામોને મળ્યું ગ્રીન સિગ્નલ હવે વિકાસનો ‘સુપરફાસ્ટ’ રાઉન્ડ શરૂ!

Vadodara3 hours ago

સાવધાન! વોટ્સએપ ગ્રુપમાં નફાની લાલચ આપી વડોદરાના વૃદ્ધ સાથે કરોડની ઠગાઈ

Karjan-Shinor4 hours ago

કરજણ: કાનમ પેપર મિલમાં આગનો કહેર; 18 કલાકથી અવિરત બળતી મિલ, બોરવેલ ફેલ થતા મુસીબત વધી

Chhotaudaipur4 hours ago

કવાંટ ભાજપમાં ‘ખુરશી’ની લડાઈમાં ગઢ કાંગરે પડ્યો: આંતરિક ટાંટિયાખેંચે ભાજપનો કિલ્લો ધ્વસ્ત કર્યો, ‘આપ’નું ઝાડુ ફરી વળ્યું!

Vadodara5 hours ago

સાચવજો! વડોદરામાં નશાકારક કફ સીરપના ગેરકાયદે વેચાણના કૌભાંડનો પર્દાફાશ, લાયસન્સ કાયમી રદ

Vadodara6 hours ago

મોંઘવારીનો ‘ખાટો’ સ્વાદ: અબકી બાર લીંબુ ₹300કે પાર, રસોડામાં હવે ‘લીંબુના ફૂલ’નો સહારો

Vadodara1 day ago

અટલાદરા માધવનગરમાં મધરાત્રે ઘટના: બિલ્ડિંગ પરથી પટકાતા યુવકનું મોત; પોલીસ પર ઉઠ્યા સવાલો

Vadodara1 day ago

વડોદરામાં સત્તાના સંગ્રામનો પ્રારંભ: મેયર પદ માટે 3 દાવેદારો અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે 5 નેતાઓની ભારે ખેંચતાણ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara3 days ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Vadodara5 days ago

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Gujarat2 weeks ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara3 weeks ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli3 weeks ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara3 weeks ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara3 weeks ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Trending