Connect with us

Gujarat

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રસ્તાઓ બન્યા ‘ગુંદર’, કાળઝાળ ગરમીમાં તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી

Published

on

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ સૂર્યદેવતા આકરા પાણીએ થયા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ સાથે હિટવેવની આગાહી કરી છે. પરંતુ આ ગરમી માત્ર જનતાને જ નથી દઝાડી રહી, પણ સરકારી તંત્રના ભ્રષ્ટાચારને પણ ઓગાળી રહી છે. વડોદરા, નવસારી અને વલસાડમાં કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ ગરમીમાં પીગળી રહ્યા છે. જોઈએ આ ખાસ અહેવાલ.

☀️હિટવેવની આગાહી

​સમગ્ર ગુજરાત અત્યારે જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.

  • તાપમાનનો પારો: રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે, જ્યારે અમદાવાદ, વડોદરા અને ડીસામાં પારો 39 ડિગ્રીએ પહોંચ્યો છે.
  • હિટવેવ એલર્ટ: ઉત્તર-પૂર્વના ગરમ પવનોને કારણે અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, કચ્છ અને સુરત સહિતના જિલ્લાઓમાં હિટવેવની અસર વર્તાશે.
  • લોકડાઉન જેવો માહોલ: રાજકોટ જેવા શહેરોમાં બપોરના સમયે રસ્તાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે. લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે.

🛣️ભ્રષ્ટાચારના ‘પીગળતા’ રસ્તા

એક તરફ કુદરતી આફત જેવી ગરમી છે, તો બીજી તરફ માનવસર્જિત ભ્રષ્ટાચારનો નમૂનો જોવા મળી રહ્યો છે.

  • વડોદરા: ફતેગંજ બ્રિજ પર ડામર એટલી હદે પીગળ્યો છે કે વાહનચાલકોના ટાયર અને રાહદારીઓના ચંપલ રોડ પર ચોંટી રહ્યા છે. તંત્રએ આબરૂ બચાવવા પીગળેલા ડામર પર રેતી નાખવાનો વારો આવ્યો છે.આજે મકરપુરા ST ડેપો પાછળ નવો રોડ પાંચ દિવસમાં જ પીગળી ગયો ખાડા પડી ગયા.
  • નવસારી અને વલસાડ: નવસારીના મોટા બજારમાં હજુ હમણાં જ બનેલો રોડ 40 ડિગ્રી તાપમાન પણ સહન ન કરી શક્યો અને ગુંદરની જેમ ઓગળવા લાગ્યો છે. વલસાડમાં પણ બે મહિના પહેલા બનેલા રસ્તાની આ જ હાલત છે.
નવસારી

વલસાડ

🫵જનતાના સવાલો:-

🧐ચોમાસામાં ધોવાઈ જતા રસ્તાઓ વિશે તો આપણે સાંભળ્યું હતું, પરંતુ ઉનાળાની ગરમીમાં રસ્તાઓ ઓગળી જાય તે ગુજરાતના વિકાસ મોડલ પર મોટા સવાલો ઊભા કરે છે. જનતાના ટેક્સના પૈસાથી બનેલા આ રસ્તાઓ જ્યારે ગુંદર બની જાય, ત્યારે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી ક્યારે થશે? એ જ મોટો સવાલ છે.

Vadodara4 hours ago

ATM સાવધાન!: પતરાની પટ્ટી લગાવી પૈસા ચોરતી UPની ગેંગ ઝડપાઈ; વડોદરા પોલીસે કર્યો પર્દાફાશ

National6 hours ago

શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ: સોશિયલ મીડિયા સ્ટાર અભિજીત દીપકેનું મોટું એલાન; દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની તૈયારી

Vadodara7 hours ago

વડોદરા શિક્ષણ તંત્રની અનોખી પહેલ; નિવૃત્ત થયેલા 105 શિક્ષકોને નિવૃત્તિના દિવસે જ મળ્યા પેન્શનના દસ્તાવેજો

Vadodara8 hours ago

વડોદરા: માણેજામાં જુગારધામ પર પોલીસનો સપાટો; 1.01 લાખના મુદ્દામાલ સાથે 8 જુગારીઓ ઝડપાયા

Waghodia9 hours ago

વડોદરા: વાઘોડિયામાં પોલીસ રેઈડમાં 2.68 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો; એક બુટલેગરની ધરપકડ

Vadodara9 hours ago

વડોદરા: 5 કરોડનો નવો રોડ ખોદી નખાતા વિવાદ; મદ્રાસ ભવનના સંચાલકો સામે પાલિકાની લાલ આંખ

Vadodara10 hours ago

વડોદરા: એટીએમમાં પતરાની પટ્ટી લગાવી પૈસાની ચોરી! સ્ટેટ બેંકના એટીએમમાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ

Vadodara11 hours ago

વડોદરા: કમાટીબાગમાં સ્વચ્છતા માટે કડક નિયમો; પ્રવાસીઓ પાસેથી પાન-મસાલા જમા લેવાયા, પાણીની બોટલ માટે મંજૂરી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 days ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia1 week ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli2 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara4 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra4 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara4 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Trending