ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ સૂર્યદેવતા આકરા પાણીએ થયા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ સાથે હિટવેવની આગાહી કરી છે. પરંતુ આ ગરમી માત્ર જનતાને જ નથી દઝાડી રહી, પણ સરકારી તંત્રના ભ્રષ્ટાચારને પણ ઓગાળી રહી છે. વડોદરા, નવસારી અને વલસાડમાં કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ ગરમીમાં પીગળી રહ્યા છે. જોઈએ આ ખાસ અહેવાલ.
☀️હિટવેવની આગાહી
સમગ્ર ગુજરાત અત્યારે જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.
તાપમાનનો પારો: રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે, જ્યારે અમદાવાદ, વડોદરા અને ડીસામાં પારો 39 ડિગ્રીએ પહોંચ્યો છે.
હિટવેવ એલર્ટ: ઉત્તર-પૂર્વના ગરમ પવનોને કારણે અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, કચ્છ અને સુરત સહિતના જિલ્લાઓમાં હિટવેવની અસર વર્તાશે.
લોકડાઉન જેવો માહોલ: રાજકોટ જેવા શહેરોમાં બપોરના સમયે રસ્તાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે. લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે.
🛣️ભ્રષ્ટાચારના ‘પીગળતા’ રસ્તા
એક તરફ કુદરતી આફત જેવી ગરમી છે, તો બીજી તરફ માનવસર્જિત ભ્રષ્ટાચારનો નમૂનો જોવા મળી રહ્યો છે.
વડોદરા: ફતેગંજ બ્રિજ પર ડામર એટલી હદે પીગળ્યો છે કે વાહનચાલકોના ટાયર અને રાહદારીઓના ચંપલ રોડ પર ચોંટી રહ્યા છે. તંત્રએ આબરૂ બચાવવા પીગળેલા ડામર પર રેતી નાખવાનો વારો આવ્યો છે.આજે મકરપુરા ST ડેપો પાછળ નવો રોડ પાંચ દિવસમાં જ પીગળી ગયો ખાડા પડી ગયા.
નવસારી અને વલસાડ: નવસારીના મોટા બજારમાં હજુ હમણાં જ બનેલો રોડ 40 ડિગ્રી તાપમાન પણ સહન ન કરી શક્યો અને ગુંદરની જેમ ઓગળવા લાગ્યો છે. વલસાડમાં પણ બે મહિના પહેલા બનેલા રસ્તાની આ જ હાલત છે.
નવસારી
વલસાડ
🫵જનતાના સવાલો:-
🧐ચોમાસામાં ધોવાઈ જતા રસ્તાઓ વિશે તો આપણે સાંભળ્યું હતું, પરંતુ ઉનાળાની ગરમીમાં રસ્તાઓ ઓગળી જાય તે ગુજરાતના વિકાસ મોડલ પર મોટા સવાલો ઊભા કરે છે. જનતાના ટેક્સના પૈસાથી બનેલા આ રસ્તાઓ જ્યારે ગુંદર બની જાય, ત્યારે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી ક્યારે થશે? એ જ મોટો સવાલ છે.