Connect with us

Gujarat

ગુજરાત : અમરેલી-મહુવા વરસાદી ઝોનમાં: રાયડી ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ચિંતા

Published

on

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો.
  • જેમાં 21 તાલુકા એવા રહ્યા જ્યાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો.
  • ભારે વરસાદના કારણે ડુંગરની સ્થાનિક નદીમાં પૂર આવ્યું અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા.
  • પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પણ કમોસમી ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા.

હાલ અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલા જ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 21 તાલુકા એવા રહ્યા જ્યાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવામાં 7.68 ઈંચ અને સિહોરમાં 5 ઈંચ જેટલો નોંધાયો હતો. જ્યારે પાલિતાણામાં 2.99 ઈંચ, ભાવનગર શહેરમાં 2.83 ઈંચ, જેસરમાં 2.64 ઈંચ, ઉમરાળામાં 2.13, તળાજામાં 1.89 ઈંચ, વલ્લભીપુરમાં 1.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના સોનગઢમાં 3.94 ઈંચ વરસાદ ખાબક્યો તો સુરતના ઉમરપાડામાં 3.66, સુરત શહેરમાં 1.89 ઈંચ, ઓલપાડમાં 1.26 ઈંચ વરસાદ ખાબકતા શહેર સહિત જિલ્લાભરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

રાજ્યમાં સૌરાષ્ટ્રના અનેક કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદ શહેર સહિતના કોસ્ટલ બેલ્ટના ગ્રામ્ય વિસ્તારોમાં આખી રાત વરસાદ વરસ્યો. વડલી સહિત અનેક ગામોની શેરીઓ પાણીમાં તરબતર થઈ ગઈ અને દરિયાઈ વિસ્તારમાં પાણી ભરાયા હતા. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં પણ વરસાદ નોંધાયો.

જ્યારે આરાજુલાના ડુંગર માંડળ, ડુંગરપરડા, કુંભારીયા, દેવકા, બાલાપર, મસુનદડા સહિતના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે ડુંગરની સ્થાનિક નદીમાં પૂર આવ્યું અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા.

રાજ્યના અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાંભાના ગ્રામ્ય પંથકમાં સતત આખી રાત વરસાદ વરસતા રાયડી ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમનું જળસ્તર વધતા તેના પાંચ દરવાજા બે-બે ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાંચ દરવાજા ખોલવામાં આવતા રાયડી નદી બે કાંઠે વહેતી થઈ છે.

મધ્યમાં પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પણ કમોસમી ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, પ્રભારોડ, ચિત્રા ખાડી અને ભુરાવાવ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા, જેનાથી શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ અને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

National6 hours ago

દિલ્હીઃ પ્રદૂષણ સામે હાર માની સરકારે કર્યો કૃત્રિમ વરસાદ, ક્લાઉડ સીડિંગ માટે કાનપુરથી આવ્યું વિમાન

Vadodara7 hours ago

વડોદરાના અકોટા-મુજમહુડા રોડ પર વધુ એક ભુવો, નાગરિકોમાં રોષ, ડ્રેનેજ વિભાગની કામગીરી પર ઉઠ્યાં પ્રશ્નો

Gujarat7 hours ago

વરસાદી જોખમ વચ્ચે તંત્રની તજવીજ, તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર પર હાજર રહેવાનો આદેશ

Dabhoi8 hours ago

Dabhoi સ્થાનિક તંત્રની બેદરકારીની હદ: ખોદકામ બાદ વડોદરા ધોરીમાર્ગ વાહનચાલકો માટે ખતરનાક ઝોન બન્યો

Tech9 hours ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International9 hours ago

કેન્યા વિમાન દુર્ઘટના: પ્રવાસીઓ લઇ જતું વિમાન ક્રેશ થયું, 12 લોકોનાં મોતની શક્યતા

Vadodara10 hours ago

રાષ્ટ્રીય એકતા દિવસ સમયે રસ્તા કિનારે ગરીબો ન દેખાય તે માટે દબાણ દૂર કરાયા!

Vadodara11 hours ago

જ્વેલર્સ શોરૂમની ‘ગ્લેમરસ’ ગેંગ: 10 લાખની ચોરી, મુખ્ય માસ્ટરમાઈન્ડ પોલીસ હાથે jadpai

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra2 years ago

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Gujarat3 days ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Vadodara3 days ago

માંજલપુરમાં અસામાજિક તત્વોની તોડફોડ, 15 રિક્ષા-ટેમ્પોને નુકસાન

Dabhoi3 days ago

વડોદરા-ડભોઇ રોડ પર પલાસવાડા ફાટક પાસે ભારે ટ્રાફિકજામ, કલાકો સુધી વાહનો અટવાયા

Vadodara2 weeks ago

વડોદરા શહેરમાં સુનિલ પાન ગેંગનો પર્દાફાશ: 96થી વધુ લુંટ અને ચોરીના ગુનાઓનો અંત, ગુજસીટોક હેઠળ કાર્યવાહી

Vadodara2 weeks ago

“વડોદરામાં પોલીસની નિષ્ફળતા સ્પષ્ટ: નાગરિકો જ હવે બુટલેગરોને પકડી પોલીસને શરાબનો જથ્થો સોંપે છે”

Vadodara2 weeks ago

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે પાલિકાના સ્ટ્રીટ લાઈટ વિભાગના સ્ટાફે ઝંડા લગાવવાની જવાબદારી સ્વીકારી?

International2 weeks ago

VIDEO : અમેરિકા : ટેક્સાસ રાજ્યમાં ઉડતું વિમાન ટ્રક પર આવીને પડ્યું, ક્રેશ બાદ આગના જોરદાર આગ લાગી

Vadodara3 weeks ago

શહેરમાં માંજલપુર વિધાનસભા બન્યું કચરાનું કેન્દ્ર! છ મહિનાથી જાંબુવા લેન્ડફિલ સાઇટ પર કામ બંધ

Trending