Connect with us

Vadodara

વડોદરા: ફ્લેટ અપાવવાના નામે સમર્પણ ડેવલપર્સના બિલ્ડરની છેતરપિંડી, મકરપુરામાં ફરિયાદ દાખલ

Published

on

  • તરસાલીમાં છેતરપિંડી: સમર્પણ ડેવલપર્સના બિલ્ડર જતીન પંચોલીએ આચરી લાખોની છેતરપિંડી.
  • બારોબાર વેચાણ: ગ્રાહક પાસેથી નાણાં લીધા બાદ બાનાખત રદ કરી ફ્લેટ અન્યને વેચી દીધો.
  • બેવડો શિકાર: દિયર અને ભાભી બંને સાથે કુલ 15 થી 20 લાખની છેતરપિંડીની આશંકા.
  • પોલીસ એક્શન: સુરત અને સેવાસીના બિલ્ડર વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.

વડોદરા: શહેરમાં મકાન લેવાનું સપનું જોતા મધ્યમ વર્ગના લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અને મૂળ નર્મદાના વતની ખેડૂત તેમજ તેમના પરિવાર સાથે તરસાલીની એક સ્કીમમાં ફ્લેટ અપાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે.

📝ઘટનાની વિગત:

માંજલપુર તુલસીધામ પાસે રહેતા અને મૂળ નર્મદાના વરખડ ગામના ખેડૂત સંદીપભાઈ સોમાભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2021માં તેમણે તરસાલી વિસ્તારમાં ‘સમર્પણ’ નામની સ્કીમમાં ફ્લેટ લેવા માટે સમર્પણ ડેવલપર્સના પ્રોપરાઇટર જતીનભાઈ શાંતિલાલ પંચોલી (રહે-સેવાસી, વડોદરા અને સુરત) નો સંપર્ક કર્યો હતો. 8.50 લાખમાં ફ્લેટ નક્કી કરી સંદીપભાઈએ બિલ્ડરને ટુકડે-ટુકડે નાણાં ચૂકવ્યા હતા.

😷બીમારીનો ગેરલાભ ઉઠાવ્યો:

દરમિયાન, સંદીપભાઈ બીમાર પડી જતા તેઓ બિલ્ડરનો સંપર્ક કરી શક્યા ન હતા. સ્વસ્થ થયા બાદ જ્યારે તેઓ સ્કીમ પર પહોંચ્યા ત્યારે સ્કીમ અધૂરી હતી અને બિલ્ડરનો સંપર્ક થતો ન હતો. તપાસ કરતા ચોંકાવનારી વિગત બહાર આવી કે, બિલ્ડર જતીન પંચોલીએ 21-01-2022 રોજ સંદીપભાઈની ગેરહાજરીમાં જ એકતરફી બાનાખત રદ કરી દીધું હતું અને તે જ ફ્લેટ સુરતના એક મહિલાને 10 લાખમાં વેચી દીધો હતો.

🧐પરિવારના અન્ય સભ્ય સાથે પણ ઠગાઈ:

આટલું જ નહીં, સંદીપભાઈના ભાભી ભાવિસાબહેન પંકજભાઈ પટેલે પણ આ જ સ્કીમમાં ફ્લેટ બુક કરાવ્યો હતો અને નાણાં ચૂકવ્યા હતા. બિલ્ડરે તેઓને પણ અંધારામાં રાખી તેમનો ફ્લેટ અન્યને વેચી દીધો હતો. આમ, દિયર-ભાભી પાસેથી કુલ આશરે એક 15 થી 20 લાખ રૂપિયા પડાવી લઈ બિલ્ડરે છેતરપિંડી આચરી છે.

🚨પોલીસ કાર્યવાહી:

પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે સંદીપભાઈ પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર જતીન પંચોલી વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આરોપી બિલ્ડરની શોધખોળ અને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Continue Reading
Vadodara14 hours ago

દબાણોએ લીધો માસૂમનો ભોગ? કંપનીઓના દબાણથી ચાલવાનો રસ્તો બંધ થતા યુવતી કાંસમાં ખાબક્યાની આશંકા

Vadodara2 days ago

વડોદરામાં નવરાત્રીના માહોલ વચ્ચે તસ્કરો બેફામ: કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકાનને બનાવ્યું નિશાન

Vadodara2 days ago

વડોદરા : આર્મીમાં ફરજ બજાવ્યા વિના જ બન્યા ‘Ex-Army’: નકલી સેવા નિવૃત્તિ પુસ્તિકા અને પેન્શન કાર્ડ સાથે 2 આરોપીની ઝડપાયા

Vadodara2 days ago

જીલ્લા ભાજપના નેતાના પુત્ર આણી મંડળીએ આવાસ અપાવવાના નામે ગરીબો પાસેથી 63.55 લાખ પડાવ્યા

Vadodara3 days ago

આજવા સરોવરની સપાટી ઘટીને 208.64 ફૂટે પહોંચી: દિવાળી બાદ વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ

Savli4 days ago

મંજુસર પોલીસે બિશ્નોઈ ગેંગનો 79 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો, નેટવર્ક ચલાવવા અંતરરાષ્ટ્રીય નંબરના ઉપયોગનું રહસ્ય ખુલ્યું

Vadodara4 days ago

આવાસ યોજનામાં મકાન લેતા પહેલાં સાવધાન! બનાવટી પહોંચો આપી રૂ. 17.75 લાખ પચાવી પાડનાર સામે પોલીસ ફરિયાદ

Vadodara5 days ago

વડોદરામાં સળિયા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ: પોલીસે દરોડો પાડી રંગેહાથ 50.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat3 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat3 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending