Connect with us

Gujarat

નવસારીમાં હોટલ રેડ દરમિયાન ફાયરિંગ! SMC ટીમ પર હુમલો, ચાર ધરપકડ – એક આરોપીને પગમાં ગોળી વાગી

Published

on

નવસારી જિલ્લાના બીલીમોરામાં વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ અને શાર્પશૂટર ગેંગ વચ્ચે અથડામણ.

  • ગેંગના ઈસમો હથિયારોની આપ-લે કરવા હોટેલમાં રોકાયા હતા તેવી બાતમી પરથી SMCની કાર્યવાહી.
  • ઝડપાયેલા ઈસમોની ઓળખ – હરિયાણાના યશ સિંહ, મધ્ય પ્રદેશના રિષભ શર્મા, રાજસ્થાનના મનિષ અને મદાન કુંવાત.
  • ત્રણ દેશી પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ જપ્ત.સ્ટેટ મોનિટરિંગ સેલ અને જિલ્લા પોલીસની સંયુક્ત કાર્યવાહી.

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં મંગળવારની વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ અને કુખ્યાત શાર્પશૂટર ગેંગ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. હથિયારોની આપ-લે કરવા આવેલા ગેંગના સભ્યો પર દરોડો પાડવા ગયેલી પોલીસે ઘેરાબંધી કરતા જ ગેંગે ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં પોલીસે પણ સ્વરક્ષા માટે વળતો ફાયરિંગ કર્યો હતો.

ફાયરિંગ દરમિયાન હથિયારો સપ્લાય કરવા આવેલા પાંચ ઈસમોમાંના એકને પગમાં ગોળી વાગી હતી. ઘાયલને સારવાર માટે તરત જ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે બાકી ચાર ઈસમોને ઘટનાસ્થળેથી જ પોલીસએ ઝડપી લીધા હતા. ધરપકડ થયેલ ઈસમોની ઓળખ હરિયાણાના યશ સિંહ, મધ્ય પ્રદેશના રિષભ શર્મા, તથા રાજસ્થાનના મનિષ અને મદાન કુંવાત તરીકે થઈ છે.

પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ દેશી પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. ઘટનાની જાણ થતાં સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે નવસારી જિલ્લા પોલીસની અન્ય ટીમો પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.બાબરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તારણ મુજબ, ઝડપાયેલા ઈસમો એક કુખ્યાત આંતરરાજ્ય ગેંગ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને સત્તાવાર FIR નોંધવાની પ્રક્રિયા ચાલુ છે.

Continue Reading
Vadodara14 hours ago

ગેસ લીકેજથી ઓફિસમાં વિસ્ફોટ: એસી (AC) ગેસની જ્વલનશીલતા અને અગરબત્તીના સ્પાર્કથી કાચના ફુરચેફુરચા ઉડ્યા

Vadodara16 hours ago

વડોદરાના આંબેડકર નગર વિસ્તારમાં દારૂનું વેચાણ કરનાર આરોપીની અટકાયત, જયેશ શર્મા નામનો શખ્સ વોન્ટેડ જાહેર

Vadodara17 hours ago

ટ્રાફિક જામથી નાગરિકો ત્રાહિમામ: ખિસકોલી સર્કલના ટ્રાફિક મેનેજમેન્ટ સામે ઉઠતા સવાલો

Vadodara1 day ago

લક્ષ્મીપુરામાં પોલીસનો સપાટો: બંધ મકાનમાં ચાલતા જુગારધામ પર રેઇડ, 7 શખ્સો રંગેહાથ ઝડપાયા

Vadodara1 day ago

‘સ્માર્ટ’ પ્રી-મોન્સૂન કામગીરીનું સત્ય:  થોડાક જ વરસેલા વરસાદ માં ટ્રક અચાનક રસ્તામાં ગરકાવ

Vadodara1 day ago

વડોદરા પાલિકાનો અણઘડ વહીવટ: દુધવાળા મોહલ્લામાં મેયરની હાજરીમાં ‘ભૂલ’ સુધારવા ગયા અને આખી લાઇન જ ખોટી કાપી નાખી

Vadodara2 days ago

ચોમાસામાં સતર્કતા: 15 સેન્સર દ્વારા વરસાદનું લાઇવ મોનિટરિંગ, નાગરિકો માટે ઉપયોગી સાબિત થશે આ સુવિધા

Dabhoi2 days ago

‘ઓપરેશન પરાક્રમ’: ડભોઇના ચાર કુખ્યાત ગુનેગારો પાસા હેઠળ જેલભેગા, ત્રણ અલગ-અલગ શહેરોમાંથી ધરપકડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli4 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara6 days ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara1 week ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 week ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara2 weeks ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara2 weeks ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara2 weeks ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Trending