નવસારી જિલ્લાના બીલીમોરામાં વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ અને શાર્પશૂટર ગેંગ વચ્ચે અથડામણ.
ગેંગના ઈસમો હથિયારોની આપ-લે કરવા હોટેલમાં રોકાયા હતા તેવી બાતમી પરથી SMCની કાર્યવાહી.
ઝડપાયેલા ઈસમોની ઓળખ – હરિયાણાના યશ સિંહ, મધ્ય પ્રદેશના રિષભ શર્મા, રાજસ્થાનના મનિષ અને મદાન કુંવાત.
ત્રણ દેશી પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ જપ્ત.સ્ટેટ મોનિટરિંગ સેલ અને જિલ્લા પોલીસની સંયુક્ત કાર્યવાહી.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં મંગળવારની વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ અને કુખ્યાત શાર્પશૂટર ગેંગ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. હથિયારોની આપ-લે કરવા આવેલા ગેંગના સભ્યો પર દરોડો પાડવા ગયેલી પોલીસે ઘેરાબંધી કરતા જ ગેંગે ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં પોલીસે પણ સ્વરક્ષા માટે વળતો ફાયરિંગ કર્યો હતો.
ફાયરિંગ દરમિયાન હથિયારો સપ્લાય કરવા આવેલા પાંચ ઈસમોમાંના એકને પગમાં ગોળી વાગી હતી. ઘાયલને સારવાર માટે તરત જ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે બાકી ચાર ઈસમોને ઘટનાસ્થળેથી જ પોલીસએ ઝડપી લીધા હતા. ધરપકડ થયેલ ઈસમોની ઓળખ હરિયાણાના યશ સિંહ, મધ્ય પ્રદેશના રિષભ શર્મા, તથા રાજસ્થાનના મનિષ અને મદાન કુંવાત તરીકે થઈ છે.
પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ દેશી પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. ઘટનાની જાણ થતાં સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે નવસારી જિલ્લા પોલીસની અન્ય ટીમો પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.બાબરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તારણ મુજબ, ઝડપાયેલા ઈસમો એક કુખ્યાત આંતરરાજ્ય ગેંગ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને સત્તાવાર FIR નોંધવાની પ્રક્રિયા ચાલુ છે.