Connect with us

Gujarat

નિયમોના ધજાગરા,શ્વાસ લેવું પણ મુશ્કેલ! દિવાળીએ ફટાકડાથી અમદાવાદનું આકાશ ધૂંધાળું, AQI 1000 પાર

Published

on

1000થી પણ વધુ AQI નોંધાયો, જે “અત્યંત જોખમી” (Severe+) સ્તર ગણાય છે. જે બાળકો, વૃદ્ધો અને શ્વસન દર્દીઓ માટે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.

  • સરેરાશ AQI: 300 થી વધુ, જે “ખૂબ જ ખરાબ” (Very Poor) કેટેગરીમાં આવે છે.
  • રાત્રે મોડી સુધી ફોડાયેલા ફટાકડા, વાહન વ્યવહાર, ધૂળ અને હવામાનમાં સ્થિરતા (low windspeed).
  • આંખમાં ચળકાટ, શ્વાસની તકલીફ, અસ્થીમા અને હૃદયરોગના દર્દીઓ માટે જોખમમાં વધારો.

અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારની ઉજવણી બાદ  જાણે પ્રદૂષણની ગાઢ ચાદરમાં લપેટાઈ ગયું. સોમવારે રાત્રે સરકારી નિયમોને નેવે મૂકીને મોડી રાત સુધી ફોડવામાં આવેલા ફટાકડાના કારણે શહેરની હવા ઝેરી બની ગઈ હતી. 20 ઓક્ટોબરની રાત્રે શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300ને પાર કરી ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગયો હતો, જ્યારે થલતેજ જેવા વિસ્તારમાં તો AQI 1000થી વધુના અત્યંત જોખમી સ્તરે પહોંચતા ચિંતાનો માહોલ સર્જાયો છે.

ગુજરાત સરકારે રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની માર્ગદર્શિકા બહાર પાડી હતી, પરંતુ શહેરના મોટાભાગના વિસ્તારોમાં મોડી રાત સુધી આતશબાજી ચાલુ રહી હતી. પરિણામે, હવામાં PM2.5 અને PM10 જેવા ઝેરી રજકણોનું પ્રમાણ ભયજનક સ્તરે વધી ગયું હતું. aqi.in વેબસાઈટ મુજબ, ચાંદખેડા, બોપલ, શીલજ, નારોલ અને સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં AQI 350થી 500ની વચ્ચે ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાયો હતો. દિવાળીની સવાર ધુમ્મસભરી રહી અને હવામાં ગનપાઉડરની તીવ્ર ગંધ અનુભવાઈ, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જ્યારે એક સમયે નારોલ જેવા વિસ્તારમાં AQI 850 થી ઉપર નોંધાયો હતો.

ઘટના અંગે નિષ્ણાતોએ જણાવ્યું કે, “આટલું ઊંચું AQI લેવલ, ખાસ કરીને PM2.5નું વધેલું પ્રમાણ, ફેફસાં માટે અત્યંત હાનિકારક છે. તેનાથી અસ્થમાના દર્દીઓને ગંભીર હુમલા આવી શકે છે અને સામાન્ય વ્યક્તિને પણ શ્વાસનળીમાં બળતરા અને લાંબા ગાળે ફેફસાનું કેન્સર થવાનું જોખમ રહે છે.” તેમણે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વસનતંત્રની બીમારી ધરાવતા લોકોને આગામી બે-ત્રણ દિવસ ઘરની બહાર નીકળવાનું ટાળવા અને માસ્ક પહેરવાની સલાહ આપી છે.

AMC દ્વારા પ્રદૂષણ ઘટાડવા માટે મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ અને એન્ટી-સ્મોગ ગનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળી પર પ્રદૂષણનું સ્તર લગભગ 20% વધુ નોંધાયું છે. સામાન્ય દિવસોમાં અમદાવાદનો AQI 100ની નીચે રહે છે, જેની સરખામણીમાં આ વધારો અત્યંત ચિંતાજનક છે.

જ્યારે AQI હવાની ગુણવત્તા માપવાનો એક માપદંડ છે. તેની રેન્જ 0થી 500 વચ્ચે હોય છે. 0-100 સારો, 101-200 સાધારણ, 201-300 ખરાબ, 301-400 ખૂબ જ ખરાબ અને 401-500 અત્યંત ગંભીર માનવામાં આવે છે. આ ઇન્ડેક્સ નાગરિકોને હવાની ગુણવત્તા વિશે સાવચેત કરવામાં મદદ કરે છે.

Savli5 hours ago

વડોદરા: સાવલી તાલુકાના સરદારનગર રોડ પર ભયાનક અકસ્માત, યુવાકનું કરુણ અવસાન

Vadodara5 hours ago

દેણા ચોકડી પાસે ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

Vadodara6 hours ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

International8 hours ago

વિદેશમાં જોબ માટે જતા સાવધાન! કિડનેપિંગ રિસ્ક વધતા દેશે વીઝા ફ્રી એન્ટ્રી પર બ્રેક

Vadodara8 hours ago

વિલંબ બાદ ભાજપે મેન્ડેટ જાહેર કર્યા, ભાજપના જ સહકારી અગ્રણીઓ ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં સામને-સામને

National8 hours ago

માઉન્ટ આબુ ‘ફ્રિઝ’! ગુરુશિખર માઇનસ 2° પર પહોંચ્યું

Vadodara1 day ago

ઉતરાયણ પૂર્વે મોટી ઘટના: ગળામાં દોરી ફસાતા બાઇકચાલકનો કરૂણ મોત

Savli1 day ago

સર્વર સ્લો થઈ જતાં સાવલીમાં હાહાકાર: પાક સહાયના ફોર્મ માટે ખેડૂતોની લાંબી લાઈનો

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Vadodara6 hours ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara1 week ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National2 weeks ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli3 weeks ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat3 weeks ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Vadodara3 weeks ago

માંજલપુરમાં અસામાજિક તત્વોની તોડફોડ, 15 રિક્ષા-ટેમ્પોને નુકસાન

Dabhoi3 weeks ago

વડોદરા-ડભોઇ રોડ પર પલાસવાડા ફાટક પાસે ભારે ટ્રાફિકજામ, કલાકો સુધી વાહનો અટવાયા

Vadodara1 month ago

વડોદરા શહેરમાં સુનિલ પાન ગેંગનો પર્દાફાશ: 96થી વધુ લુંટ અને ચોરીના ગુનાઓનો અંત, ગુજસીટોક હેઠળ કાર્યવાહી

Trending