Connect with us

Gujarat

અમદાવાદ: સ્નેહાંજલિ સોસાયટીના રહીશોનો આક્રોશ, બિલ્ડર દિલીપ પટેલના ઘર બહાર ધરણા

Published

on

અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરોની લાપરવાહીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરની સ્નેહાંજલિ સોસાયટીના રહીશો આજે રસ્તા પર ઉતરી આવ્યા છે. પોતાની આજીવનની કમાણી ખર્ચીને લીધેલા ઘર પર આજે કોર્પોરેશનનું જેસીબી ફરી વળ્યું છે. બિલ્ડર દિલીપ પટેલની છેતરામણીનો ભોગ બનેલા પરિવારો હવે ન્યાય માટે બિલ્ડરના નિવાસસ્થાને જઈને ધરણા પર બેઠા છે.

આ દ્રશ્યો છે અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીના, જ્યાં આજે સવારે 9 વાગ્યે ભયનો માહોલ જોવા મળ્યો. AMCના ચાર અધિકારીઓ અને જેસીબી મશીન કાફલા સાથે પહોંચતા જ રહીશો સ્તબ્ધ થઈ ગયા હતા. તંત્ર દ્વારા બંધ મકાનોમાં તોડફોડ શરૂ કરાતા રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેને પગલે કામગીરી અટકાવવી પડી હતી. રહીશો અત્યારે પોતાના ઘરમાંથી સામાન બહાર કાઢવા મજબૂર બન્યા છે.

📌સમગ્ર વિવાદ શું છે?

  • બિલ્ડર: દિલીપ પટેલ દ્વારા સ્નેહાંજલિ સોસાયટીનું નિર્માણ કરાયું.
  • મુખ્ય મુદ્દો: વર્ષ 2006માં જાણ થઈ કે આખી સોસાયટી ગેરકાયદેસર છે.
  • ખોટા વાયદા: છેલ્લા 15 વર્ષથી બિલ્ડર કાયદેસર કરાવવાની ખાતરી આપતો રહ્યો, પણ પરિણામ શૂન્ય આવ્યું.
  • વર્તમાન સ્થિતિ: AMC દ્વારા ડિમોલિશન શરૂ થતા લોકો બેઘર થવાની અણી પર છે.


➡️ “અમે અમારી મહેનતની કમાણી બિલ્ડરને આપી છે. હવે જ્યારે ઘર તૂટી રહ્યા છે ત્યારે બિલ્ડર દિલીપ પટેલ અમારો ફોન પણ નથી ઉપાડતા. અમે ક્યાં જઈએ? જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે બિલ્ડરના ઘર પાસેથી ખસીશું નહીં.”

📢 હાલ તો રહીશો બિલ્ડરના ઘરે ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા છે. એક બાજુ કોર્પોરેશનની લટકતી તલવાર અને બીજી બાજુ બિલ્ડરની નિષ્ક્રિયતા વચ્ચે સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો પીસાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને બિલ્ડર આ મામલે શું વલણ અપનાવે છે.

Continue Reading
Gujarat2 hours ago

ગુજરાત : રિક્ષા ચાલકોનો સરકાર સામે ‘આર-પાર’નો જંગ; “અમને ભાડાં નક્કી કરવાની સ્વતંત્રતા આપો, ભીખ નહીં!”

Savli2 hours ago

સાવલી : સેવા સદનમાં જ ‘તરસ્યા’ અરજદારો! ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓ અને નાગરિકો પાણી માટે વલખાં મારવા મજબૂર

Vadodara3 hours ago

વડોદરા : સત્તાના સપના સાકાર થયા, હવે જનતા રામભરોસે! ચૂંટાયેલા કોર્પોરેટરો નગરસેવક મટીને ‘સોશિયલ મીડિયા’ના સ્ટાર બન્યા?

Vadodara21 hours ago

વડોદરા : સયાજીગંજ પોલીસનો સપાટો; પ્રતાપગંજમાંથી લાખોના વિદેશી દારૂના જથ્થા સાથે કાર ઝડપાઈ

Editor's Exclusive23 hours ago

જીલ્લા ભાજપમાં નવા સિદ્ધાંતો પ્રસ્થાપિત થયા, શું પ્રમુખ હવે મહામંત્રીને રીપોર્ટ કરશે ?

Vadodara1 day ago

વાઘોડિયા વિસ્તારમાં ગરીબીની પરાકાષ્ઠા! અંતિમ સંસ્કાર માટે પૈસા કે સગવડનો અભાવ; ઝૂંપડપટ્ટીમાં જ પત્નીએ કર્યા પતિના અંતિમ સંસ્કાર

Vadodara1 day ago

દિવાળીપુરામાં અકસ્માત બાદ નબીરાનો ઉદ્ધત જવાબ “કોઈને કંઈ થયું તો નથી ને?”: શું કાયદો અમીરો માટે અલગ છે?

Vadodara1 day ago

“નગ્ન વીડિયો ઉતારી ધમકી”: મોબાઈલ પાછો માંગવો યુવકને પડ્યો મોંઘો; આરોપીઓએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Waghodia4 days ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli1 week ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra3 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara3 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara4 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Trending