Connect with us

Vadodara

વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચએ કેનેડા મોકલવાના બહાને કરોડોની છેતરપિંડી કરનાર આરોપી ઝડપયો

Published

on

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલની સૂચના હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે શરૂ કરાયેલી ઝુંબેશમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. કેનેડાના વિઝા અને PR અપાવવાના બહાને 60 જેટલા લોકો સાથે રૂ. 7.48 કરોડની છેતરપિંડી આચરનાર આરોપી તલ્વીન્દર દારાસસિંગ સંધુને દુમાડ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

🚨કેવી રીતે ઝડપાયો આરોપી?

ક્રાઈમ બ્રાન્ચના DCP હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ ACP ડી. જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમો તપાસમાં હતી. આ દરમિયાન PI આર. જી. જાડેજા, PI એન. જી. જાડેજા અને PSI આર. એન. બારૈયાની ટીમને મળેલી બાતમીના આધારે, નિઝામપુરા વિસ્તારમાં રહેતા તલ્વીન્દર સંધુને દુમાડ ચોકડી પાસેથી દબોચી લેવાયો હતો.

શું હતો સમગ્ર ગુનો?

પકડાયેલ આરોપી સામે સી.આઈ.ડી. ક્રાઈમ (ગાંધીનગર) ખાતે ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયેલો હતો. ગુનાની વિગતો મુજબ:

  • કાવતરું: આરોપીઓએ ‘ઓવરસીઝ ગેટવે’ કંપનીની ફ્રેન્ચાઈઝી લઈ ગાંધીનગરમાં ઓફિસ ખોલી હતી.
  • છેતરપિંડી: વર્ષ 2020 થી 2024 દરમિયાન કુલ 60 ક્લાયન્ટ્સ પાસેથી કેનેડાના વિઝા અપાવવાના બહાને એડવાન્સ પેટે રૂ. 7,48,24,000/- મેળવ્યા હતા.
  • બનાવટી દસ્તાવેજો: આરોપીઓએ કેનેડાની નામી કંપનીઓ જેવી કે Dragon E Bike, McDonald’s અને Evergreen Canada ના નામે ખોટા LMIA (Labour Market Impact Assessment) લેટરો અને એન્ડોર્સમેન્ટ લેટરો બનાવ્યા હતા.
  • ભવિષ્ય સાથે ચેડા: આ નકલી દસ્તાવેજોનો અસલ તરીકે ઉપયોગ કરી કેનેડા એમ્બેસીમાં ફાઈલો સબમિટ કરાવી ક્લાયન્ટ્સના ભવિષ્ય સાથે છેડા કર્યા હતા.

✍️આગળની કાર્યવાહી

આ ગુનાની તપાસ ગાંધીનગર CID ક્રાઈમ (EOW) દ્વારા કરવામાં આવી રહી હોવાથી, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી ગાંધીનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

🧐આરોપીની વિગત:

  • નામ: તલ્વીન્દર દારાસસિંગ સંધુ
  • સરનામું: ગુરૂનાનકનગર, નતાશા પાર્ક પાસે, નિઝામપુરા, વડોદરા.
  • કલમો: IPC 406, 409, 465, 467, 468, 471, 120(B).

Continue Reading
Vadodara18 hours ago

વડોદરા: ગોરવા સહયોગ ગાર્ડન સામે વૃદ્ધાને અડફેટે લેનાર ઓટો રિક્ષા ચાલક બિરેન્દ્ર પાંડેને રિક્ષા સાથે દબોચતી ગોરવા પોલીસ

Vadodara23 hours ago

વડોદરા: તાલુકા પંચાયતમાં નવા સુકાનીઓની નિમણૂક; પુનમભાઈ જાદવ પ્રમુખ અને વનીતાબેન ટાટોડ ઉપપ્રમુખ તરીકે જાહેર

Vadodara24 hours ago

વડોદરાઃ સુભાનપુરામાં વહેલી સવારે મહિલાના ગળામાંથી ચેઈન આંચકનાર અમદાવાદનો તુષાર ઉર્ફે કાવો ₹1.23 લાખના મુદ્દામાલ સાથે અરેસ્ટ

Vadodara1 day ago

વડોદરામાં અશુદ્ધ આહાર: ફરી એકવાર જાણીતી રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે; ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

Vadodara2 days ago

વડોદરા: HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવવાના કૌભાંડમાં મોટો ખુલાસો; મુખ્ય સપ્લાયર અશોક ચૌધરી રાજસ્થાનથી અરેસ્ટ

Vadodara2 days ago

વડોદરા: ભાલેજથી ગૌમાંસની હેરાફેરીનો પર્દાફાશ; એક્સેસ સ્કૂટરની ડેકીમાંથી 40 કિલો જથ્થો મળતા દંપતી ઝડપાયું

Vadodara2 days ago

વડોદરા: માંજલપુર પોલીસે કાશીબાનગર કોલોનીના ખુલ્લા પ્લોટમાં રેડ પાડી; પત્તા રમતા 10 જુગારીઓ ₹69,300 ના મુદ્દામાલ સાથે પકડાયા

Politics2 days ago

ડિજિટલ ક્રાંતિ કે વ્યંગ્યનું તોફાન? CJP ની લોકપ્રિયતાથી સરકારમાં હલચલ; એકાઉન્ટ બ્લોક છતાં ફોલોઅર્સમાં ઉછાળો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Waghodia2 days ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli7 days ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra3 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara3 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara3 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Trending