Connect with us

Vadodara

સાયબર ઠગોની હવે ડોક્ટરો પર નજર; SSG હોસ્પિટલના સિનિયર ડોક્ટરનું ફેક એકાઉન્ટ બનાવી રૂપિયાની માંગણી!

Published

on

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં સાયબર માફિયાઓનો આતંક સતત વધી રહ્યો છે. રાજકીય નેતાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ બાદ હવે શહેરની પ્રતિષ્ઠિત SSG (સયાજી) હોસ્પિટલના સિનિયર ડોક્ટર પણ સાયબર ઠગાઈનો શિકાર બન્યા છે. ડો. રંજન ઐયરના નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને ઠગોએ નાણાં પડાવવાનો ખેલ શરૂ કર્યો છે.

શહેરમાં અગાઉ અનેક નેતાઓ અને અધિકારીઓના નકલી એકાઉન્ટ બનાવીને પૈસા માંગવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ કડીમાં હવે સયાજી હોસ્પિટલના જાણીતા ડોક્ટર રંજન ઐયરનું નામ જોડાયું છે. સાયબર માફિયાઓએ ડોક્ટરનો ફોટો અને વિગતો વાપરી સોશિયલ મીડિયા પર આબેહૂબ એકાઉન્ટ ઉભું કર્યું હતું.

🫵મિત્ર વર્તુળને શંકા ગઈ અને ભાંડો ફૂટ્યો

આ ફેક એકાઉન્ટ પરથી જ્યારે ડોક્ટરના નજીકના મિત્રો અને પરિચિતો પાસે અચાનક રૂપિયાની માંગણી કરવામાં આવી, ત્યારે તેઓને શંકા ગઈ હતી. મિત્રોએ તાત્કાલિક ડો. રંજન ઐયરનો સંપર્ક કર્યો અને આ સમગ્ર બનાવની જાણ કરી હતી.
ડોક્ટરે લોકોને કરી સાવધાન

પોતાના નામે નકલી એકાઉન્ટ ચાલતું હોવાનું જાણીને ડોક્ટર તરત જ હરકતમાં આવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના તમામ સંપર્કોને સંદેશ પાઠવ્યો છે કે:

“કોઈ ભેજાબાજે મારા નામે ફેક એકાઉન્ટ બનાવ્યું છે. જો આ એકાઉન્ટ પરથી તમારી પાસે કોઈ રૂપિયાની માંગણી કરે, તો મહેરબાની કરીને છેતરાશો નહીં અને કોઈ પણ રકમ આપશો નહીં.”

👮 કાયદેસરની કાર્યવાહીની તજવીજ

ડો. રંજન ઐયરે આ મામલે ગંભીરતા દાખવી છે અને આ સાયબર ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. વડોદરા સાયબર ક્રાઈમ વિભાગ હવે આ એકાઉન્ટ કોણ ચલાવી રહ્યું છે અને તેનું IP એડ્રેસ ક્યાંનું છે તેની તપાસ કરશે.

Vadodara11 hours ago

વડોદરા શિક્ષણ સમિતિમાં ગણવેશ કૌભાંડનો આક્ષેપ, 10,000 બાળકોના યુનિફોર્મમાં ‘ગોલમાલ’

Vadodara17 hours ago

અભાવમાં પણ પ્રભાવ: વડોદરાના મધ્યમવર્ગીય પરિવારોના સંતાનોએ સીએ ફાઈનલમાં ગાડ્યું નિશાન.

Karjan-Shinor17 hours ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Padra18 hours ago

સહકારી ક્ષેત્રના ‘ચાણક્ય’ની જીત: 5 ધારાસભ્યોનું જોર પડ્યું નબળું, દીનુ મામા ફરી મેદાન મારી ગયા.

Vadodara18 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

National2 days ago

જમ્મુ-કાશ્મીર: પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી; ભારતીય સેનાના જવાનોનું તાબડતોબ ફાયરિંગ

Vadodara2 days ago

વડોદરાના ગોત્રીમાં બિલ્ડરનું પાપ છાપરે ચઢીને પોકાર્યું; ‘તક્ષશિલા-2’ ના 80 પરિવારો ન્યાય માટે પોલીસને શરણે!

Vadodara2 days ago

ન્યૂઝીલેન્ડ જવાના સપના રોળાયા; ભરૂચના યુવક સાથે ₹21 લાખની છેતરપિંડી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor17 hours ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara18 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli1 week ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara2 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending