Connect with us

Vadodara

વડોદરામાં બાળકી મુદ્દે ઝઘડો વધ્યો, પતિએ પત્નીની ગળુ દબાવી કરી હત્યા

Published

on

વડોદરામાં પતિ-પત્ની વચ્ચે બાળકી પર માર મારવા મુદ્દે વિવાદ થયો,સામાન્ય બોલાચાલી થોડા જ સમયમાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ.

  • ગુસ્સામાં આવી પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી.
  • ઘટના બાદ મહિલા બેહોશ, હોસ્પિટલ ખાતે મૃત જાહેર,પોલીસએ પતિને કસ્ટડીમાં લઈ હત્યાનો ગુનો નોંધ્યો.
  • દંપતિ વચ્ચે બાળકી અંગે પહેલાંથી જ તણાવ રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું.

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના મહાબલીપુરમ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે ઘરેલુ ઝઘડામાં એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં પતિ કાસિમ શબ્બીરભાઈ શેખે પોતાની પત્ની મિસબા ઉર્ફે આરજૂનું ગળું દબાવીને હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે.મિસબા કોઈ કારણસર બાળકીને મારતી હતી, જેને લઇ પતિએ તેની અટક કરી હતી, જેના કારણે ઝઘડો થયો અને એવુ ઘટના બની.

રવિવારે રાત્રે મિસબા કોઈ કારણસર બાળકીને માર મારી રહી હતી, જેથી પતિ કાસીમે તેને આમ કરવાથી રોકી હતી.પતિએ વારંવાર ના પાડવા છતાં પત્નીએ 6 મહિનાની બાળકી ને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. બંને વચ્ચે બોલાચાલી થતાં પત્નીએ પતિને કહ્યું કે, ‘તમે કોઈ કામ કરતા નથી, પૈસા કમાવાની ઓકાત નથી અને મને સલાહ આપો છો.’

આ સાંભળી કાસીમ ગુસ્સે ભરાયો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, “મેં માર મારવાની ના પાડતા તેણે માર મારવાનું ચાલુ રાખતા મને ગુસ્સો આવી ગયો હતો અને તેનું ગળું દબાવી દીધું હતું.’

ઘટના બાદ મહિલા બેહોશ થઈ જતાં પરિવારજનો અને પડોશીઓએ તાત્કાળ એને હોસ્પિટલ પહોંચાડવાની કોશિશ કરી, પરંતુ સારવાર પહેલા જ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપી પતિને કસ્ટડીમાં લીધો છે.

આ બનાવની જાણ થતાં જેપી રોડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે અને મિસબાના પરિવારજન પાસે પહોંચ્યો હતો. પોલીસે કાસીમને પણ પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં તેણે પત્નીનું ગળું દબાવી દીધું હોવાની કબૂલાત કરી હતી. પોલીસ જ્યારે મહાબલીપુરમના મકાનમાં પહોંચી ત્યારે મિસબા ભોંય તળિયે મૃત હાલતમાં પડેલી હતી. પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી પતિ કાસીમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
Gujarat37 minutes ago

ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો ફટકો: ગુજરાતમાં કોમર્શિયલ ગેસની ભારે અછત; હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ સંકટમાં

Gujarat1 hour ago

વિધાનસભામાં ‘વર્લ્ડ કપ’ની પીચ પર રાજકારણ: પ્રજાના પ્રશ્નો બાજુમાં અને ‘ટિકિટ’ માટે ધારાસભ્યોની વેદના!

Vadodara2 hours ago

વડોદરા: પશ્ચિમ વિસ્તારમાં પાલિકાનું બુલડોઝર ગુંજ્યું; જય જલારામ નગરમાં ગેરકાયદે ઓટલા અને કમ્પાઉન્ડ વોલ જમીનદોસ્ત

Vadodara2 hours ago

વડોદરા: ગોત્રી-સેવાસી રોડ પર રફતારનો કહેર; નશામાં ધૂત કાર ચાલકે રિક્ષા અને પાણીપુરીની લારીને ફંગોળી

Vadodara3 hours ago

વડોદરા: વારસીયા વિસ્તારમાં થયેલી ₹7.33 લાખની ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો

Vadodara4 hours ago

વાઘોડિયાની પારુલ યુનિવર્સિટીમાં બોમ્બનો ફફડાટ: હજારો વિદ્યાર્થીઓ સાથે આખું કેમ્પસ ખાલી કરાવાયું

Vadodara7 hours ago

અમિતનગર બ્રિજ પાસે ગંભીર અકસ્માત: 16 વર્ષના સગીરે હોન્ડા સિટી કારથી દંપતી અને 15 મહિનાના બાળક સહિત 5ને ફંગોળ્યા.

Vadodara19 hours ago

વડોદરા: ભારતની જીતની ઉજવણીમાં પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરનાર 3 શખ્સોની ધરપકડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor1 week ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara1 week ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli2 weeks ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending