Connect with us

Vadodara

વડોદરા : નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો, પોલીસે બે અલગ-અલગ ગુના નોંધ્યા

Published

on

શહેરમાં કાયદો અને વ્યવસ્થા હાથમાં લઇને કોઇ અનિચ્છનિય બનાવ ના બને તેવું ના કરો. લોકોને કાયદો અને વ્યવસ્થા પર વિશ્વાસ રાખવાની અપીલ

  • વડોદરામાં નૂતન વર્ષની રાત્રીએ અકસ્માતની ઘટના સામે આવી.
  • નશામાં કાર ચાલકે ચાર જેટલા નાના-મોટા વાહનોને અડફેટે લીધા.
  • લોકોએ કાર ચાલકની અટકાયત કરીને તેની ધૂલાઇ કરી.
  • ગોરવા પીઆઇએ કાયદો અને વ્યવસ્થા હાથમાં નહીં લેવા અપીલ કરી.

નૂતન વર્ષની રાત્રે વડોદરના નટુભાઇ સર્કલથી લઇને રેસકોર્ષ સર્કલ વચ્ચે એક યુવકે નશામાં ઇનોવા કારને હાંકીને  અનેક ગાડી-ટુ વ્હીલરો જોડે અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં લોકોએ યુવકને પકડી પાડીને તેની ધૂલાઇ કરી હતી. આખરે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા યુવકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગોરવા પોલીસ મથકના પીઆઇ કિરીટ લાઠિયાએ જણાવ્યું કે, આરોપી વિરૂદ્ધ અલગ અલગ બે ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

ગોરવાના પીઆઇ કિરીટ લાઠીયાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ગતરાત્રે 11 – 11: 15 ની વચ્ચે પોલીસ કંટ્રોલ રૂમમાં એક વર્ધી મળી હતી. જેમાં એક વ્યક્તિએ અનેક ગાડીઓ જોડે અકસ્માત સર્જી અને નાસવા જઇ રહ્યો હતો. તેને સ્થળ પર હાજર લોકોએ પકડી લીધો હતો. પકડાયા બાદ તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાઇ આવ્યું હતું. તેવી જાણ થતા જ ગોરવા પોલીસ મથકની ટીમ ત્યાં પહોંચી હતી. અને પરિસ્થિતીને કાબુમાં લઇ લીધી હતી. ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરનાર હર્ષ કશ્યપ છે. જેના વિરૂદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને હિટ એન્ડ રન એમ બે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ દરમિયાન કેટલાક લોકોએ પોતાના હાથમાં કાયદો લીધો હોવાનું પણ અમારા ધ્યાને આવ્યું છે. જે અંગે હું મીડિયાના માધ્યથી કહેવા માંગીશ કે, વડોદરાને સંસ્કારી નગરીનું બિરૂદ જાળવવામાં પોલીસને સહયોગ આપો. પરંતુ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઇને કોઇ અનિચ્છનિય બનાવ ના બને તેવું ના કરો. લોકોને કાયદો અને વ્યવસ્થા પર વિશ્વાસ રાખવાની અપીલ કરું છું. લોકોએ કાયદો પોતાના હાથમાં લેવું ના જોઇએ.

તેમણે જણાવ્યું કે, આરોપી હર્ષ રમેશભાઇ કશ્યપ સુભાનપુરા વિસ્તારમાં રહે છે. પોતે ડ્રાઇવીંગ કરે છે. અને પાર્ટ ટાઇમ મોબાઇલ રીપેરીંગનું કામ કરે છે. તેના પિતા કોમ્પલેક્ષમાં ગાર્ડ તરીકેનું કામ કરે છે. આ યુવક સામાન્ય પરિવારનો છે. તેના કૃત્યને પગલે તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અકસ્માત સર્જનાર કાર તેના માલિકની છે. કાર અને ટુ વ્હીલર મળીને ચાર વાહનોને નુકશાન થયું છે. તેણે ક્યાંક દેશી દારૂ પીધું હોય અને બાદમાં તે કાર ચલાવતો હોવાનું ધ્યાને આવ્યું છે. તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. જેમાં આલ્કોહોલનું પ્રમાણ જણાઇ આવ્યું છે.

Continue Reading
Vadodara1 hour ago

વડોદરા પોલીસની મોટી કાર્યવાહી, 3 બુટલેગરોને ‘પાસા’ હેઠળ ધકેલાયા જેલના સળિયા પાછળ

Dabhoi7 hours ago

ડભોઇના વેગા નજીક સિમેન્ટ મિક્ષર ટ્રક પલટી; ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

Vadodara7 hours ago

ટિકિટ વહેંચણીમાં ‘ખેલ’ પાડ્યો? શહેર બીજેપી પ્રમુખને કહ્યા ‘ચોર અને જૂઠ્ઠા’, ટિકિટ વહેંચણીમાં ગંભીર આક્ષેપો

Vadodara8 hours ago

વડોદરામાં ઠગોનો આતંક; માત્ર 30 દિવસમાં 22 કરોડની છેતરપિંડી, 22 ફરિયાદોથી પોલીસ બેડામાં દોડધામ

Vadodara9 hours ago

ચૂંટણી પહેલા ચેતવણી: “સમજી-વિચારીને વોટ આપજો”; બાપોદમાં ટેમ્પો રસ્તામાં ગરકાવ થતા તંત્રની પોલ ખુલી

Karjan-Shinor10 hours ago

કરજણના બોડકા ગામમાં કિશોરની કરપીણ હત્યા; ડોગ સ્ક્વોડ અને FSL દ્વારા હત્યારાનું પગેરું શોધવા તજવીજ

Waghodia11 hours ago

રાજકીય તાપમાન હાઈ! વાઘોડિયામાં ધાક-ધમકીના આક્ષેપો વચ્ચે ભાજપનો કેસરીયો લહેરાયો; કોંગ્રેસનો ભારે વિરોધ

Vadodara12 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: 23 ગુનામાં સંડોવાયેલો રીઢો વાહનચોર ખાલીદ ગાજીયાવાલા ઝડપાયો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 days ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli5 days ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara1 week ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara1 week ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara1 week ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara1 week ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat1 week ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara2 weeks ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Trending