Connect with us

Gujarat

નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસમાં આગ, જયપુર જેવી ઘટના ટળી

Published

on

હાલની ઘટના – નડિયાદ-આણંદ રોડગઈકાલે મોડીરાત્રે એક ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી.

  • બસમાં મુસાફરોમાં ભયનો માહોલ થયો હતો, પણ મોટાભાગના લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.
  • વહેલી સવારના 6:30 કલાક આસપાસ 20 થી 25 મુસાફરો સાથે બસમાં આગ લગાવવા છતાં લોકો બચી ગયા
  • આ ઘટના પાવાગઢથી બાવળા જતી બસમાં બની હતી

ગઈ કાલે રાજસ્થાનના જૈસલમેરમાં બપોરે 57 મુસાફરો સવાર એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેના કારણે 20થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. જોકે, આ ઘટનાના 24 કલાક પૂરા નથી થયા ત્યાં ગુજરાતના નડિયાદમાં પણ આવી જ એક ઘટના બની હતી. જોકે, રાહતના સમાચાર એ છે કે, આ ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નહતી.

જાણવા મળ્યા મુજબ, નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલ નજીક રેલ્વે ઓવર બ્રિજ પર મોડી રાત્રે એક ગમખ્વાર ઘટના બની હતી. પાવાગઢથી બાવળા તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે ભૂમેલ રેલ્વે ઓવર બ્રિજ પર બસમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ભાગ્યવશ, બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બસને રોકી દીધી હતી અને તેમાં સવાર 20 થી 25 જેટલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. જેથી કોઈ મોટી જાનહાનિ ટળી અને મુસાફરોના જીવ બચી ગયા હતા. 

Continue Reading
Vadodara8 hours ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Vadodara10 hours ago

વડોદરા: જાંબુઆ બ્રિજ પાસે કાળમુખો અકસ્માત; નવી રિક્ષા છોડાવીને આવતા બે ભાઈઓને આઈસરે ફંગોળ્યા

National11 hours ago

ઉદ્યોગો માટે ‘ઉધાર’ની રાહત? LPG ક્વોટા વધાર્યો પણ સપ્લાય ચેઈન ખોરવાયેલી જ રહી તો ઉત્પાદનનું શું?

Vadodara12 hours ago

વડોદરામાં આત્મહત્યાના બે બનાવો: વાસદ બ્રિજ પરથી કૂદતા આધેડનું મોત, છાણી કેનાલ પર યુવતીનો આબાદ બચાવ

Dabhoi12 hours ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara13 hours ago

વડોદરા: ડેટિંગ એપ પર હનીટ્રેપનો ખતરનાક ખેલ; રાજકોટની ‘ગંડવા ગેંગ’નો પર્દાફાશ, લૂંટારૂ મહિલાની ધરપકડ

Vadodara17 hours ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Padra1 day ago

પાદરા: ખેતરની ઓરડીમાં ચાલતું ‘મીની બાર’ ઝડપાયું; LCB એ પિતા-પુત્રની કરી ધરપકડ, ₹4.11 લાખનો મુદ્દામાલ જપ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara8 hours ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi12 hours ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara17 hours ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi1 day ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara3 days ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara1 week ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara1 week ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Vadodara1 week ago

વડોદરા: ‘કાગળ પર સ્ટોક પૂરતો, પણ બજારમાં અછત’, ગેસ માટે વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ મજબૂર

Trending