Gujarat

નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસમાં આગ, જયપુર જેવી ઘટના ટળી

Published

on

હાલની ઘટના – નડિયાદ-આણંદ રોડગઈકાલે મોડીરાત્રે એક ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી.

  • બસમાં મુસાફરોમાં ભયનો માહોલ થયો હતો, પણ મોટાભાગના લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.
  • વહેલી સવારના 6:30 કલાક આસપાસ 20 થી 25 મુસાફરો સાથે બસમાં આગ લગાવવા છતાં લોકો બચી ગયા
  • આ ઘટના પાવાગઢથી બાવળા જતી બસમાં બની હતી

ગઈ કાલે રાજસ્થાનના જૈસલમેરમાં બપોરે 57 મુસાફરો સવાર એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેના કારણે 20થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. જોકે, આ ઘટનાના 24 કલાક પૂરા નથી થયા ત્યાં ગુજરાતના નડિયાદમાં પણ આવી જ એક ઘટના બની હતી. જોકે, રાહતના સમાચાર એ છે કે, આ ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નહતી.

જાણવા મળ્યા મુજબ, નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલ નજીક રેલ્વે ઓવર બ્રિજ પર મોડી રાત્રે એક ગમખ્વાર ઘટના બની હતી. પાવાગઢથી બાવળા તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે ભૂમેલ રેલ્વે ઓવર બ્રિજ પર બસમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ભાગ્યવશ, બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બસને રોકી દીધી હતી અને તેમાં સવાર 20 થી 25 જેટલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. જેથી કોઈ મોટી જાનહાનિ ટળી અને મુસાફરોના જીવ બચી ગયા હતા. 

Trending

Exit mobile version