Connect with us

Vadodara

વડોદરા : દશેરા પર્વ પર શહેર પોલીસ કમિશનરે શસ્ત્રો, વાહન અને અશ્વની પૂજા કરી

Published

on

શહેર પોલીસ એક એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે, અસામાજીક તત્વો, ગુનેગારો ટેરરિસ્ટ, સહિતના માથાભારે તત્વો વિરૂદ્ધ લડત કરે છે – પોલીસ કમિશનર

  • શહેર પોલીસ દ્વારા શાસ્ત્રોક્ત રીતે શસ્ત્ર પૂજન કરાયું.
  • શહેર પોલીસ કમિશનરના હસ્તે પૂજન, ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા.
  • શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા પોલીસ કટિબદ્ધ – શહેર પોલીસ કમિશનર.

આજે દશેરા પર્વ છે. આજના દિવસે શસ્ત્ર પૂજનનો મહિમા હોય છે. આ તકે વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જાળવતી શહેર પોલીસ દ્વારા શસ્ત્ર સહિતના પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર  દ્વારા અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર, વાહન અને અશ્વની પૂજા કરવામાં આવી છે. સાથે જ શહેરમાં સુખ-શાંતિ બની રહે, અને કોઇ પણ પરિસ્થિતી ઉપસ્થિત થાય અને તેને પહોંચી વળવા માટે આપણને શક્તિ આપે. ગુનાગારો વિરૂદ્ધની લડતમાં આપણને જીત મળે, તેવી પ્રાર્થના કરવામાં આવી છે.

શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, નવરાત્રીના દશેરા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે પોલીસ મથક ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે. પોલીસ એક એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે, અસામાજીક તત્વો, ગુનેગારો ટેરરિસ્ટ, સહિતના માથાભારે તત્વો વિરૂદ્ધ લડત કરે છે. અને આ માટે આપણે હથિયારો, સ્પેશિયલાઇઝ્ટ ટુલ કીટ સાથે સુસજ્જ થઇને લોકોની સુરક્ષા અને સલામતી માટે મહેનત અને પ્રયાસ કરી રહ્યા છીએ.

જ્યારે વધુમાં જણાવ્યું કે, આજે આપણે માં શક્તિની આરાધના કરીએ છીએ. અને એવું માંગીએ છીએ કે, શહેરમાં સુખ-શાંતિ બની રહે, અને કોઇ પણ પરિસ્થિતી ઉપસ્થિત થાય અને તેને પહોંચી વળવા માટે આપણને શક્તિ આપે. ગુનેગારો વિરૂદ્ધની લડતમાં આપણને જીત મળે, તેવી પ્રાર્થના કરીએ છીએ. આજના કાર્યક્રમમાં દરેક અધિકારી-કર્મચારી સંકલિત થઇને ઉભા છીએ. આવનારા સમયમાં પણ આપણે મહેનત અને પ્રયાસ કરીશું, શહેરમાં શાંતિ અને વ્યવસ્થા બની રહેશે. કોઇ પણ પરિસ્થિતીને પહોંચી વળવા માટે શહેર પોલીસ સુસજ્જીત છે.

Continue Reading
Vadodara55 minutes ago

વડોદરામાં કરોડોનું ટ્રસ્ટ કૌભાંડ: 3.22 કરોડની ઉચાપત મામલે 15 સામે ગુનો; કોર્ટના હુકમ બાદ વરણામા પોલીસ હરકતમાં

Gujarat2 hours ago

ઔદ્યોગિક વિકાસની સાથે પ્રકૃતિનું જતન; વાગરાની સમૃદ્ધ જૈવવિવિધતા પર આધારિત પુસ્તકનું મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વિમોચન

Gujarat3 hours ago

‘ગાંધીના ગુજરાતમાં દારૂનો રાફડો!’ મનસુખ વસાવાના લેટર બોમ્બે મચાવી ખળભળાટ; પોલીસ-નેતાઓની મિલીભગતનો પર્દાફાશ

Vadodara3 hours ago

ભાજપનો ભવ્ય વિજય: જિલ્લા પંચાયતમાં ધારાસભ્યોની પસંદગીના સિક્કા; 32 બેઠકો જીત્યા બાદ નવા હોદ્દેદારો જાહેર

Vadodara4 hours ago

નાગરિકો માટે નિયમ, તંત્ર માટે મોજ: ઊર્જા સંકટ વચ્ચે સરકારી કચેરીઓની બેદરકારી; આદેશો માત્ર ફાઈલોમાં જ દબાયેલા!

Vadodara22 hours ago

ખૂન, ખંડણી અને દારૂના 80 કેસ અને 7 વખત પાસા કાપનાર વડોદરાનો માથાભારે બુટલેગર લાલુ સિંધી આખરે પોલીસ સકંજામાં

Vadodara24 hours ago

ડેટા સિક્યોરિટી સાથે ચેડાં: વડોદરામાં મહત્વના દસ્તાવેજો કચરામાં રઝળતા જોવા મળ્યા; તંત્રની પોલ ખુલી

Vadodara1 day ago

વડોદરા: બંધ દુકાનોના શટર ઊંચા કરી ચોરી કરતી બેલડી સમા કેનાલ રોડ પરથી ઝડપાઈ; ₹43,200નો મુદ્દામાલ જપ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Savli4 days ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara2 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra2 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara2 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara3 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara3 weeks ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Trending