Connect with us

Vadodara

જુનિયર ક્લાર્કની પ્રતિક્ષાયાદીના ઉમેદવારોમાં પાલિકા સામે રોષ

Published

on

વડોદરા પાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી (વર્ષ 2023) માટેનું વેઇટીંગ લિસ્ટ ક્લિયર કર્યા બાદ પણ ઉમેદવારોને નિમણુંક પત્રો આપવામાં આવ્યા નથી. આ મામલે અગાઉ રજુઆત કર્યા બાદ પણ કોઇ નિવેડો આવ્યો નથી. જેથી આજે ઉમેદવારો પાલિકાની કચેરીએ પોસ્ટર સાથે પહોંચ્યા હતા. અને પોતાની માંગ સત્તાધીશો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

એક તરફ પાલિકા દ્વારા ભરતી માટે નિમણુંક પત્રો આપવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. અને બીજી તરફ પાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટેનું વેઇટીંગ લિસ્ટ ક્લિયર કર્યા બાદ પણ લાયક ઉમેદવારોને નિમણુંક પત્રો માટે ટલ્લાવામાં આવી રહ્યા છે. વિતેલા એક વર્ષથી રજુઆત કરવા છતાં તેમને માત્ર જુઠ્ઠા વાયદા સિવાય કંઇ હાથ લાગ્યું નથી. જેથી આજે 25 જેટલા ઉમેદવારો પોસ્ટર સાથે પાલિકાની કચેરીએ પહોંચ્યા છે. અને પોતાની રજુઆત કરવા માટે કમિશનરની મુલાકાતનો પ્રયાસ કરી રહ્યા છે. સુત્રોએ જણાવ્યું હતું કે, 80 જેટલા ઉમેદવારોના નિમણુંક પત્રો અટકી પડ્યા છે.  આ ભરતી પ્રક્રિયા 2023 માં હાથ ધરાઇ હતી.  જેનું પરિણામ 2024 માં જાહેર કરાયું હતું. બાદમાં 80 જેટલા ઉમેદવારોની પ્રતિક્ષા યાદી બહાર પાડવાની હતી. જે પાડતા પાડતા લાંબો સમય નીકળી ગયો હતો. દિવાળી પર અમારા ડોક્યૂમેન્ટનું વેરીફીકેશન થઇ ગયું હતું. તે બાદ ફાઇનલ લિસ્ટ બહાર પડ્યું હતું. દર વખતે વહીવટી કારણ આગળ ધરીને 15 દિવસનો સમય માંગવામાં આવે છે.

પાલિકા પીડિત ઉમેદવાર રોનક રાદડીયાએ મીડિયાને જણાવ્યું કે, વિતેલા એક વર્ષથી અમારા નિમણુંક પત્રો અટક્યા છે. અમે પાલિકા કમિશનરને રજુઆત કરવા આવ્યા છીએ કે, અમને નિમણૂંક પત્રો આપવામાં આવે. અગાઉ અમે 17, માર્ચના રોજ રૂબરૂમાં ડે. મ્યુનિ. કમિ.ને રજુઆત કરી હતી. તેમણે આ મામલાનો ઉકેલ 15 દિવસમાં આવશે તેવી બાંહેધારી આપી હતી. આજે 20 દિવસથી વધુ સમય વિતી ગયો છતાં નિમણુંક પત્રો મળ્યા નથી. છેલ્લા એક વર્ષથી અમને અલગ અલગ સમય આપવામાં આવે છે. પરંતુ અમારૂ કામ અટકી રહ્યું છે. આ બાબતે અનેક રજુઆતો છતાં તેનો નિવેડો આવતો નથી.

Continue Reading
Vadodara14 hours ago

પોલીસ પર માછલા ધોવાયા: દિવ્યાના પરિવારે જે.પી. રોડ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ; પ્રેમ પ્રકરણમાં મડરની આશંકા

Vadodara18 hours ago

વિશ્વવિખ્યાત યુનિવર્સિટીનો ‘હાઈટેક’ નમૂનો: મશીન નવા પણ પાણી ગાયબ!,ખુલ્લી વાયરિંગથી ભયનો માહોલ

Gujarat18 hours ago

આણંદ: APMC ચેરમેન અશોક માહિડા હુમલા કેસમાં 3 આરોપીઓ ઝડપાયા; ઉમેટા ચોકડી પર પોલીસે કર્યું રી-કન્સ્ટ્રક્શન

Vadodara19 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી; ₹25 લાખની લોન માટે મિત્ર સાથે ઠગાઈ કરનાર ભેજાબાજ ઝડપાયો

Vadodara19 hours ago

વડોદરા : અક્ષર ચોક બ્રિજ નીચે પાણીની લાઇન લીકેજ; ભર ઉનાળે લાખો લિટર પીવાનું પાણી ગટરમાં

Padra19 hours ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara20 hours ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara2 days ago

વડોદરા સમામાં રીધમ હોસ્પિટલ પાછળની સોસાયટીઓ બની નરક સમાન; મત આપ્યા પણ સુવિધાના નામે મીંડું!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Padra19 hours ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara20 hours ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 days ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara4 days ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara4 days ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara4 days ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Vadodara7 days ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara1 week ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Trending