Connect with us

Vadodara

ચા પીવા ગયેલા મિત્રોને કહેવાતા સજ્જનોએ ચોર સમજી ઢોર માર માર્યો, એકનું મોત

Published

on






વડોદરા માં ચોર આવ્યાની અફવાહ હવે જીવલેણ સાબિત થઇ રહી છે. ગતરાત્રે વારસીયા વિસ્તારમાં ચા પીવા ગયેલા મિત્રોનું બાઇક બગડ્યું હતું. બાઇક રીપેર કરતી વેળાએ ટોળાએ ચોર સમજીને પાછળથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં કપડાં ફાડી નાંખીને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનામાં એક યુવકનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય યુવક હાલ સયાજી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પરિવારે મીડિયાને જણાવ્યું કે, અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ.



વડોદરા શહેર જિલ્લામાં ચોર આવ્યા ચોર આવ્યાની અફવાહ લાંબા સમયથી ચાલી રહી છે. ત્યારે અફવાહ લોકોના મનમાં ઘર કરી જતા કેટલાક વિસ્તારોમાં લોકો રાતપાળી કરી રહ્યા છે. તો કેટલાક કિસ્સામાં નિર્દોષ લોકોને ટોળું માર મારી રહ્યું છે. આવી જ એક જીવલેણ ઘટના વડોદરામાં સામે આવી છે. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ઇક્રમ ઉર્ફે અલી (ઉં. 22) અને શેબાઝ પઠાણ (ઉં. 30) ભંગારની દુકાનમાં નોકરી કરતા હતા. તેઓ કામ પતાવાની રાત્રીના સમયે ચા પીવા માટે ગયા હતા. દરમિયાન જુના આરટીઓ પાસે, ઝુલેલાલ મંદિર નજીક રસ્તામાં બાઇક બગડતા તેને ઠીક કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. દરમિયાન ટોળાએ ચોર સમજીને હુમલો કરીને ઢોર માર માર્યો હતો. જેમાં કપડાં ફાટી જતા સુધી બેરહેમીપૂર્વક માર મારવામાં આવતા શેબાઝ પઠાણને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. અને ઇક્રમા ઉર્ફે અલીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.



મૃતક પરિજને મીડિયાને જણાવ્યું કે, અમને એવું જાણવા મળ્યું છે કે, તે લોકો રાત્રે ચા-નાશ્તો કરવા માટે ગયો હતો. તેનું વાહન બગડી ગયું હતું. વાહન ચાલુ કરવા જતા લોકોએ ટોળે વળીને તેને માર માર્યો છે. તેમણે આરોપ મુકતા કહ્યું કે, આ ઘટના સમયે પોલીસ સ્થળ પર હાજર હતી. તેઓ ઇચ્છતા તો તેમને બચાવી શકાયા હોત. અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વિકારીએ. જે પણ થયું છે, તેને ખોટું થયું છે. નગ્ન કરીને માર મારવામાં આવવાની ઘટના ખુબ જ દુખદ છે. વાયરલ વીડિયોમાં અમે જોયું કે, પોલીસ તે સમયે સ્થળ પર હાજર હતી. પોલીસ અધિકારી બચાવવાનો પ્રયત્ન નથી કરતા. પાછલા મહિનાથી ચોર ચોરનું ચાલી રહ્યું છે. ટોળું નિર્દોષ વ્યક્તિને પકડે એટલે તે ગભરાઇ જ જાય. તેવામાં આવા હાલ તો થવાના જ છે. કંઇ કરવામાં નહીં આવ્યું તો નિર્દોષ લોકો મરતા જ રહેશે.



સ્વજન મહિલાએ જણાવ્યું કે,  કારેલીબાગ પોલીસ મથકમાંથી જુબાની લેવામાં આવી છે. તેમાં અમે જાણ્યું કે શેબાઝ, ઇક્રમ અને સાહિલ ત્રણ ચા પીવા ગયા હતા. ત્રીજો છોકરો ક્યાં છે કોઇ જાણતું નથી. વાહન ચાલુ કરવાનો પ્રયાસ કરવા જતા લોકોએ માર મારવામાં આવ્યો હતો. શરીર પર અણિયારા ઘા કર્યા હતા. ડોક્ટરોએ સારવાર હેઠળ યુવક સિરીયસ હોવાનું જણાવી દીધું છે. અત્રે નોંધનીય છે કે, મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે એસએસજી હોસ્પિટલમાં પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે.

Continue Reading
Vadodara7 hours ago

વડોદરાના આ રસ્તા પર “ભાગતા ભૂતના” આદેશથી રાતોરાત બેરીયર લાગી ગયું?, જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ

Vadodara10 hours ago

વડોદરામાં સનસનાટીભર્યો ખુલાસો: ગોરવા મધુનગરના ગુમ યુવક મોહનસિંહ ચૌહાણનો મૃ-તદેહ રાયપુરા નર્મદા કેનાલમાંથી મળી આવ્યો

Vadodara2 days ago

આપઘાત કે અકસ્માત? બાજવા પંથકમાં એસિડ પીધા બાદ સારવાર દરમિયાન મહિલાના મો-તની ઘટનાથી ઊભા થતા સવાલો

Vadodara3 days ago

વડોદરાના દરજીપુરા એરફોર્સ બ્રિજ પર કાળમુખો અકસ્માત: એક્ટિવા સવાર મહિલાને અજાણ્યા વાહને કચડી નાખતા કરુણ મો*ત

Vadodara4 days ago

“દીવા તળે જ અંધારું”! વડોદરા પાલિકાની વડી કચેરી નીચે ફૂલ બજારમાં ૫ મહિનાથી ટોયલેટના ગંદા પાણીનું લીકેજ

Vadodara4 days ago

પાણીપૂરી ખાવા બાબતે માઠું લાગી જવાથી લગ્નજીવનના દોઢ વર્ષમાં જ 20 વર્ષીય પરિણીતાનો આપ*ઘાત

Dabhoi5 days ago

ડભોઇની દેવ-ઢાઢર નદીમાં મગરનું તાંડવ: 3 દિવસથી ગુમ 55 વર્ષીય આધેડનો ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યો મૃતદેહ

Vadodara1 week ago

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સર્જાયો કાળમુખો અકસ્માત: ભરૂચ પાસે ટેમ્પો અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, 3 નાં મો*ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat4 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat4 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending