Connect with us

Vadodara

જીલ્લા ભાજપ સંગઠનની ભેદી ચૂપકીદી વચ્ચે બરોડા ડેરીમાં ભાજપના જ ડિરેક્ટર વિપક્ષની ભૂમિકામાં આવ્યા!

Published

on

આમ તો સહકારી ક્ષેત્રમાં પક્ષ – વિપક્ષ જેવું કંઈ હોતું નથી. પરંતુ અહીંયા પણ ભાજપે મેન્ડેડ પ્રથા લાવીને પક્ષ વિપક્ષને જન્મ આપી દીધો છે. હવે સહકારી ક્ષેત્રમાં પણ રાજકીય પક્ષના મેન્ડેડ હેઠળ ચૂંટણી લડતા અને જીતતા ઉમેદવારોને પાર્ટી લાઈન પ્રમાણે ભૂમિકા ભજવવાની હોય છે.

જે સહકારી સંસ્થામાં ભાજપના મેન્ડેડ થી જીતેલા સહકારી અગ્રણીઓ બહુમતીથી સત્તા મેળવી હોય, ત્યાં લઘુમતીમાં મુકાયેલા કોંગ્રેસના તેમજ અપક્ષ ઉમેદવારો વિપક્ષની ભૂમિકા ભજવે છે. પરંતુ હવે જ્યારે કોંગ્રેસના નેતાઓનું 80% ભાજપમાં વીલીનીકરણ થઈ ગયું છે ત્યારે, ભાજપના સહકારી અગ્રણીઓ પાસે સામે લડવા માટે કોઈ માથું રહ્યું નથી. જેના કારણે સહકારી ક્ષેત્રના ભાજપના જ નેતાઓ અંદરો અંદર શિંગડા ભેરવી રહ્યા છે.

વાત કરીએ બરોડા ડેરીની, તો બરોડા ડેરીમાં છેલ્લા ચાર- પાંચ વર્ષથી સહકારી અગ્રણીઓ અને ધારાસભ્ય જુથ આમને સામને હતું. જ્યાં ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડના આધારે જ પ્રમુખ- ઉપપપ્રમુખની નિયુક્તિ કરવામાં આવી હતી. આ સંસ્થામાં વિપક્ષના નામે 0 ડિરેક્ટર છે ત્યારે વિપક્ષની ભૂમિકા ભજવે કોણ? તે સવાલ ઊભો થયો છે. હવે ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દો ધરાવતા અને બરોડા ડેરીના ડેસર ઝોનના ડિરેક્ટર સુરપાલસિંહ પરમાર ડેરીના વહીવટકર્તાઓ સામે વિપક્ષની ભૂમિકામાં આવ્યા છે.

આગામી 30 સપ્ટેમ્બરમાં રોજ બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા મળનાર છે. ત્યારે તે પહેલા ડિરેક્ટર સુરપાલસિંહ પરમારે 9 જેટલા મુદ્દાઓ સાથે બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટરને લેખિતમાં રજૂઆત કરતા ભાજપ વિરુદ્ધ ભાજપના ચિત્ર સ્પષ્ટ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડેસરના ડિરેક્ટર સુરપાલસિંહ પરમાર સાવલી તાલુકા ભાજપ પ્રમુખનો હોદ્દો પણ ધરાવે છે.ત્યારે તેઓ દ્વારા લખવામાં આવેલા પત્રએ ભાજપના જ બોર્ડ પર સવાલો ઉભા કરી દીધા છે.

આ તમામ વિવાદમાં જીલ્લા ભાજપ સંગઠન ફક્ત તમાશો જોવાની ભૂમિકામાં છે. જ્યાં આંતરિક કકળાટ બહાર આવે તેવી સ્થિતિ હોય ત્યારે જીલ્લા ભાજપ સંગઠને સામે ચાલીને વિવાદને શાંત કરવો જોઈએ. પણ અહીંયા તો આખે આખું જીલ્લા ભાજપ સંગઠન ડેરીના વિષયમાં બાયપાસ થઈ જતું હોય અને પ્રદેશમાં બેઠેલા વ્યક્તિઓ ખેલ ભજવી જતા હોય તેવો ઘાટ સર્જાયો છે. જોકે 30 સપ્ટેમ્બરના રોજ મળનારી બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા જ સુરપાલસિંહના પત્ર દ્વારા એ તો સ્પષ્ટ થાય છે કે,બરોડા ડેરીના વહીવટમાં હજી મલાઈની લડાઈ યથાવત છે. આ લડાઈમાં પશુપાલકોનું કેટલું હિત સમાયેલું છે તે તો સમય જ બતાવશે.

Continue Reading
Vadodara2 minutes ago

જીલ્લા ભાજપ સંગઠનની ભેદી ચૂપકીદી વચ્ચે બરોડા ડેરીમાં ભાજપના જ ડિરેક્ટર વિપક્ષની ભૂમિકામાં આવ્યા!

Savli19 hours ago

સાવલીના પોઇચા (રા) ખાતે આવેલી એવિડ કંપનીમાં ગંભીર અકસ્માત: ક્રેનમાંથી પ્લાયવુડની પ્લેટ પડતા શ્રમિકનું કરુણ મોત

Vadodara2 days ago

વડોદરામાં રખડતા શ્વાનના ત્રાસ સામે તંત્રની સક્રિયતા: વર્લ્ડ રેબિસ ડે અગાઉ શ્વાનોના રસીકરણની વિશેષ ઝુંબેશ

Vadodara3 days ago

નાગરિકોનો આક્રોશ – “દુનિયાને શિખવાડતા પહેલા પોતે અનુસરો”: વેરો વસૂલતું તંત્ર પોતાની આસપાસ સફાઈ રાખવામાં કેમ નિષ્ફળ?

Vadodara4 days ago

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રહસ્યમય મો*ત: સોમાતળાવ વિસ્તારમાંથી ઉત્તરપ્રદેશના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃ*તદેહ મળ્યો

Vadodara4 days ago

વડોદરાના નિઝામપુરામાં વાંદરાઓનો આતંક યથાવત: રામનગર સોસાયટીમાં વૃદ્ધ મહિલાને બચકું ભરતા ફેલાઈ ચિંતા

Vadodara4 days ago

વડોદરાના વાડી વિસ્તારમાં તસ્કરોનો આતંક: બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1.05 લાખની મતાની ચોરી

Vadodara5 days ago

વડોદરાના વડલા ગામ નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર અરેરાટી: યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃ*તદેહ મળી આવ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara2 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending