Connect with us

Vadodara

ગ્રાહકે આરોગ્ય સાથે ચેડા થતા બનાવ્યો વીડિયો: સેવઉસળની ડિશમાંથી જીવાત અને વંદો મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા

Published

on

  • સેવઉસળમાં વંદો: સુભાનપુરાની મહાકાળી સેવઉસળમાં ગ્રાહકને આપેલી લીલી ડુંગળીમાંથી જીવાત અને વંદો મળી આવ્યો.
  • સંચાલકોની બેદરકારી: ગ્રાહકે રજૂઆત કરતા દુકાન સંચાલકો દ્વારા યોગ્ય જવાબ આપવાને બદલે ઉડાઉ વર્તન કરાયું.
  • વીડિયો વાયરલ: ગ્રાહકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા ફૂડ સેફ્ટી સામે સવાલો ઉભા થયા.
  • તંત્ર સમક્ષ માંગ: નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા ધેટકો સામે VMC ની ફૂડ શાખા દ્વારા કડક તપાસ કરવામાં આવે તેવી માંગ.

વડોદરા: વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા સુભાનપુરામાંથી ખાણીપીણીના શોખીનોને ચોંકાવી દે તેવી ઘટના સામે આવી છે. સુભાનપુરામાં આવેલી જાણીતી ‘મહાકાળી સેવઉસળ’ની દુકાનમાં ગ્રાહકને પીરસવામાં આવેલી સેવઉસળની ડિશમાંથી વંદો અને જીવાત નીકળતા ભારે હડકંપ મચી ગયો છે. અખાદ્ય ચીજવસ્તુઓ પીરસવાની આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

❓શું હતી ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, એક ગ્રાહક સુભાનપુરા સ્થિત આ મહાકાળી સેવઉસળની દુકાને નાસ્તો કરવા ગયા હતા. તેઓ સેવઉસળ આરોગી રહ્યા હતા, તે દરમિયાન તેની સાથે આપવામાં આવેલી લીલી ડુંગળીમાં અચાનક એક મરેલો વંદો નજરે પડ્યો હતો. આ દ્રશ્ય જોઈને ગ્રાહક દંગ રહી ગયા હતા અને તાત્કાલિક સમગ્ર ઘટનાનો મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો.

🧐સંચાલકોનો ઉડાઉ જવાબ અને ગ્રાહકનો રોષ:

ગ્રાહક દ્વારા આ અંગે દુકાન સંચાલકને ગંભીર રજૂઆત કરવામાં આવી હતી. જોકે, સંચાલકે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉડાઉ અને બેજવાબદાર જવાબ આપ્યો હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે. આ ઘટનાથી નારાજ થઈને ગ્રાહકે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

🗣️ફૂડ સેફ્ટી સામે સવાલો:

શહેરમાં ખાણીપીણીની હોટલો અને લારી-ગલ્લાઓ પર સ્વચ્છતાના ધજાગરા ઉડતા હોવાની ફરિયાદો અવારનવાર સામે આવતી હોય છે. સેવઉસળ જેવી લોકપ્રિય વાનગીમાં વંદો નીકળવાની આ ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની ફૂડ એન્ડ સેફ્ટી શાખા દ્વારા આવી હોટલો અને દુકાનો સામે લાલ આંખ કરી સ્થળ તપાસ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી પ્રબળ માંગ ઉઠી છે.

Continue Reading
Vadodara16 hours ago

વડોદરાના તાંદલજા-ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો દાયરો વધારાયો: રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પડાયું

Vadodara3 days ago

વડોદરામાં ‘AIKYAM 2026’ કાર્યક્રમ : આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરતા પહેલા સ્થાનિક સ્થળોની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ?

Vadodara3 days ago

ગુજરાત મેડિકલ પ્રવેશ પ્રક્રિયા-2026 માં વિવાદ: ST કેટેગરીમાં 120 થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રોનો મુદ્દો ગાજ્યો

Waghodia4 days ago

માર્ક્સ વધારી આપવાની લાલચે ખાનગી યુનિવર્સીટીના કર્મચારીની ઓળખ આપી વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરનાર નરાધમ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

National4 days ago

ભારત સરકારે ફગાવ્યા મસ્કના આરોપો, હવે ઇલોન મસ્કના ‘શું અંબાણી ભારતના અસલી બોસ છે?’ વાયરલ સવાલથી નવો વિવાદ

Vadodara5 days ago

ઠગાઈનો અજીબોગરીબ કિસ્સો: કાગળમાં દાગીના મુકાવવાના બહાને અંદર પાનનો માવો મૂકી રફુચક્કર થઈ ગયા શખ્સો

Vadodara6 days ago

પીએમ ઈ-બસ સેવા યોજના: 130 ઇલેક્ટ્રિક બસોના ટિકિટ અને રેવન્યુ કલેક્શન માટે દિગ્વિજય એન્ટરપ્રાઇઝનો સૌથી ઓછો ભાવ

Gujarat7 days ago

આપઘા*ત પૂર્વે સોશિયલ મીડિયા પર લાઈવ: વડની ડાળે ફાં-સો ખાઈને પ્રેમીયુગલે ટૂંકાવ્યું જી*વન

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat2 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending