Connect with us

Vadodara

પાણીગેટ પોલીસે સિકલીગર ગેંગના રીઢા ચોરને ઝડપી પાડી ઘરફોડ ચોરીના 6 ગુના ડીટેક્ટ કર્યા

Published

on

  • સિકલીગર ગેંગ પકડાઈ: પાણીગેટ પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી રાહુલ બાવરીની ધરપકડ કરી.
  • ચોરાયેલું સોનું જપ્ત: ચોરીના દાગીના ખરીદીને લગડી બનાવનાર સોની મિનકુમાર સોની પાસેથી સોના-ચાંદીની લગડીઓ કબ્જે કરાઈ.
  • 6 ગુનાઓ ડીટેક્ટ: પાણીગેટ, મકરપુરા, સીટી, ફતેગંજ અને રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા કેસો ઉકેલાયા.
  • મોટો મુદ્દામાલ જપ્ત: પોલીસે રોકડ, દાગીના, બાઇક અને મોબાઇલ સહિત કુલ રૂ. 2.74 લાખથી વધુની મત્તા રિકવર કરી.

વડોદરા: વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ પર અંકુશ મેળવવા અને વણઉકેલાયેલા કેસો શોધી કાઢવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમે સફળતા મેળવી છે. પોલીસે ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા સિકલીગર ગેંગના રીઢા આરોપીને ઝડપી પાડીને શહેરમાં આચરેલા કુલ 6 ગુનાઓનો પર્દાફાશ કર્યો છે.

❓શું હતી સમગ્ર ઘટના?

ગત 27 મે 2026 ના રોજ પાણીગેટ વિસ્તારમાં આવેલા એક મકાનના મુખ્ય દરવાજાની જાળી અને લાકડાનો દરવાજો તોડી તસ્કરો ઘરમાં પ્રવેસ્યા હતા. બેડરૂમમાં રાખેલી લોખંડની તિજોરી તોડીને અંદાજે રૂ. 1.92 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

👮ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસથી ઝડપાયો મુખ્ય આરોપી:

ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાણીગેટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.બી. પટેલની સૂચનાથી સર્વેલન્સ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રાત્રિના સમયે શંકાસ્પદ બાઈક લઈને જતો એક ઇસમ નજરે પડ્યો હતો. ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી તેની ઓળખ દંતેશ્વર વિસ્તારમાં રહેતા રાહુલ ઉર્ફે મામા ઉર્ફે અમરસિંગ અજીતસિંગ બાવરી (સરદાર) તરીકે થઈ હતી.

પોલીસે આરોપી રાહુલને ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા તેણે પાણીગેટ વિસ્તારમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. સાથે જ ચોરી કરેલા દાગીના દંતેશ્વરમાં રહેતા સોની મિનકુમાર જયંતીલાલ સોનીને વેચાણ આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સોનીની પૂછપરછ કરતા તેણે દાગીના ઓગાળીને સોના-ચાંદીની લગડીઓ બનાવી દીધી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે સોની પાસેથી બે લગડીઓ સહિત કુલ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

🧐અન્ય 5 ગુનાઓનો પણ થયો ઘટસ્ફોટ:

આરોપીની વધુ પૂછપરછ કરતા તેણે વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસેની સોસાયટીમાંથી રોકડા રૂ. 37,000 ની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત, અગાઉ દંતેશ્વર (મકરપુરા પોલીસ સ્ટેશન), મહેતાપોળ (સીટી પોલીસ સ્ટેશન), નિઝામપુરા (ફતેગંજ પોલીસ સ્ટેશન) અને દાંડિયાબજાર (રાવપુરા પોલીસ સ્ટેશન) વિસ્તારમાં આચરેલી ઘરફોડ ચોરીની કબૂલાત કરતા પોલીસે અલગ-અલગ 6 ગુનાઓ સફળતાપૂર્વક ડીટેક્ટ કર્યા છે.

🚨કબજે કરાયેલ મુદ્દામાલ:

  • સોનાની લગડી (વજન 59.450 ગ્રામ): કિંમત રૂ. 1,88,500
  • ચાંદીની લગડી (વજન 30.800 ગ્રામ): કિંમત રૂ. 4,000
  • રોકડા રૂપિયા: રૂ. 37,000
  • મોટરસાઇકલ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2,74,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

​આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ વડોદરાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે, અને પોલીસે તમામ દિશામાં કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
Savli1 day ago

સાવલી-શેરપુરા રોડ પર ગોદામપુરા બસ સ્ટેન્ડ પાસે ઊભેલા બાઇક સવારને ઇકો ચાલકે અડફેટે મહિલાનું મૃ*ત્યુ

Gujarat2 days ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 days ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Gujarat3 days ago

વડોદરાની યુવતીને મુંબઈની હોટલમાં બોલાવી ડ્રગ્સ અને દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ, 5 સામે ગુનો દાખલ

Vadodara3 days ago

વડોદરામાં APK ફાઈલ દ્વારા સાયબર ઠગાઈનો નવો પેંતરો: PM આવાસ યોજનાના નામે ફોન હેક કરવાની કોશિશ નિષ્ફળ

Vadodara3 days ago

જીલ્લા ભાજપ સંગઠનની ભેદી ચૂપકીદી વચ્ચે બરોડા ડેરીમાં ભાજપના જ ડિરેક્ટર વિપક્ષની ભૂમિકામાં આવ્યા!

Savli4 days ago

સાવલીના પોઇચા (રા) ખાતે આવેલી એવિડ કંપનીમાં ગંભીર અકસ્માત: ક્રેનમાંથી પ્લાયવુડની પ્લેટ પડતા શ્રમિકનું કરુણ મોત

Vadodara5 days ago

વડોદરામાં રખડતા શ્વાનના ત્રાસ સામે તંત્રની સક્રિયતા: વર્લ્ડ રેબિસ ડે અગાઉ શ્વાનોના રસીકરણની વિશેષ ઝુંબેશ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat2 days ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 days ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara3 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending