Connect with us

Vadodara

વડોદરા: ₹4.92 કરોડની મસમોટી ઠગાઈના ગુનામાં 1 વર્ષથી નાસતો-ફરતો રીઢો આરોપી યુનુસ ઉર્ફે દાતરો પાદરાના સાંગમા ગામેથી ઝડપાયો

Published

on

  • વર્ષ 2025નો મોટો ગુનો ડીટેક્ટ: જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી કરોડોની છેતરપિંડીમાં વોન્ટેડ આરોપી આખરે પોલીસ સકંજામાં.
  • નામદાર કોર્ટે જાહેર કર્યો હતો નાસતો-ફરતો: ધરપકડ ટાળવા ભાગતા ફરતા આરોપી સામે અગાઉ કોર્ટે ઇશ્યુ કર્યું હતું ધરપકડ વોરંટ.
  • પાદરાના સાંગમા ગામેથી દબોચ્યો: ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે ક્રાઈમ બ્રાન્ચે ખેતરમાંથી શોધી કાઢ્યો.
  • 7 ગુનાનો ગુનાહિત ઇતિહાસ: અગાઉ છેતરપિંડી, ઘરફોડ ચોરી અને પ્રોહિબિશન સહિતના 7 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે આરોપી.

વડોદરા શહેરમાં આર્થિક ગુનાઓ અને મોટી ઠગાઈ આચરીને કાયદાની પકડથી ભાગતા ફરતા તત્વોને ઝડપી પાડવા માટે માનનીય પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ક્રાઈમ બ્રાન્ચને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત વોન્ટેડ આરોપીઓની શોધખોળમાં હતી. આ દરમિયાન જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹4.92 કરોડથી વધુની મસમોટી ઠગાઈના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપીને નાસતા-ફરતા રીઢા આરોપીને ઝડપી પાડવામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.

❓શું હતો સમગ્ર ગુનો?

વર્ષ 2025માં જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપીઓએ ફરિયાદીને સસ્તું સોનું અપાવવાની લાલચ આપી હતી, તેમજ ₹10 કરોડની મોટી લોન મંજૂર કરાવી આપવાના બહાને કમિશન પેટે એડવાન્સ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીઓએ ભેગા મળીને ફરિયાદી પાસેથી કુલ ₹4,92,50,0પ00/- (ચાર કરોડ બાણું લાખ પચાસ હજાર) ની માતબર રકમ પડાવી લઈ મોટું આર્થિક કૌભાંડ આચર્યું હતું. આ અંગે જે.પી.રોડ પોલીસ મથકે BNS કલમ 316(2), 316(5), 318(4), 61(2), 204, 3(5), 319, 336(3), 338, 340(2), 341(1) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ હતી.

🚨કોર્ટમાંથી વોરંટ નીકળ્યું હતું:

આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ મુખ્ય સાગરીતો પૈકીનો એક એવો ફતેહગંજનો યુનુસ ઉર્ફે દાતરો પોતાની ધરપકડ ટાળવા માટે સતત આશ્રય સ્થાનો બદલીને નાસતો-ફરતો હતો. લાંબા સમય સુધી તે હાથ ન આવતા આખરે નામદાર કોર્ટ દ્વારા તેની સામે ધરપકડનું વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું અને તેને કાયદેસર રીતે નાસતો-ફરતો જાહેર કરવામાં આવ્યો હતો.

🧐પાદરાના ખેતરમાંથી ઝડપાયો આરોપી:

ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ રીઢા આરોપીને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સતત નજર રાખી રહી હતી. આ દરમિયાન પોલીસને પાકી બાતમી મળી હતી કે આરોપી વડોદરા ગ્રામ્યના પાદરા તાલુકા પાસે આવેલા સાંગમા ગામના એક ખેતરમાં છુપાયેલો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડીને આરોપીને સકંજામાં લીધો હતો.

👉ઝડપાયેલા આરોપીનું નામ અને સરનામું:

  • યુનુસ ઉર્ફે દાતરો ઉર્ફે લાલાભાઇ છોટુમિયાં મિર્ઝા (ઉં.વ. 50, રહે. નવરંગ એપાર્ટમેન્ટ, એમ્પરર બિલ્ડિંગ પાસે, ફતેહગંજ, વડોદરા).

🚨અગાઉના 7 ગંભીર ગુનાઓનો રેકોર્ડ:

પકડાયેલો આરોપી યુનુસ ઉર્ફે દાતરો કોઈ સાધારણ ગુનેગાર નથી, પરંતુ ગુનાહિત ઇતિહાસ ધરાવતો રીઢો અસામાજિક તત્વ છે. તેની સામે અગાઉ વડોદરાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી, વિશ્વાસઘાત અને ઘરફોડ ચોરી સહિતના કુલ 7 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે:

1. કારેલીબાગ પો.સ્ટે. — ઘરફોડ ચોરી (IPC 457, 380, 114) [વર્ષ 2006]

2. કારેલીબાગ પો.સ્ટે. — ઘરફોડ ચોરી (IPC 457, 380, 114) [વર્ષ 2008]

3. સયાજીગંજ પો.સ્ટે. — પ્રોહિબિશન (નશાબંધી કલમો) [વર્ષ 2008]

4. સયાજીગંજ પો.સ્ટે. — ઠગાઈ અને વેશપલટો (IPC 406, 420, 170, 419) [વર્ષ 2013]

5. પાણીગેટ પો.સ્ટે. — છેતરપિંડી અને વિશ્વાસઘાત (IPC 406, 420) [વર્ષ 2015]

6. સયાજીગંજ પો.સ્ટે. — મોટર વહીકલ એક્ટના ગુના [વર્ષ 2016]

7. ડી.સી.બી. (ક્રાઈમ બ્રાન્ચ) — ખંડણી, છેતરપિંડી, કાવતરું અને ધમકી (IPC 406, 420, 386, 323, 506(2) વગેરે) [વર્ષ 2022]

​ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલમાં આ આરોપીની અટકાયત કરવામાં આવી છે અને છેતરપિંડીના કરોડો રૂપિયા ક્યાં સગેવગે કર્યા છે તેમજ આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે, તે તમામ રહસ્યો પરથી પડદો ઉઠાવવા માટે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Continue Reading
Vadodara13 hours ago

વડોદરાના દરજીપુરા એરફોર્સ બ્રિજ પર કાળમુખો અકસ્માત: એક્ટિવા સવાર મહિલાને અજાણ્યા વાહને કચડી નાખતા કરુણ મો*ત

Vadodara2 days ago

“દીવા તળે જ અંધારું”! વડોદરા પાલિકાની વડી કચેરી નીચે ફૂલ બજારમાં ૫ મહિનાથી ટોયલેટના ગંદા પાણીનું લીકેજ

Vadodara2 days ago

પાણીપૂરી ખાવા બાબતે માઠું લાગી જવાથી લગ્નજીવનના દોઢ વર્ષમાં જ 20 વર્ષીય પરિણીતાનો આપ*ઘાત

Dabhoi3 days ago

ડભોઇની દેવ-ઢાઢર નદીમાં મગરનું તાંડવ: 3 દિવસથી ગુમ 55 વર્ષીય આધેડનો ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યો મૃતદેહ

Vadodara5 days ago

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સર્જાયો કાળમુખો અકસ્માત: ભરૂચ પાસે ટેમ્પો અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, 3 નાં મો*ત

Vadodara6 days ago

દબાણોએ લીધો માસૂમનો ભોગ? કંપનીઓના દબાણથી ચાલવાનો રસ્તો બંધ થતા યુવતી કાંસમાં ખાબક્યાની આશંકા

Vadodara7 days ago

વડોદરામાં નવરાત્રીના માહોલ વચ્ચે તસ્કરો બેફામ: કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકાનને બનાવ્યું નિશાન

Vadodara7 days ago

વડોદરા : આર્મીમાં ફરજ બજાવ્યા વિના જ બન્યા ‘Ex-Army’: નકલી સેવા નિવૃત્તિ પુસ્તિકા અને પેન્શન કાર્ડ સાથે 2 આરોપીની ઝડપાયા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat4 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat4 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending